ગાર્ડી વિદ્યાપીઠમાં ફી વધારા મામલે વિરોધ યથાવત
આયુર્વેદિક વિભાગના વિદ્યાર્થીઓએ ₹60,000 વધારાની ફી સામે વિરોધ કર્યો; પ્રિન્સિપાલ પર માનસિક

વિદ્યાર્થીઓ અને વાલિઓનો ઉગ્ર વિરોધ

વિદ્યાર્થીઓ અને વાલિઓનો ઉગ્ર વિરોધ
રાજકોટ નજીક આવેલા ગાર્ડી વિદ્યાપીઠ કેમ્પસમાં આયુર્વેદિક વિભાગના વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ દ્વારા વહીવટીતંત્ર સામે જોરદાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓનો મુખ્ય આક્ષેપ છે કે કોલેજ દ્વારા પરીક્ષા ફીના નામે દર વર્ષે ₹60,000 જેટલી વધારાની રકમ ગેરકાયદેસર રીતે વસૂલવામાં આવે છે.
યુનિવર્સિટીની તપાસ અને પુરાવાવિદ્યાર્થીઓએ આ મામલે કાઉન્સિલ દ્વારા આવેલા ઇન્સ્પેક્શન દરમિયાન ફરિયાદ કરી હતી, જેને પગલે જામનગર આયુર્વેદિક યુનિવર્સિટીની તપાસ ટીમ પણ કેમ્પસની મુલાકાતે આવી હતી અને આ મુદ્દે તપાસ હાથ ધરી હતી. વિદ્યાર્થીઓ પાસે આ ગેરરીતિ સાબિત કરવા માટે તમામ આધારરૂપ પુરાવા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત, વિદ્યાર્થીઓએ પ્રિન્સિપાલ ડો. રવિકાંત ગોહેલ પર માનસિક ત્રાસ આપવાનો પણ ગંભીર આક્ષેપ કર્યો છે, જેના વિડિયો વાયરલ થયા હોવાનું પણ તેમણે જણાવ્યું છે.
ઓડિયો વાયરલ મામલે પ્રિન્સિપાલનો ખુલાસોઆ વિરોધના પગલે જ આયુર્વેદિક વિભાગના પ્રિન્સિપાલ ડો. રવિકાંત ગોહેલનો ઓડિયો વાયરલ થતાં તેમણે પોતાનો પક્ષ સ્પષ્ટ કરતું નિવેદન આપ્યું છે.
પ્રિન્સિપાલ ડો. ગોહેલે જણાવ્યું કે, વિદ્યાર્થીઓ તેમની ફરિયાદ કરવા માટે સાંસદ તેમજ રાજ્યકક્ષાના મંત્રીના સંપર્કમાં હોવાનું કહી રહ્યા હતા અને તેમને ધમકાવી રહ્યા હતા. તેમના મતે, આ વિદ્યાર્થીઓ તેમના વર્તન દ્વારા શિક્ષણ કાર્યને નુકસાન પહોંચાડી રહ્યા હતા.
ડો. ગોહેલે સ્પષ્ટતા કરી કે તેમનો ઉદ્દેશ્ય ફક્ત સંસ્થામાં શિસ્ત જળવાય રહે તે હતો. તેમણે વધુમાં ઉમેર્યું કે તેઓ વિદ્યાર્થીઓને શાંતિથી સાંભળવા અને મામલાનો યોગ્ય ઉકેલ લાવવા માટે પણ તૈયાર હતા.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?