પોલીસે અપહરણનો ભેદ ઉકેલી યુવકને છોડાવ્યો,આરોપીઓ ઝડપાયા
પ્રિન્સને બાપુનગર ટોલનાકા પાસે બોલાવવામાં આવ્યો હતો.

ક્રાઈમ બ્રાન્ચ ટીમને સતર્ક કરી જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ક્રાઈમ બ્રાન્ચ ટીમને સતર્ક કરી જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
અઘોરા મોલ નજીક રહેતા ભારતીય સેનામાંથી સુબેદાર મેજર તરીકે નિવૃત થયેલા પંકજકુમાર પાંડેનો પુત્ર પ્રિન્સ પાંડે જે USDT ટ્રેડીંગ સાથે સંકળાયેલા છે. તેમના અપહરણ કરવાની ઘટના સામે આવી છે. પ્રિન્સ પાંડે દ્વારા આગાઉ કરણ નામના શખ્સ સાથે ચર્ચા અનુસાર, રોકડ રકમના બદલે USDT આપવાની વાત એક ગ્રાહક સાથે નક્કી થઈ હતી.
15 જુલાઈ ની રાત્રે લગભગ 2 વાગ્યે પ્રિન્સના મિત્રના ફોન માંથી ફોન કરીને પ્રિન્સને બાપુનગર ટોલનાકા પાસે બોલાવવામાં આવ્યો હતો. ત્યાં સંડોવાયેલા આરોપીઓએ નંબર પ્લેટ વગરની કાળી કાચવાળી ગાડીમાં પ્રિન્સને બેસાડી ત્યાંથી જતા રહ્યા હતા. અપહરણ બાદ આરોપીઓએ પ્રિન્સને કહ્યું હતું, કે જો તને ઘરે સુરક્ષિત પહોચવું હોય તો 42 લાખની કિંમતના 50,000 USDT આપવા પડશે.
પ્રિન્સ પાસે USDT વોલેટનો સ્ટ્રોગ પાસવર્ડ ન હોવાને કારણે આરોપીઓએ ગાડીમાં જ ગર્દાપાટા અને લાકડીઓ વડે માર મારી સતત પાસવર્ડ માટે દબાણ કર્યું હતું. પ્રિન્સને રાતભર એક જગ્યાથી બીજી જગ્યાએ લઈ જવામાં આવ્યો હતો. તેના પર સતત ફીઝીકલ અસોલ્ટ કરવામાં આવ્યું હતું.
આ સમગ્ર ઘટનાની જાણ થતા પ્રિન્સના પિતા પંકજકુમાર પાડે દ્વારા તાત્કાલિક કંટ્રોલ રૂમ પર ફોન કરીને પોલીસને જાણ કરાઈ હતી. ત્યાર બાદ કંટ્રોલરૂમ દ્વારા અમદાવાદ સીટી ક્રાઈમ બ્રાન્ચ પીએસઓ ને જાણ કરવામાં આવી હતી. તેઓ દ્વારા તરત જ રાત્રે નાઈટમાં રોકાયેલા ક્રાઈમ બ્રાન્ચ ટીમને સતર્ક કરી જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વિવિધ CCTV ફૂટેજ,ટેકનીકલ એનાલિસિસ અને ઈન્ટેલિજન્સની મદદથી રાતે જ તપાસ આરંભવામાં આવી હતી. સતત પ્રયાસો બાદ આખરે બપોરના સમયે પ્રિન્સ પાંડેને સહી સલામત શોધી કાઢવામાં આવ્યા હતા.તેની સાથે સાથે આરોપીઓને પણ પકડી પાડવામાં આવેલા છે.
પ્રાથમિક તપાસ કર્યા બાદ પ્રિન્સ પાસે નોધપાત્ર ક્રીપ્ટો ઇન્વેસ્ટમેન્ટ હોવાને કારણે આરોપીઓએ તેનો લાભ લેવા અપહરણ કરવાનું ષડયંત્ર રચ્યું હતું.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!