સોમનાથ મહાદેવની કરો ઘેરબેઠા બિલ્વપૂજા, રજિસ્ટ્રેશન પ્રોસેસ ચાલુ
હવે શ્રાવણમાં ઘેર બેઠા સોમનાથ મહાદેવની પૂજા-અર્ચના કરવી સરળ બની, તેના બદલામાં બીલીપત્ર, રુદ્રાક્ષ અને ભસ્મ પ્રસાદ સ્વરૂપે મળશે

સોમનાથ મહાદેવને બિલ્વપર્ણ અર્પણ

સોમનાથ મહાદેવને બિલ્વપર્ણ અર્પણ
ભગવાન જગન્નાથની અષાઢી બીજ પછી ભક્તો શિવજીના શ્રાવણ માસને વધાવવા આતુર હોય છે. આ 30 દિવસીય શિવોત્સવ દરમિયાન ભગવાન શિવની પૂજા- અર્ચના કરવામાં આવે છે અને તેમને બિલ્વપત્ર પણ ચડાવવામાં આવે છે. ભક્તો શ્રાવણ માસ દરમિયાન જગવિખ્યાત સોમનાથ મહાદેવના દર્શન માટે જાય છે. સોમનાથમાં ભક્તો હવે ઘેરથી પણ શિવને બિલ્વપત્ર અર્પણ કરી શકે તેવી સુવિધા કરવામાં આવી છે.
બિલ્વપૂજા સેવા:
સોમનાથ ટ્રસ્ટે ફરી એકવાર "₹25 બિલ્વપૂજા સેવા" પ્રારંભ કરી છે. જેમાં ભક્તોને ઘેરબેઠા માત્ર રૂ.25માં બિલ્વપૂજા બાદ પોસ્ટ મારફત રુદ્રાક્ષ અને ભસ્મ પ્રસાદ સ્વરૂપે મળશે. સોમનાથ જ્યોતિર્લિંગ પર અર્પણ થનાર દરેક બિલ્વપત્રમાં હવે ભક્તોનું પુણ્ય જોડાશે. દરેક ભક્તોને સોમનાથદાદાની બિલ્વ પૂજાનો લાભ મળે તે માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા સરળ પૂજા સ્વરૂપે '₹25 બિલ્વપૂજા સેવા'નો પ્રારંભ કરાયો છે.
વર્તમાન વર્ષમાં આ સેવા, ટ્રસ્ટી જે. ડી. પરમાર દ્વારા તારીખ 27 જૂનથી પ્રારંભ કરવામાં આવી છે. નોંધનીય છે કે, છેલ્લાં 2 વર્ષમાં 7.50 લાખથી વધુ પરિવારે આ વિશેષ પૂજાનો લાભ લીધો છે. શ્રાવણ માસ પર દેવાધિદેવ સોમનાથ મહાદેવને ₹25ની ન્યોછાવર મોકલવાથી તમારા ઍડ્રેસ પર બિલ્વપૂજાના બીલીપત્ર, રુદ્રાક્ષ અને ભસ્મ પ્રસાદ સ્વરૂપે મોકલશે.
આ અદ્ભુત બિલ્વપૂજાનો લાભ લેવા માટે ભક્તોએ સોમનાથ ટ્રસ્ટની અધિકારિક વેબસાઈટ https://somnath.org/BilvaPooja/Shravan અથવા QR કોડ સ્કેન કરવાનો રહેશે. પૂજારી દ્વારા આ બિલ્વને સોમનાથ મહાદેવને અર્પણ કરવામાં આવશે.
બિલ્વપૂજા સેવાની વિશેષતા:
"₹25 બિલ્વપૂજા સેવા" માં ભક્તો એકસાથે એકથી બધુ પૂજા નોંધાવી શકે છે. જેમ કે, આખા શ્રાવણ મહિના માટે, શ્રાવણના બધા સોમવાર માટે કે પછી માત્ર એક જ દિવસ માટે પૂજા નોંધાવી શકે છે. આ સેવામાં પ્રસાદ માટે પણ બે ઓપ્શન છે. ભક્તો ઈચ્છે તો બધી પૂજા માટે માત્ર એક જ નમન-ભસ્મ અથવા બધી પૂજા માટે અલગ-અલગ નમન-ભસ્મ મંગાવી શકે છે.
જો કોઈ કારણસર ભક્તને પ્રસાદ ન મળ્યો હોય તો તે ફરી પોસ્ટ કરીને અથવા મંદિર કાર્યાલયનો મો.9428214915 અથવા ટ્રસ્ટના ઇમેઇલ એડ્રેસ somnath11@gmail.com પર સંપર્ક કરી રુદ્રાક્ષ અને ભસ્મ પ્રસાદ મંગાવી શકે છે.
મહાદેવના દર્શનનો લહાવો:
ઘેરબેઠા બિલ્વ અર્પણની સાથે સાથે હવે ભક્તો દર્શન પણ સહેલાઈથી કરી શકશે. શ્રી સોમનાથ ટ્રસ્ટ તમામ ભક્તોને બિલ્વપૂજાના યુટ્યૂબ અને ફેસબુકના માધ્યમથી લાઇવ દર્શન કરાવશે. ભક્તો સોમનાથ મહાદેવ અને બિલ્વપૂજાનાં દર્શનનો લહાવો યુટ્યૂબ અને ફેસબુક પર પણ લઇ શકે છે. ગત વર્ષે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા વિશ્વના 50 દેશમાંથી 80 કરોડ શ્રદ્ધાળુએ ઓનલાઈન દર્શનનો લાભ લીધો હતો.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અમદાવાદની 4 સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી! વાલીઓ બાળકોને લેવા દોડી આવ્યા, પોલીસ અને બોમ્બ સ્ક્વોડ તપાસમાં જોડાઈ.

ગુજરાતના 4 જિલ્લામાં ઓછા વરસાદથી ચિંતા, ભૂપેન્દ્ર પટેલ સરકારના રાહત પગલાંમાં શું છે ખાસ? ખેડૂતોને હેક્ટરદીઠ ₹8,500ની સહાય, પશુપાલકોને માત્ર ₹2માં ઘાસચારો અને ગ્રામ્ય લોકોને 150 માનવદિવસની રોજગારીનો નિર્ણય!

ગુજરાતના પેન્શનરો માટે મોટા સમાચાર! મોંઘવારી રાહત 443% થતાં ₹10,000ના મૂળ પેન્શન પર દર મહિને ₹6,200નો તફાવત કેવી રીતે થાય છે?