પીધેલાઓને પકડવા પોલીસની નવી તરકિબ, સફેદ લાઇન પર ચલાવે છે...
વડોદરાના ડીસીપી અભય સોનીએ પીધેલાઓને પકડવા માટે એક નવી તરકીબ શોધી

પીધેલાઓને પકડવા પોલીસની નવી તરકિબ, સફેદ લાઇન પર ચલાવે છે...

પીધેલાઓને પકડવા પોલીસની નવી તરકિબ, સફેદ લાઇન પર ચલાવે છે...
રાજ્યમાં 31મી ડિસેમ્બરની ઉજવણી માટે યુવા વર્ગમાં ઉત્સાહ છે અને વિવિધ સ્થળે ન્યુ યર સેલિબ્રેશન પાર્ટીનું આયોજન કરાયું છે. નવા વર્ષે યુવા વર્ગ નશો ના કરે તે માટે ગુજરાત પોલીસ પણ એલર્ટ છે અને તમામ શહેરોમાં પોલીસ રસ્તા પર જોવા મળે છે. જો કે વડોદરા પોલીસે પીધેલાઓને પકડવા માટે નવી ટેકનિક અપનાવી છે.
વડોદરામાં દારૂડિયાઓને પકડવા પોલીસની ગજબની ટેકનિક જોવા મળી છે. રસ્તા પર ચેકિંગ કરી રહેલી પોલીસ દરેક વાહન ચાલકની તપાસ કરી રહી છે. વડોદરાના ડીસીપી અભય સોનીએ પીધેલાઓને પકડવા માટે એક નવી તરકીબ શોધી છે.
વડોદરા પોલીસ આજકાલ રસ્તા પર લોકોને સફેદ લાઇન પર ચલાવી રહી છે. જો આ સફેદ લાઇનની બહાર કોઇ વ્યક્તિનો પગ ગયો તો સમજો ભરાઇ ગયો. ડીસીપી અભય સોની અને તેમની ટીમે અકોટા બ્રિજ પર લોકોને આ સફેદ લાઇન પર ચલાવી રહી છે. જો સફેદ લાઇનની બહાર પગ ગયો અને લથડીયા ખાતો કોઇ ચાલે તો તેની તપાસ કરવામાં આવે છે અને ત્યારબાદ બ્રેથ એનલાઇઝરનો ઉપયોગ કરીને જે તે વ્યક્તિએ નશો કર્યો છે કે કેમ તેની તપાસ કરવામાં આવે છે. પોલીસ અધિકારીની આ તરકિબથી લોકો પણ માથું ખંજવાળવા લાગ્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોંઘવારી ભથ્થામાં 2% વધારાને મંજૂરી આપી છે. જૂનમાં 3% વધારા બાદ હવે કર્મચારીઓને 60% DA મળશે. સાથે એરિયર્સની ચુકવણીનો પણ મુદ્દો મહત્વનો છે.