Patan માં હૃદય કંપાવનારી ઘટના, તળાવે કપડાં ધોવા ગયેલી બે બાળકીઓ ડૂબી, પરિવારમાં શોક...
આ કરૂણ દુર્ઘટનાથી સમગ્ર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી...

બે માસૂમ બહેનોને ગળી ગયું તળાવ...

બે માસૂમ બહેનોને ગળી ગયું તળાવ...
પાટણ (Patan) જિલ્લાના શંખેશ્વર તાલુકાના લોલાડા ગામમાં એક હૃદય કંપાવનારી ઘટના બની છે. અહીં એક જ પરિવારની બે માસૂમ બાળકીઓ તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ પામી છે. આ કરુણ ઘટનાથી સમગ્ર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
પ્રાથમિક માહિતી અનુસાર, નાયક સમાજની આ બંને બહેનો તેમના પરિવારના સભ્યો સાથે ગામના તળાવે કપડાં ધોવા ગઈ હતી. કપડાં ધોવાઈ રહ્યા હતા ત્યારે બંને બાળકીઓ તળાવમાં નહાવા પડી હતી. જોકે, અજાણતાં જ તેઓ તળાવના ઊંડા ભાગમાં જતી રહી અને પાણીમાં ગરકાવ થઈ ગઈ.
પરિવાર અને ગામમાં શોક...
બાળકીઓ ડૂબી રહી હોવાનું ધ્યાને આવતા પરિવારજનો અને આસપાસના લોકો તેમને બચાવવા દોડ્યા હતા, પરંતુ તેમને બચાવવામાં સફળતા મળી ન હતી. બંને દીકરીઓના આ કરૂણ અને અકાળે થયેલા મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે. આ બનાવના પગલે લોલાડા ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે અને લોકોમાં ગમગીની વ્યાપી ગઈ છે.
પોલીસ કાર્યવાહી...
ઘટનાની જાણ થતાં જ શંખેશ્વર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે બંને મૃતદેહોને બહાર કાઢી, પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. આ મામલે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ ફરી એકવાર જળસ્ત્રોતો નજીક બાળકોની સુરક્ષા અને દેખરેખ રાખવાની આવશ્યકતા પર ભાર મૂક્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરાના તાંદલજા વિસ્તારમાં યુસુફ પઠાણના 978 ચો.મી.ના પ્લોટ વિવાદમાં મોટો વળાંક આવ્યો છે. પ્રસ્તાવ મુજબ 500 ચો.મી. જમીન મફત અને બાકીની જમીન પર 45% ડિસ્કાઉન્ટની જોગવાઈ છે. હવે આ મામલે VMCની મંજૂરી સહિતની આગળની પ્રક્રિયા પર સૌની નજર છે.

વિજયાદશમીના પર્વે અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા પોલીસ દ્વારા શસ્ત્ર પૂજન કરાયું. હથિયારો, પેટ્રોલિંગ વાહનો, અશ્વ અને ડોગ સ્ક્વોડની પૂજા સાથે પોલીસ જવાનોએ નાગરિકોની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!