બનાસકાંઠા જિલ્લા વિભાજન થયા બાદ દિયોદરમાં છેલ્લા 16 દિવસથી પોતાની માંગને લઈ વિરોધ ચાલી રહ્યો છે. દિયોદર વિસ્તારની માંગ છે કે આ વિસ્તારને ઓગડ જિલ્લો જાહેર કરવામાં આવે અથવા તો દિયોદરને બનાસકાંઠા જિલ્લામાં જ સમાવેશ કરવામાં આવે તેવી માંગ સાથે વિરોધ કરવામાં આવી રહ્યો છે પરંતુ રાજ્ય સરકાર દ્વારા તેમની વાત ન સાંભળતા આજે વિશાળ બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દિયોદરના વેપારીઓ ખેડૂતો સામાજિક આગેવાનો રાજકીય આગેવાનો આ બાઈક રેલીમાં જોડાયા હતા અને આ બાઈક રેલી ઓગડથળી ખાતે પહોંચી હતી અને ત્યાં સભા યોજી હતી અને ઓગડજી મહારાજના મંદિરે હવન પણ કરવામાં આવ્યો હતો
બનાસકાંઠા જિલ્લાનું રાજ્ય સરકાર દ્વારા જ્યારથી વિભાજન કરવામાં આવ્યું છે ત્યારથી દિયોદર કાંકરેજ અને ધાનેરામાં વિરોધ જોવા મળી રહ્યો છે ત્યારે આજે જિલ્લા વિભાજનના નિર્ણયના આજે સોળસોળ દિવસ વીત્યા તેમ છતાં દિયોદરમાં હજુ સુધી વિરોધ ઉગ્ર બનતો જોવા મળી રહ્યો છે દિયોદરના વ્યાપારીઓ ખેડૂતો સામાજિક આગેવાનો અને તમામ રાજકીય આગેવાનો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા અને ઓગડ જિલ્લા સંકલન સમિતિ દ્વારા વિશાળ બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દિયોદરના રેસ્ટ હાઉસ આગળથી મોટી સંખ્યામાં બાઈકો અને અન્ય વાહનોની રેલી કાઢવામાં આવી હતી આ રેલી દિયોદર બજારમાં થઈને ગામડામાં પહોંચી હતી અને ત્યારબાદ ઓગડજી મહારાજના મંદિરે ઓગડથળીએ આ વિશાળ રેલી પહોંચી હતી. ઓગડજી મહારાજના મંદિર ખાતે ત્યાં વિશાળ સભા નું આયોજન કરવામાં આવ્યું હતું. સભામાં દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણ પણ ઉપસ્થિત રહી અને આંદોલનમાં જોડાયા હતા. કેશાજી ચૌહાણ એ કહ્યું હતું કે મારા મત વિસ્તારના લોકોની વાત સાંભળવી એ મારો કર્તવ્ય છે અને મેં સરકાર સુધી લેખિતમાં રજૂઆત કરી છે.
મહત્વની વાત છે કે જ્યારથી સરકાર દ્વારા જિલ્લા વિભાજનનો નિર્ણય કરવામાં આવ્યો છે અને તેમાં પણ દિયોદરને વાવ થરાદ જિલ્લામાં સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારથી જ લોકોમાં આક્રોશ છે મુખ્ય માંગણી તેમની એક જ છે કે દિયોદર ને જિલ્લાનું વડુ મથક બનાવવામાં આવે અને ઓગડ જીલ્લો નામ આપવામાં આવે અથવા તો દિયોદર તાલુકાના મૂળ બનાસકાંઠા જિલ્લામાં રાખવામાં આવે જો તેમનું કહ્યું છે કે માંગ સ્વીકારવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.