થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઈ પ્રોહિબિશન ડ્રાઇવ શરૂ કરાશે
ગૃહ વિભાગની બેઠકમાં કરાયો નિર્ણય

થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઈ પ્રોહિબિશન ડ્રાઇવ શરૂ કરાશે

થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઈ પ્રોહિબિશન ડ્રાઇવ શરૂ કરાશે
ગાંધીનગર: રાજ્યમાં પ્રોહિબિશન કાયદાને વધુ મજબૂત કરવા માટે ગૃહ મંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં મહત્વની બેઠક યોજાઈ હતી. જેમાં થયેલ નિર્ણય અનુસાર જિલ્લા પોલીસ વડાઓને આગામી ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણીને ધ્યાને રાખીને દારૂ તથા નાર્કોટિક્સ પદાર્થોની હેરાફેરી અને સેવનને રોકવા માટે સઘન અભિયાન ચલાવવાના આદેશ આપવામાં આવ્યા છે. પ્રોહિબિશન ડ્રાઇવ 31 ડિસેમ્બર સુધી ચાલશે અને દરેક સ્ટેશનને રોજિંદા કામગીરીના રિપોર્ટ સબમિટ કરવા ફરજિયાત કરાયા છે.
પ્રોહિબિશન ડ્રાઈવના ભાગરૂપે પાડોશી રાજ્યોની સરહદો ઉપર પર કડક ચકાસણી હાથ ધરવામાં આવશે. હાલમાં કડજોદરામાં રૂ. 99 લાખનો દારૂ કબજે કરાયો હતો. ડીજીપીના આદેશ બાદની પ્રથમ મોટી કાર્યવાહી હતી.
રાજ્યના તમામ પોલીસ સ્ટેશનને ખાસ ચેતવણી આપવામાં આવી છે કે દારૂના દૂષણથી સંકળાયેલી દરેક પ્રવૃત્તિ પર કડક કબજો રાખવામાં આવે. સાથે-સાથે, નાગરિકોને શાંતિપૂર્ણ અને સુરક્ષિત માહોલ મળી રહે તે માટે તૈયારીઓ શરૂ કરાઈ છે.
31 ડિસેમ્બર સુધીના આ અભિયાન હેઠળ દરેક જિલ્લામાં દારૂ, નાર્કોટિક્સ અને અન્ય અનિયમિત પ્રવૃત્તિઓને નિયંત્રિત કરવા નિર્ધારિત સત્રો રાખવામાં આવશે. પોલીસને પ્રોહિબિશન ડ્રાઇવ દરમિયાન પકડાયેલા મુદ્દામાલ અને કાર્યવાહીનો દૈનિક રિપોર્ટ મથક પર મોકલવાનું ફરજિયાત કરાયું છે.
દર વર્ષની જેમ આ વર્ષે પણ નવા વર્ષની ઉજવણી દરમિયાન દારૂની હેરાફેરીના કિસ્સાઓ વધી શકે છે. તેથી પોલીસે એડવાન્સ રણનીતિ અપનાવીને દારૂના પ્રવેશમાર્ગો પર ખાસ પેટ્રોલિંગ વધારવામાં આવશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોંઘવારી ભથ્થામાં 2% વધારાને મંજૂરી આપી છે. જૂનમાં 3% વધારા બાદ હવે કર્મચારીઓને 60% DA મળશે. સાથે એરિયર્સની ચુકવણીનો પણ મુદ્દો મહત્વનો છે.