ટ્રાફિક સમસ્યા ઘટાડવા પોલીસ કમિશનર મેદાને ઉતર્યા
શહેરના મુખ્ય જંક્શન પર ડિવાઇડર કટ બંધ કરતાં ટ્રાફિકમાં સુધારો, જી.એસ. મલિકે કહ્યું

પોલીસ કમિશનર અને ટ્રાફિક અધિકારીઓ સ્થળ પર ઊભા રહી ટ્રાફિક વ્યવસ્થાનો નકશો જોઈ ચર્ચા કરતા નજરે પડે છે...

પોલીસ કમિશનર અને ટ્રાફિક અધિકારીઓ સ્થળ પર ઊભા રહી ટ્રાફિક વ્યવસ્થાનો નકશો જોઈ ચર્ચા કરતા નજરે પડે છે...
શહેરમાં ટ્રાફિક સમસ્યા દિવસેને દિવસે ગંભીર બનતી જઈ રહી છે, ખાસ કરીને પૂર્વ વિસ્તારમાં નાગરિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ટ્રાફિક સમસ્યા દૂર કરવા પોલીસ કમિશનર મેદાને ઉતર્યા છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ટ્રાફિક પોલીસ દ્વારા મુખ્ય જંક્શન પર ડિવાઇડર કટ બંધ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ દરમિયાન પૂર્વ વિસ્તારમાં આવેલા હીરાવાડી ચાર રસ્તા પર પોલીસ કમિશનર જી.એસ. મલિકે સ્થળ નિરીક્ષણ કર્યું હતું. તેમણે સ્થાનિક લોકો સાથે મુલાકાત કરીને ડિવાઇડર કટ બંધ કર્યા બાદ ટ્રાફિક પર પડેલા પ્રભાવ અંગે માહિતી મેળવી હતી. સ્થાનિકોએ પણ જણાવ્યું કે આ નિર્ણયથી ટ્રાફિકમાં નોંધપાત્ર રાહત મળી છે અને ટ્રાફિક જામની સમસ્યા ઘટી છે.
શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા મુખ્ય ચાર રસ્તાઓ પર બેરિકેડિંગ કરીને ડિવાઇડર કટ બંધ કરવામાં આવ્યા છે, જેને લઈને પોલીસ કમિશનર દ્વારા સ્થળ મુલાકાતો લેવામાં આવી રહી છે. આ જ અનુસંધાને આજે શહેરના પૂર્વ વિસ્તારના હીરાવાડી જંક્શન પર પોલીસ કમિશનર પહોંચ્યા હતા.
ડિવાઇડર કટ બંધ કરવાથી થતા ફાયદા અંગે કમિશનરે ટ્રાફિક ડીસીપી અને પીઆઈ સાથે ચર્ચા કરી હતી. ત્યારબાદ તેમણે ચાર રસ્તા નજીકના દુકાનદારો સાથે વાતચીત કરી ટ્રાફિક વ્યવસ્થામાં આવેલા ફેરફારો અંગે માહિતી મેળવી હતી. સ્થાનિકોએ જણાવ્યું કે કટ બંધ પહેલાં લોકોને અડધા કલાક સુધી ટ્રાફિકમાં ફસાઈ રહેવું પડતું હતું, જ્યારે હવે પરિસ્થિતિમાં નોંધપાત્ર સુધારો થયો છે.

રાજ્યમાં 500 નવા અત્યાધુનિક જનરક્ષક વાહનો જોડાતા હવે કુલ 1,000 વાહનો 24 કલાક ઇમરજન્સી સેવા આપશે. રિસ્પોન્સ ટાઈમ પણ 27 મિનિટથી ઘટીને 10:49 મિનિટ થયો છે.

અમદાવાદના વિક્ટોરિયા ગાર્ડન નજીક બંધ સિગ્નલ પર રિક્ષા રોકતા TRB જવાન પર હુમલો થયો. રિક્ષાચાલકે પોલીસકર્મીને પણ ધક્કો માર્યો; જીગર સોલંકીની ધરપકડ.

વડોદરાના ડભોઈના ભીલાપુર ગામમાં Facebook કોમેન્ટ બાદ ભાજપના બે જૂથો વચ્ચે મારામારી થઈ. જૂથ અથડામણમાં 4 લોકો ઈજાગ્રસ્ત થતાં SSG હોસ્પિટલ ખસેડાયા, જ્યારે ડભોઈ પોલીસે તપાસ શરૂ કરી છે.