અમદાવાદમાં બીજા દિવસે પણ ધરણાં યથાવત્
ખોખરા બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ

અમદાવાદમાં બીજા દિવસે પણ ધરણાં યથાવત્

અમદાવાદમાં બીજા દિવસે પણ ધરણાં યથાવત્
કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા સંસદમાં ડો. બાબા સાહેબ આંબેડકરને લઈને આપવામાં આવેલા નિવેદનને લઈને ચાલતા વિરોધ વચ્ચે ગતરોજ (23 ડિસેમ્બર) અમદાવાદના ખોખરા વિસ્તારમાં કે. કા શાસ્ત્રી કોલેજ સામે જયંતિ વકીલની ચાલીની બહાર આવેલી ડો. બાબાસાહેબ આંબેડરની પ્રતિમાને અસામાજીક તત્ત્વો દ્વારા ખંડિત કરવામાં આવી છે. આ ઘટનાને પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યાં હતા અને આરોપીઓની ધરપકડ કરવાની માંગ સાથે ધરણા પર બેઠા હતાં.
ઘટનાના બીજા દિવસે પણ રહીશો પ્રતિમા પાસે ધરણા પર બેઠેલાં છે. આજે 24 ડિસેમ્બરને મંગળવારે ખોખરા બંધનું એલાન આપવામાં આવ્યું છે. જોકે, આ બંધના એલાનને કોઈ ખાસો પ્રતિસાદ મળ્યો નથી. હાલમાં સ્થળે પોલીસનો બંદોબસ્ત પણ જોવા મળી રહ્યો છે.
ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. મોટી સંખ્યામાં લોકો જયંતિ વકીલની ચાલી બહાર પહોંચી ગયા હતા. ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકોનું ટોળું ખોખરા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યું હતું. કોઈ અજાણી વ્યક્તિએ બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને તોડીને નુકસાન પહોંચાડવામાં આવતાં આ મામલે ખોખરા પોલીસ દ્વારા જાતે ફરિયાદી બની અને પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોંઘવારી ભથ્થામાં 2% વધારાને મંજૂરી આપી છે. જૂનમાં 3% વધારા બાદ હવે કર્મચારીઓને 60% DA મળશે. સાથે એરિયર્સની ચુકવણીનો પણ મુદ્દો મહત્વનો છે.