Surat માં ગેંગરેપના ગુનામાં BJP મહામંત્રી સસ્પેન્ડ, પક્ષે તાત્કાલિક લીધો કડક નિર્ણય...
બંને આરોપીઓએ 23 વર્ષીય યુવતી સાથે જહાંગીરપુરાની હોટલમાં દુષ્કર્મ આચર્યું...

ભાજપ મહામંત્રી ગેંગરેપ કેસમાં ઝડપાયા...

ભાજપ મહામંત્રી ગેંગરેપ કેસમાં ઝડપાયા...
સુરત (Surat)માં એક 23 વર્ષીય યુવતી પર સામૂહિક દુષ્કર્મ આચરવાના ચકચારી કેસમાં વોર્ડ નંબર 8 ના ભાજપ મહામંત્રી આદિત્ય ઉપાધ્યાય અને તેના મિત્ર ગૌરવ સિંહની ધરપકડ કરવામાં આવી છે. આ ગંભીર ગુનામાં નામ ખુલતાની સાથે જ ભારતીય જનતા પાર્ટી, સુરત (Surat) મહાનગરે આદિત્ય ઉપાધ્યાય વિરુદ્ધ તાત્કાલિક અને કડક કાર્યવાહી હાથ ધરી છે.
BJP દ્વારા તાત્કાલિક સસ્પેન્શન...
આ ઘટનાની ગંભીરતાને જોતા, ભારતીય જનતા પાર્ટી સુરત (Surat) મહાનગરના પ્રમુખ પરવેશ પટેલ (PRPater) દ્વારા આદિત્ય ઉપાધ્યાયને પક્ષના પ્રાથમિક તથા સક્રિય સભ્યપદેથી અને તમામ પદ ઉપરથી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે. આ અંગેનો સત્તાવાર પત્ર પણ જારી કરવામાં આવ્યો છે, જેમાં જણાવાયું છે કે, "ગુનાહિત પ્રવૃત્તિમાં તમારું નામ ખુલતા તમારી ઉપર પોલીસ કાર્યવાહી કરવામાં આવી છે, અને તમારી સામે ગુનો નોંધવામાં આવ્યો છે. તમને પક્ષના પ્રાથમિક તથા સક્રિય સભ્ય અને તમામ પદ ઉપરથી તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે છે."
ગેંગરેપની ઘટના અને પોલીસ તપાસ...
પ્રાથમિક માહિતી મુજબ, આદિત્ય ઉપાધ્યાય અને ગૌરવ સિંહે યુવતીને કારમાં બેસાડીને જહાંગીરપુરા વિસ્તારની એક હોટલમાં લઈ જઈને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ બાદ બંને આરોપીઓ યુવતીને તેના ઘર પાસે મૂકીને ફરાર થઈ ગયા હતા. યુવતીની ફરિયાદના આધારે, સુરત (Surat) પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને બંને આરોપીઓને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાને કારણે રાજકીય અને સામાજિક વર્તુળોમાં ભારે રોષ અને ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે. ભાજપ દ્વારા લેવાયેલા આ તાત્કાલિક પગલાથી પક્ષે આવા ગુનાહિત કૃત્યો પ્રત્યે પોતાની શૂન્ય સહિષ્ણુતા દર્શાવી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?