10 વાગ્યા સુધી ચાર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
છેલ્લા 24 કલાકમાં 122 તાલુકાઓમાં વરસાદ; પાટણ, ડેડીયાપાડા અને કપરાડામાં અઢી ઇંચ ખાબક્યો

છેલ્લા 24 કલાકમાં 122 તાલુકાઓમાં વરસાદ

છેલ્લા 24 કલાકમાં 122 તાલુકાઓમાં વરસાદ
રાજ્યમાં 16 જૂનના રોજ ચોમાસાની એન્ટ્રીને હજુ એક મહિનો પૂરો થવામાં એક દિવસ બાકી છે, પરંતુ આટલા સમયમાં જ મેઘરાજાએ આખા ગુજરાતને પાણી પાણી કરી દીધું છે. શરૂઆતમાં ધબધબાટી બોલાવ્યા બાદ વચ્ચે થોડો વિરામ લીધો હતો, અને છેલ્લા બે દિવસથી ફરીથી મેઘરાજા સટાસટી બોલાવી રહ્યા છે.
આગામી સાત દિવસ માટે વરસાદની આગાહીહવામાન વિભાગે આગામી સાત દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરી છે. જ્યારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેને લઈને માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. અત્યાર સુધી રાજ્યમાં સિઝનનો સરેરાશ 49.96 ટકા જેટલો વરસાદ વરસી ચૂક્યો છે.
આજે ત્રણ જિલ્લામાં યલો એલર્ટ, દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટઆજે એટલે કે 15 જુલાઈના રોજ સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે હવામાન વિભાગ દ્વારા સવારે 10 વાગ્યા સુધી ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
છેલ્લા 24 કલાકમાં 122 તાલુકાઓમાં મેઘમહેર
છેલ્લા 24 કલાકની વાત કરીએ તો, સોમવારે સવારે 6 વાગ્યાથી મંગળવારે સવારે 6 વાગ્યા સુધી રાજ્યના 122 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ:
પાટણના સરસ્વતીમાં 2.8 ઇંચ
નર્મદાના ડેડીયાપાડામાં 2.6 ઇંચ
વલસાડના કપરાડામાં 2.4 ઇંચ
સુરતના ઉમરપાડામાં 2.2 ઇંચ
સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં 2.2 ઇંચ વરસાદ નોંધાયો છે.
જ્યારે અન્ય તાલુકાઓમાં બે ઇંચથી ઓછો વરસાદ પડ્યો છે. ગઇકાલે (14 જુલાઈ) પણ 88 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો, જેમાં સુરતના ઉમરપાડા, સાબરકાંઠાના ખેડબ્રહ્મા અને વલસાડના કપરાડામાં 2 ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો.
ત્રણ સિસ્ટમ સક્રિય, વરસાદી માહોલ યથાવત્હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. એ. કે. દાસના જણાવ્યા અનુસાર, હાલમાં ત્રણ વરસાદી સિસ્ટમ્સ સક્રિય હોવાને કારણે રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ વરસી રહ્યો છે. ઉત્તર પૂર્વ રાજસ્થાન પર એક વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ સક્રિય છે, જ્યારે ઉત્તર પશ્ચિમ મધ્ય પ્રદેશ પર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. આ સિસ્ટમ્સના કારણે આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદી માહોલ યથાવત્ રહેશે.
રાજ્યમાં સિઝનનો સરેરાશ વરસાદ અને ડેમની સ્થિતિરાજ્યમાં સિઝનનો સરેરાશ 49.96 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. ઝોન પ્રમાણે જોઈએ તો:
કચ્છ ઝોનમાં 58.44 ટકા
ઉત્તર ગુજરાતમાં 45.92 ટકા
મધ્ય ગુજરાતમાં 48.03 ટકા
સૌરાષ્ટ્રમાં 49.19 ટકા
દક્ષિણ ગુજરાતમાં 53.63 ટકા વરસાદ વરસ્યો છે.
રાજ્યમાં વરસાદ શરૂ થયા બાદ અત્યાર સુધીમાં 25 ડેમ છલકાયા છે. જ્યારે 78 ડેમો હાઈએલર્ટ, એલર્ટ અને વોર્નિંગ મોડ પર મુકાયા છે. આ 78 પૈકી 40 ડેમ હાઈએલર્ટ ઉપર છે, જ્યાં 90 ટકા કે તેથી વધુ પાણીનો સંગ્રહ થયો છે. સરદાર સરોવર ડેમ સહિત ગુજરાતના 207 ડેમમાં અત્યારે 54 ટકાથી વધુ પાણીનો સંગ્રહ થયો છે.
સૌરાષ્ટ્રના ડેમો છલકાયારાજ્યના જે 25 ડેમ ઓવરફ્લો થયા છે, તેમાં ઝોન પ્રમાણે સૌથી વધુ સૌરાષ્ટ્રના 16 ડેમનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, મધ્ય ગુજરાતના 02, દક્ષિણ ગુજરાતના 02 અને કચ્છના 5 ડેમ છલકાયા છે. સૌરાષ્ટ્રના 141 ડેમમાં અત્યારે સરેરાશ 62 ટકાથી વધુ પાણીનો સંગ્રહ થયો છે. ઉત્તર ગુજરાતના 15 ડેમમાં 46 ટકાથી વધુ, મધ્ય ગુજરાતના 17 ડેમમાં 63 ટકા આસપાસ, દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 56 ટકા, અને કચ્છના 20 ડેમમાં 55 ટકાથી વધુ પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે. સરદાર સરોવર ડેમમાં પણ 49 ટકાથી વધુ પાણીનો સંગ્રહ થયો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!