આનંદનગરમાં બાળકોની ક્રિકેટ બબાલમાં વાલીઓ બાખડ્યા
આનંદનગરની સોસાયટીમાં બાળકોની રમત બાદ પેરેન્ટ્સ વચ્ચે મારામારી, યુવતીની છેડતીનો પણ આક્ષેપ

બાળકોની ક્રિકેટ બબાલમાં વાલીઓ બાખડ્યા

બાળકોની ક્રિકેટ બબાલમાં વાલીઓ બાખડ્યા
અમદાવાદ શહેરના આનંદનગર વિસ્તારમાં આવેલી સ્કારલેટ સોસાયટીમાં રવિવારે (૨૯ માર્ચ) રાત્રે બાળકોની રમત જેવી સામાન્ય બાબતે મોટું ધીંગાણું સર્જાયું હતું. ક્રિકેટ રમતા બાળકો વચ્ચે થયેલી બોલાચાલીમાં માતા-પિતા વચ્ચે પડતા મામલો મારામારી સુધી પહોંચ્યો હતો.
આ ઘટનામાં બહારથી માણસો બોલાવીને સોસાયટીના રહીશો પર હુમલો કરવામાં આવ્યો હોવાના ગંભીર આક્ષેપો થયા છે.
મળતી માહિતી મુજબ, રાત્રિના સમયે સોસાયટીમાં બાળકો ક્રિકેટ રમી રહ્યા હતા ત્યારે તેમની વચ્ચે કોઈ વાતને લઈને બોલાચાલી થઈ હતી. સોસાયટીમાં રહેતા કુણાલ શાહ બાળકોને છોડાવવા ગયા હતા, તે દરમિયાન અન્ય પક્ષના કુણાલસિંહ ચુડાસમા પણ ત્યાં આવી પહોંચ્યા હતા. બાળકોના આ ઝઘડાએ જોતજોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને બંને પક્ષના વાલીઓ સામસામે આવી ગયા હતા.
યુવતીની છેડતી અને હથિયારો સાથે હુમલો
આ ઝઘડો એટલો વધ્યો કે કુણાલસિંહ ચુડાસમાએ બહારથી કેટલાક શખ્સોને બોલાવ્યા હોવાનો આક્ષેપ છે. કુણાલ શાહના જણાવ્યા અનુસાર, બહારથી આવેલા 'લુખ્ખાઓ' દારૂ પીધેલી હાલતમાં હતા અને તેમની પાસે હથિયારો પણ હતા. આ હુમલાખોરોએ સોસાયટીમાં આવીને તોડફોડ અને મારામારી કરી હતી.
હુમલા દરમિયાન એક યુવતીને પેટના ભાગે મારીને તેની સાથે અડપલાં કરવામાં આવ્યા હોવાનો પણ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે.
પોલીસ તપાસ
ઘટનાની જાણ થતા જ આનંદનગર પોલીસનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો. પોલીસે ઘટનાસ્થળના સીસીટીવી ફૂટેજ કબજે કરીને બંને પક્ષોની સામસામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
જોકે, લેટેસ્ટ માહિતી અનુસાર બંને પક્ષોએ અંદરોઅંદર સમાધાન કરી લીધું હોવાનું પણ સામે આવ્યું છે. તેમ છતાં, સોસાયટીમાં બહારથી ગુંડાઓ બોલાવીને થયેલા આ હુમલાને પગલે રહીશોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોંઘવારી ભથ્થામાં 2% વધારાને મંજૂરી આપી છે. જૂનમાં 3% વધારા બાદ હવે કર્મચારીઓને 60% DA મળશે. સાથે એરિયર્સની ચુકવણીનો પણ મુદ્દો મહત્વનો છે.