વડોદરામાં PSI એ દારુ ઢીંચી અનેક લોકોને અડફેટે લીધા
અકસ્માત સર્જનાર PSI વાય.એમ.પઢિયાર રાજપીપળા ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવે છે.

વડોદરામાં PSI એ દારુ ઢીંચી અનેક લોકોને અડફેટે લીધા

વડોદરામાં PSI એ દારુ ઢીંચી અનેક લોકોને અડફેટે લીધા
વડોદરા શહેરમાં પોલીસ કર્મી દ્વારા નશાની હાલતમાં અકસ્માત સર્જવાની ઘટના સામે આવી છે. છાણી ફર્ટિલાઇઝર પાસે રોંગ સાઈડમાં કાર લઇને આવતા પીએસઆઇ પઢિયારે અન્ય કારને ટક્કર મારી હતી તેમજ બાઇક સવારને અડફેટે લીધો હતો તેમની ગાડીમાંથી વિદેશી દારૂની બોટલ પણ મળી આવી હતી. છાણી પોલીસે ઘટનાસ્થળે પહોંચી આ મામલે કાર્યવાહી હાથ ધરી હતી.
અકસ્માત સર્જનાર PSI વાય.એમ.પઢિયાર રાજપીપળા ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવે છે. વડોદરા પોલીસે રાજપીપળા જિલ્લા પોલીસવડાને આ અંગે જાણ કરી છે. એવું જાણવા મળ્યું હતું કે પીએસઆઇ પઢીયાર હાલ રજા પર હતા, અને પોતાના ઘરે બોટાદ જઇ રહ્યાં હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. જો કે સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાની થઇ ન હતી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?