પોલીસકર્મીઓ જ બન્યા સાયબર ક્રિમિનલ
પોલીસ જ હવે સાયબર ક્રિમિનલ બન્યા, બેન્ક ખાતાં ફ્રીઝ-અનફ્રીઝમાં તોડબાજી

સાયબર ક્રાઈમ

સાયબર ક્રાઈમ
ગુજરાતમાં સાયબર ક્રાઈમને નિયંત્રિત કરવા માટે બનાવવામાં આવેલા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનો હવે ખુદ સાયબર ગુનામાં શામેલ થઈ રહ્યા હોવાના ચોંકાવનારા કિસ્સાઓ સામે આવ્યા છે. નવી ઘટના નર્મદા જિલ્લાની છે જ્યાં પોલીસ કર્મચારીઓએ કાયદાની જાણકારીનો દુરુપયોગ કરીને બેન્ક એકાઉન્ટ ફ્રીઝ અને અનફ્રીઝ કરાવવાનો ખેલ રચ્યો છે. આ અગાઉ પણ 2024ની શરૂઆતમાં જૂનાગઢના DYSP કક્ષાના અધિકારી તરલ ભટ્ટ વિરુદ્ધ એવો જ કેસ નોંધાયો હતો. જ્યાં 335 બેન્ક એકાઉન્ટ ફ્રીઝ-અનફ્રીઝ કરાવવાની વિગતો સામે આવી હતી.
તાજેતરના કેસમાં, નર્મદા જિલ્લાના રાજપીપળા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના કોમ્પ્યુટર ઓપરેટર લક્ષ્મણ ચૌધરી ઉપર આરોપ છે કે, તે ઘણા મહિનાઓથી બેન્કને ઈ-મેઈલ મોકલીને શંકાસ્પદ ખાતાં ફ્રીઝ અને પછી અનફ્રીઝ કરાવતો હતો. આ પ્રક્રિયામાં જોડાયેલા કેટલાક અધિકારીઓ મળતિયાઓના નામે અરજી લઈને ખાતાં ફ્રીઝ કરાવીને પછી ધંધાકીય રીતે તોડબાજી કરતા હતા.
સાવચેતીના નામે નાણાંકીય રીતે ગરીબ કે કાયદાથી અજાણ લોકોને ટાર્ગેટ કરવામાં આવે છે. તેમના મળતિયાની ભૂમિકા આપી તેમના ખાતામાં થોડાં રૂપિયા જમા કરાવ્યા બાદ તે જ લોકો પાસેથી અરજી મેળવીને પોલીસ દ્વારા ખાતાં ફ્રીઝ કરાવી દેવામાં આવે છે. બાદમાં આ એકાઉન્ટમાં રહેલી રકમમાંથી 25%થી 50% સુધીની રકમ "તોડ" રૂપે ઉઘરાવવામાં આવે છે.
વિચાર કરવાની વાત એ છે કે, આ તમામ પ્રવૃત્તિ સરકાર અને ઉચ્ચ પોલીસ અધિકારીઓને જાણીતી હોવા છતાં હજુ સુધી કોઈ ઠોસ કામગીરી દેખાઈ નથી. સમગ્ર પ્રકરણે પ્રશ્ન ઉભો કર્યો છે કે, શું ગુજરાત પોલીસ તંત્ર પોતાની જગ્યા પર સચોટ અને પારદર્શી કામગીરી કરી શકે છે?
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની ગાઈડલાઈન મુજબ, બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કરતા પહેલાં ખાતા ધારકને નોટિસ આપવી જરૂરી છે. આ સાથે જ ફક્ત શંકાસ્પદ રકમ જ ફ્રીઝ કરવી જોઈએ, આખું ખાતું નહિ. પરંતુ ઘણા કેસમાં આ નિયમોનું ઉલ્લંઘન થયાનું જણાઈ રહ્યું છે. બેન્ક અને પોલીસ વચ્ચે મળતિયાની ભૂમિકામાં કેટલાક લોકો સાયબર પોર્ટલ કે હેલ્પલાઈન પર ફ્રોડની અરજી કરીને લાખો રૂપિયા હડપ કરી લે છે.
આવી ગેરકાયદેસર પ્રવૃત્તિને રોકવા માટે રાજ્યભરમાં ઊંડાણપૂર્વકની તપાસ જરૂરી છે. ગાંધીનગરથી જિલ્લા કક્ષાની સાયબર ક્રાઈમ યુનિટ્સમાં વિધાનસભા, માનવાધિકાર આયોગ, અને મીડિયા મોનિટરિંગ એજન્સીઓએ હસ્તક્ષેપ કરવો જરૂરી છે. આ રીતે નેટવર્કને ભેદી પાડીને જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં લેવાં જરૂરી બની ચૂક્યાં છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!