પ્રિમોન્સૂન એક્ટિવિટીઃ 150 તાલુકામાં વરસાદ વરસ્યો
અમદાવાદના ધંધૂકામાં સૌથી વધુ 95 મીમી, રાજ્યમાં સરેરાશ 6 મીમી વરસાદ, દાહોદમાં 2નાં મોત

AI જનરેટેડ

AI જનરેટેડ
ગુજરાતમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. છેલ્લાં 24 કલાકમાં 150 તાલુકામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. રાજ્યના 26 જિલ્લાના 150 તાલુકામાં સરેરાશ 6 મીમી વરસાદ નોંધાયો છે. જ્યારે 118 તાલુકા હજુ કોરાધાકોર રહ્યા છે. અમદાવાદના ધંધૂકા તાલુકામાં સૌથી વધુ 95 મીમી વરસાદ નોંધાયો છે.
ચોમાસાના આગમન પહેલાં ગુજરાતમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. સોમવારે મોડી સાંજે ધૂળની ડમરીઓ સાથે ભારે પવન ફૂંકાયા બાદ વરસાદ શરૂ થયો હતો. હવામાનમાં આવેલા અચાનક પલટાને કારણે છેલ્લા 24 કલાક દરમિયાન 26 જિલ્લાના 150 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરતાં લોકોને કાળઝાળ ગરમીથી રાહત મળી છે. રાજ્યમાં 150 તાલુકામાં સરેરાશ 6 મીમી વરસાદ નોંધાયો છે.
છેલ્લાં 24 કલાક દરમિયાન સૌથી વધુ વરસાદ અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકામાં 95 મીમી નોંધાયો છે. જ્યારે સુરત જિલ્લાના ઉમરપાડામાં 70 મીમી નોંધાયો છે. ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જ્યારે સૌરાષ્ટ્રમાં માત્ર સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ નોંધાયો છે. પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના કારણે વરસાદ થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. જ્યારે વાતાવરણમાં પ્રસરેલી ઠંડકથી નાગરિકોને ગરમીમાં મોટી રાહત મળી છે.

19 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો
ધંધુકા (અમદાવાદ): 95 મીમી, ઉમરપાડા(સુરત) 70 મીમી, ખેડા 44 મીમી, માતર(ખેડા) 40 મીમી, લખતર(સુરેન્દ્રનગર) 40 મીમી, ચુડા(સુરેન્દ્રનગર) 39 મીમી, નડિયાદ (ખેડા) 37 મીમી, વાલોડ (તાપી) 31 મીમી, હાંસોટ (ભરૂચ) 30 મીમી, વઘઇ (ડાંગ) 30 મીમી, ભરૂચ 29 મીમી, માણસા (ગાંધીનગર) 29 મીમી, દસાડા (સુરેન્દ્રનગર) 29 મીમી, વ્યારા (તાપી) 29 મીમી, ઉમરેઠ (આણંદ) 28 મીમી, મહુધા (ખેડા) 28 મીમી, તલોદ (સાબરકાંઠા) 28 મીમી, ચીખલી (નવસારી) 27 મીમી, રાધનપુર (પાટણ) 25 મીમી

26 તાલુકામાં અડધાથી એક ઈંચ વરસાદ
સાઠંબા (અરવલ્લી) 24 મીમી, મહુવા(સુરત) 24 મીમી, લાખણી(વાવ-થરાદ) 24 મીમી, ધોલેરા (અમદાવાદ) 23 મીમી, લીંબડી(સુરેન્દ્રનગર) 23 મીમી, બોરસદ (આણંદ) 22 મીમી, દિયોદર (વાવ-થરાદ) 22 મીમી, થરાદ (વાવ-થરાદ) 22 મીમી, કપડવંજ (ખેડા) 21 મીમી, વાગરા (ભરૂચ) 20 મીમી, અંબિકા (સુરત) 20 મીમી, ધ્રાંગધ્રા (સુરેન્દ્રનગર) 20 મીમી, ડોલવણ (તાપી) 19 મીમી

વસો (ખેડા) 18 મીમી, વાંસદા (નવસારી) 18 મીમી, વઢવાણ (સુરેન્દ્રનગર) 18 મીમી, ચાણસ્મા (પાટણ) 17 મીમી, ખેરગામ (નવસારી) 16 મીમી, ગોધરા (પંચમહાલ) 16 મીમી, માંડલ (અમદાવાદ) 15 મીમી, ગાંધીનગર 15 મીમી, વિરમગામ (અમદાવાદ) 14 મીમી, કડી (મહેસાણા) 14 મીમી, કાંકરેજ (બનાસકાંઠા) 13 મીમી, વલસાડ (વલસાડ) 13 મીમી, ભાભર (વાવ-થરાદ) 13 મીમી

