વડોદરામાં BMW હિટ એન્ડ રન કેસમાં મીઠી નજર રાખનાર પીઆઇની બદલી
હરણી પોલીસે 24 દિવસ પછી બિલ્ડર પુત્રને પકડ્યો તો ખરો પણ 3 કલાકમાં છોડી દીધો હતો

વડોદરામાં BMW હિટ એન્ડ રન કેસમાં મીઠી નજર રાખનાર પીઆઇની બદલી

વડોદરામાં BMW હિટ એન્ડ રન કેસમાં મીઠી નજર રાખનાર પીઆઇની બદલી
વડોદરા પોલીસની શંકાસ્પદ કામગિરી ફરી એક વાર બહાર બહાર આવી છે. શહેરના કારેલીબાગ વિસ્તારમાં BMW કારના ચાલકે એક વ્યક્તિને અડફેટમાં લેતાં તેનું મોત થયું હતું. આ હિટ એન્ડ રનની ઘટનામાં BMW કારના ચાલક બિલ્ડર પુત્ર પર મીઠી નજર રાખનારા રહેમનજર હરણી પોલીસ સ્ટેશનના પીઆઇ આર. ડી. ચૌહાણની બદલી કરી દેવાઇ છે તથા સમગ્ર મામલા અંગે એસીપી - એચ ડિવીઝનને તપાસ સોંપવામાં આવી છે. શહેર પોલીસ કમિશ્નરે હરણી પીઆઇ ચૌહાણ સામે શિક્ષાત્મક પગલાં ભરતા લીવ રિઝર્વમાં બદલી કરી છે.
ઉલ્લેખનિય છે કે BMW હિટ એન્ડ રનની આ ઘટનાના 24 દિવસ બાદ આરોપીને પકડવામાં આવ્યો હતો. જો કે પોલીસે તેને પકડ્યા પછી ગણતરીના સમયમાં જ તેને છોડી દેવામા્ં આવ્યો હતો. હરણી પીઆઇએ સમગ્ર મામલામાં મીઠી નજર રાખી હોવાનું જાણવા મળતા શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા અને આખરે શહેર પોલીસ કમિશનર દ્વારા આકરા પગલાં લેવામાં આવ્યા છે.
વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલા પુરૂષોત્તમ નગરમાં રહેતા 73 વર્ષિય કાંતિલાલ ઠક્કર મળસ્કે કચરો નાંખવા ગયા હતા. દરમિયાન સવારે બિલ્ડર મુકેશ સોરઠિયાના પુત્ર પિનાંક સોરઠિયાની લક્ઝુરિયસ BMW કારની અડફેટે તેમનું મોત નિપ્યું હતું. આ મામલામાં કાર ચાલક ફરાર થયો હતો. જો કે બહાદુર હરણી પોલીસે બનાવના 24 માં દિવસે પિનાંક સોરઠિયાની અટકાયત કરી હતી. જો કે હરણી પીઆઇ ચૌહાણે ત્રણ કલાકમાં જ તેને છોડી દીધો હતો. આ ઘટનામાં કાર્યવાહી દરમિયાન કારને પણ કબ્જે કરવામાં આવી ન હતી જેથી આ પ્રકારની ગંભીર લાપરવાહી દાખવનાર હરણી પોલીસ મથકના પીઆઇ આર.ડી. ચૌહાણની બદલી કરી દેવામાં આવી છે.
બીજી તરફ આ મામલાની તપાસ આંચકીને એસીપી - એચ ડિવીઝનને સોંપવામાં આવી છે. મૃતકના પુત્રએ આરોપ લગાવ્યો કે, પોલીસ દ્વારા બાઇક ડિટેઇન કરાય તો બહુ ધક્કા ખાધા પછી અઠવાડિયે પણ બાઇક છુટતી નથી અને બીજી તરફ મર્ડર કરનારની કાર 24 કલાકમાં છોડી દો છો !. અમને ન્યાય મળવો જોઇએ. આ ગુનામાં કડક કલમોનો ઉમેરો કરવો જોઇએ.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોંઘવારી ભથ્થામાં 2% વધારાને મંજૂરી આપી છે. જૂનમાં 3% વધારા બાદ હવે કર્મચારીઓને 60% DA મળશે. સાથે એરિયર્સની ચુકવણીનો પણ મુદ્દો મહત્વનો છે.

સાપ્તાહિક રજા અને પગાર વધારાની માગ સાથે મેદાનમાં ઉતરેલા એમ્બ્રોઇડરી કામદારોના આંદોલન પહેલાં જ યુનિયનના આગેવાનોની અટકાયત કરવામાં આવી

તન્વી ગોલ્ડના કર્મચારી લાલજી સરધારાને ગોળી મારી સોના-ચાંદીની બેગ લૂંટનારા આરોપીઓ સુધી પોલીસ પહોંચી ગઈ છે. રાજસ્થાનના ઉદયપુરથી 9 શખ્સોની ધરપકડ અને હવે સામે આવ્યા નવા CCTV ફૂટેજ!