ઇન્ડિગો ફ્લાઈટ્સના રદ થવાથી મુસાફરોમાં આક્રોશ
ગુજરાતના 3 મુખ્ય એરપોર્ટ્સ પર ઇન્ડિગોની ફ્લાઈટ્સના ફાં-ફાં, ડીલે થયેલ ફ્લાઈટ્સ વધુ ડીલે...

ફ્લાઈટ્સ કેન્સલેશનથી મુસાફરોમાં આક્રોશ

ફ્લાઈટ્સ કેન્સલેશનથી મુસાફરોમાં આક્રોશ
સુરત, વડોદરા અને અમદાવાદના એરપોર્ટ પર ફ્લાઇટ રદ થવાનો સિલસિલો યથાવત, ઓપરેશનલ કારણોનું બહાનું આપવામાં આવી રહ્યું છે; ગર્ભવતી મહિલા સહિત અનેક મુસાફરો એરપોર્ટ પર અટવાયા.
સુરત: ત્રણ ફ્લાઇટ રદ થતા રાતભર હાલાકી
સુરત એરપોર્ટ પર ઇન્ડિગોની ફ્લાઇટ રદ થવાના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. શહેરના રહેવાસી દેવર્ષ શાહ તેમના પરિવાર (પત્ની, બે બાળકો) અને મિત્રો સાથે જયપુર જવા નીકળ્યા હતા, પરંતુ તેમને એક પછી એક ત્રણ ફ્લાઇટ કેન્સલ થવાનો અનુભવ થયો.
મૂળ બપોરે 3:30 વાગ્યાની ફ્લાઇટ રદ થયા બાદ તેમને રાત્રે 9:30 વાગ્યાની વૈકલ્પિક ફ્લાઇટ આપવામાં આવી, જે પણ રદ થઈ. ત્યારબાદ વહેલી સવારે 5:30 વાગ્યાની ફ્લાઇટનું વચન અપાયું, પરંતુ રાત્રે 11:30 વાગ્યે મેનેજરે તે પણ રદ થયાની જાહેરાત કરી. અટવાયેલા મુસાફરોમાં એક ગર્ભવતી મહિલા પણ હતી, જેને કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની હતી. એરપોર્ટ ઓથોરિટી તરફથી યોગ્ય જવાબ ન મળતા આ મુસાફરે સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ કર્યો હતો, જેમાં બાળકોની પરીક્ષાના મુદ્દાનો ઉલ્લેખ પણ કરાયો હતો. વળતર મામલે સ્ટાફે મેલ દ્વારા કેસની સમીક્ષા બાદ નિર્ણય લેવાની વાત કહીને હાથ ખંખેરી લીધા હતા.
વડોદરા: ફ્લાઇટ રદનો સિલસિલો યથાવત
સુરતની જેમ વડોદરા એરપોર્ટ પર પણ ઇન્ડિગોની ફ્લાઇટ રદ થવાનો સિલસિલો યથાવત રહ્યો છે. ઇન્ડિગોની મુંબઈ-વડોદરા-મુંબઈ સવારની ફ્લાઇટ (6E-5126/6087) આજે ફરી એકવાર ઓપરેશનલ કારણોસર રદ કરવામાં આવી.
છેલ્લા એક મહિનામાં વડોદરા એરપોર્ટ પર અનેક ફ્લાઇટો રદ થઈ છે અને અન્ય ઘણી ફ્લાઇટો કલાકો સુધી મોડી પડી છે, જેના કારણે મુસાફરો ભારે પરેશાન છે. એરપોર્ટ સત્તાધીશો મુસાફરોની વધતી મૂંઝવણને દૂર કરવાના પ્રયત્નો કરી રહ્યા છે. ઇન્ડિગો દ્વારા મુસાફરોને વૈકલ્પિક વ્યવસ્થા અથવા સંપૂર્ણ રિફંડની નીતિ અપનાવવામાં આવી રહી છે.
અમદાવાદ: મુસાફરોનો હલ્લાબોલ
ગુજરાતના સૌથી વ્યસ્ત અમદાવાદ એરપોર્ટ પર પણ પરિસ્થિતિ જુદી નહોતી. અહીં સવારથી ઇન્ડિગોની લગભગ તમામ ફ્લાઇટ્સમાં મોટો વિલંબ જોવા મળ્યો હતો. પરિણામે, ઘણા મુસાફરો કે જેઓ 2 ડિસેમ્બરની સાંજે 5 વાગ્યાથી એરપોર્ટ પર ફસાયેલા હતા, તેમણે ભારે હલ્લાબોલ કર્યો હતો. વિલંબ અને વારંવાર રદ થવાના કારણે મુસાફરોમાં રોષનું વાતાવરણ જોવા મળ્યું હતું.
એરપોર્સટના ઈન્ડીગો સ્ટાફ દ્વારા પણ સંતોષયુક્ત જવાબ ન આપતા તેમના આ બેજવાબદારીભર્યા વર્તનને કારને મુસાફરો ગુસ્સે થયા હતા. સમગ્ર ગુજરાતમાં ત્રણ મુખ્ય એરપોર્ટ પર ઇન્ડિગોની સેવાઓમાં પડેલા વારંવારના આ વિક્ષેપોએ એરલાઇન્સની સંચાલન વ્યવસ્થા અને મુસાફરોની સુવિધા પર ગંભીર સવાલો ઊભા કર્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

14.9%થી 13.3%... ગુજરાતના શિક્ષણ બજેટમાં આખરે શું બદલાયું?

ખાંડ રૂ.37થી રૂ.84, ડુંગળી રૂ.23થી રૂ.84 અને દાળ-તેલના ભાવમાં પણ મોટો ઉછાળો...

2023માં 4, 2024માં 19 અને 2025માં 5 કેસ... ગુજરાતમાં ગર્ભસ્થ શિશુનું લિંગ ગેરકાયદેસર રીતે જાણવા મામલે આ આંકડા શું કહી રહ્યા છે?