105 તાલુકામાં હળવાથી અડધો ઈંચ સુધી વરસાદ
ખંભાત (આણંદ) 12 મીમી, સોજિત્રા (આણંદ) 11 મીમી, આંકલાવ (આણંદ) 11 મીમી, ધાનેરા (બનાસકાંઠા) 11 મીમી, રાણપુર (બોટાદ) 11 મીમી, મહેમદાવાદ (ખેડા) 11 મીમી, શંખેશ્વર (પાટણ) 11 મીમી, મૂળી (સુરેન્દ્રનગર) 11 મીમી, આહવા (ડાંગ) 10 મીમી, કલોલ (ગાંધીનગર) 10 મીમી, કઠલાલ (ખેડા) 10 મીમી, ઓલપાડ (સુરત) 10 મીમી, વાવ (વાવ-થરાદ) 10 મીમી, મેઘરજ (અરવલ્લી) 09 મીમી, આમોદ (ભરૂચ) 09 મીમી, મહેસાણા (મહેસાણા) 09 મીમી, કડાણા (મહીસાગર) 09 મીમી,
રાહ (વાવ-થરાદ) 09 મીમી, તારાપુર (આણંદ) 08 મીમી, આણંદ (આણંદ) 08 મીમી, માલપુર (અરવલ્લી) 08 મીમી, ફાગવેલ (ખેડા) 08 મીમી, હારીજ (પાટણ) 08 મીમી, પાટણ (પાટણ) 08 મીમી, હિંમતનગર (સાબરકાંઠા) 08 મીમી, સાયલા (સુરેન્દ્રનગર) 08 મીમી, વડોદરા (વડોદરા) 08 મીમી, સાવલી (વડોદરા) 08 મીમી, સુઇગામ (વાવ-થરાદ) 08 મીમી, દેત્રોજ-રામપુરા (અમદાવાદ) 07 મીમી, અંકલેશ્વર (ભરૂચ) 07 મીમી, ઘોઘા (ભાવનગર) 07 મીમી, સુરત સિટી 07 મીમી, સાણંદ (અમદાવાદ) 06 મીમી, દાંતીવાડા (બનાસકાંઠા) 06 મીમી, જંબુસર (ભરૂચ) 06 મીમી, દહેગામ (ગાંધીનગર) 06 મીમી, ધરમપુર (વલસાડ) 06 મીમી

સૌથી વધુ દક્ષિણ ઝોનમાં વરસાદ નોંધાયો
ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન સૌથી વધુ દક્ષિણ ઝોનમાં વરસાદ નોંધાયો છે. દક્ષિણ ઝોનમાં સરેરાશ 9.59 મીમી વરસાદ ખાબક્યો છે. જ્યારે બીજા નંબરે મધ્ય ઝોનમાં સરેરાશ 8.64 મીમી, ઉત્તર ઝોનમાં સરેરાશ 6.95 મીમી અને સૌરાષ્ટ્રમાં 2.80 મીમી વરસાદ નોંધાયો છે. કચ્છમાં એકપણ તાલુકામાં વરસાદ નોંધાયો નથી.
દાહોદમાં સ્માર્ટ સિટી સાઇન બોર્ડ તૂટી પડતા બે લોકોના મોત
દાહોદમાં વાવાઝોડાના કારણે ગરબાડા ચોકડી પાસે સ્માર્ટ સિટીનું સાઈન બોર્ડ અને પાલિકાનો પતરાનો શેડ ધરાશાયી થતાં બે લોકોના મોત થયા છે. જ્યારે બે વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયા છે. ભારેખમ બોર્ડ નીચે દબાઈ જવાના કારણે બે લોકોના ઘટનાસ્થળે મોત નીપજ્યા હતા. અન્ય બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોંઘવારી ભથ્થામાં 2% વધારાને મંજૂરી આપી છે. જૂનમાં 3% વધારા બાદ હવે કર્મચારીઓને 60% DA મળશે. સાથે એરિયર્સની ચુકવણીનો પણ મુદ્દો મહત્વનો છે.