માતા-પિતાએ ભરણપોષણ માગતાં હાઈકોર્ટની ટકોર
પુત્રને તમે પાડેલી કુટેવો ઘડપણમાં તમારા માટે ઘાતક બને છે

દીકરો-પુત્રવધૂ લગ્ન પછી અલગ જતાં રહ્યાં

દીકરો-પુત્રવધૂ લગ્ન પછી અલગ જતાં રહ્યાં
આણંદમાં રહેતા એક વૃદ્ધ માતા-પિતાએ દીકરા પાસેથી ભરણપોષણ મેળવવા માટે હાઈકોર્ટમાં અરજી કરી છે. 82 વર્ષના પિતાએ કોર્ટમાં એવી રજૂઆત કરી છે કે, તેમનો પુત્ર અને પુત્રવધૂ લગ્નના થોડા વર્ષો સાથે રહ્યા બાદ છેલ્લા 4 વર્ષથી તેમને છોડીને અલગ રહેવા જતાં રહ્યા છે. હવે બંનેેની ઉંમર અને શારીરિક તકલીફોને લીધે તેઓ કામ કરી શકતા નથી. તેમના પેન્શનના નાણાં પણ ઓછા પડી રહ્યા છે. રોજબરોજના કામો અને રસોઇ પણ બનાવી શકતા નથી. સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર વૃદ્ધ માતા-પિતાને ભરણપોષણ કરવાની ફરજ સંતાનની છે.તેમના પુત્ર પાસે અનેક વખત ભરણપોષણની માગણી કરી છે.પણ તે કાળજી લેવાનો ઇન્કાર કરે છે. હાઇકોર્ટે પુત્રને નોટિસ ફટકારીને વધુ સુનાવણી 4થી ફેબ્રુઆરી પર રાખી છે.
આણંદમાં રહેતા 82 વર્ષના વૃદ્ધે તેના દીકરા અને પુત્રવધૂ પાસે ભરણપોષણ માગતી અરજી કરી છે. તેની રજૂઆત સાંભળીને કોર્ટે એવી ટકોર કરી હતી કે,દીકરાને પહેલાથી તમે પાડેલી કુટેવો વૃદ્ધાવસ્થામાં તમારા જીવન માટે ઘાતક બને છે. સંતાનના લગ્ન થાય તે સમયથી દર મહિને ચોક્કસ રકમ મેળવવા વૃદ્ધોએ ટેવ પાડવી જોઇએ.
થોડા વર્ષો અગાઉ તેમની પુત્રવધૂૂની સર્જરી કરવાનું કહીને પુત્રએ બાકી રહેલી બચતની રકમ ઉછીની લીધી હતી. પરતું અનેક વખત કહેવા છતાં તે પાછી આપતો નહોતો. થોડા સમય પછી તેમને જાણ થઇ હતી કે જે પૈસા ઉછીના લીધા હતા તેમાથી તેમણે બીજુ ઘર લેવા માટે વાપર્યા હતા. થોડા જ સમયમાં પુત્ર-પુત્રવધૂુ ઘર છોડીને નવા ઘરમાં રહેવા ચાલ્યા ગયા હતા. તે પછી માતા-પિતાને તરછોડી દીધા હતા. કંટાળીને હવે હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા છે.પરંતુ તેમની પાસે કેસ લડવાના પૈસા નહીં હોવાથી કોર્ટરૂમમાં હાજર વકીલે નિ:શુલ્ક કેસ લડવા તૈયારી બતાવી હતી
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોંઘવારી ભથ્થામાં 2% વધારાને મંજૂરી આપી છે. જૂનમાં 3% વધારા બાદ હવે કર્મચારીઓને 60% DA મળશે. સાથે એરિયર્સની ચુકવણીનો પણ મુદ્દો મહત્વનો છે.