છોટા ઉદેપુરમાં વધુ એક વખત પ્રસુતાને ઝોળીમાં ઊંચકીને લઈ જવામાં આવી રહ્યું છે. છેવાડાના લોકો કાદવ કીચડ કોતર અને ઝરણા પાર કરીને 108 સુધી પહોચાડી અને ભુંડમારિયા ગામથી 4 કી.મી દુર કોટબી લઈ ગયા હતા. છોટાઉદેપુર જિલ્લાના આરોગ્ય સેવાની કથળતી સ્થિતિનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ભુંડમારિયા ગામની એક પ્રસુતા મહિલાને જીવના જોખમે ઝોળીમાં ઊંચકીને સારવાર માટે લઈ ગયા હતા. ગામથી દુર 4 કિલોમીટરમાં કોટબી સુધી પહોચવા માટે, ગ્રામજનોએ મહિલાને કાદવ કીચડવાળા રસ્તા થઈને કોતરો અને ઝરણા પાર કરીને 108 એમ્બ્યુલન્સ સુધી પહોચાડ્યું હતું.
ગામમાં રસ્તાના અભાવે 108 આવી શકે તેમ ન હતી :
છોટા ઉદેપુરના કવાંટ તાલુકાના ભૂંડમારિયા ગામની એક મહિલાને આજે વહેલી સવારે પ્રસુતિની પીડા ઉપડી હતી. ગામમાં રસ્તાઓનો અભાવ હોવાને કારણે 108 આવી શકે તેમ ન હતી ફોન કરીને ચાર કિલોમીટર દુર કોટબી બોલાવવામાં આવી હતી.

પ્રસુતાને કાપડની ઝોળીમાં ઉંચકીને સારવાર માટે લઈ જવાઈ :
મહિલાના પરિવારજનો કાપડની ઝોળી બનાવીને મહિલાને સુવડાવીને ઉંચકીને ચાલતા કોટબી સુધી જવા નીકળ્યા,રસ્તામાં કાચો, કાદવ કીચડથી ભરપુર કોટરના પાણી, ઝરણા પસાર કરીને આખરે કોટબી ઉભી રહેલી 108 સુધી પહોચ્યા હતા. મહિલાને 108 દ્વારા કવાંટ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખસેડવામાં આવ્યા હતા.

અવાર નવાર પણ આવી રીતે ઝોળીમાં લઈ જવા માટે મજબૂર :
છોટા ઉદેપુર જિલ્લામાં મહિલાને કે કોઈ બીમાર વ્યક્તિને હોસ્પિટલ લઈ જવા માટે રસ્તાના અભાવે ઝોળીમાં ઉંચકીને લઈ જવામાં આવે છે. અવાર નવાર આવા કિસ્સા સામે આવતા હોય છે. પરંતુ વહીવટીતંત્ર આ બાબતે કોઈ ધ્યાન આપતું નથી. ફક્ત આવા કિસ્સા જ સામે આવે ત્યારે લીપાપોતી કરીને આવી જાય છે.

પુરતી સુવિધાઓ સમયસર મળતી નથી:
આદિવાસી વિસ્તારોમાં પાકા રસ્તાઓ અભાવે આજે પણ લોકોને હાલાકી ભોગવી પડે છે. કટોકટીના કારણે તબીબી સુવિધાઓ સમયસર મળી શક્તી નથી.
નેતાઓ ફક્ત નિવેદનો આપી રહ્યા છે :
ચુટાયેલા નેતાઓ કામ કરવાને બદલે વિડીઓ બહાર આવતા લોકોને આવા વિડીઓ બનવવાની હોડ જામી તેવા નિવેદનો કરી રહ્યા છે. આવા અંતરિયાળ વિસ્તારના ગામોમાં જઈને નેતાઓ રસ્તા બનાવે તે ખુબ જરૂરી બન્યું છે.

ગુજરાત હાઈકોર્ટ સુઓમોટો પીટીશન, હોવા છતાં તંત્ર નિદ્રાહીન :
1 ઓક્ટોબરના રોજ તુરખેડાની મહિલાને ઝોળીમાં ઉંચકીને લઈ જવામાં આવી હતી. ત્યારે જ રસ્તામાં મહિલાને પ્રસુતિ થઈ ગયી હતી. જેમાં દરના કારણે બાળકના જન્મ બાદ મહિલાનું મોત નીપજયું હતું. આ બનાવ મામલે હાઈકોર્ટે સુઓમોટો પીટીશન પણ દાખલ કરી હતી. ત્યાર બાદ પણ તંત્રને કોઈ અસર થઈ ન હતી.
