ઓપરેશન સિંદૂરઃ દેશ વિરોધી પોસ્ટ કરવું ભારે પડ્યું, 14 લોકો સામે કાર્યવાહી
સોશિયલ મીડિયા પર રાષ્ટ્ર વિરોધી પોસ્ટ કરનાર સામે ગુજરાત પોલીસની કાર્યવાહી

રાષ્ટ્રવિરોધી અને સૈન્યનું મનોબળ તૂટે તેવી પોસ્ટ કરનાર લોકો સામે વોચ રાખવામાં આવી હતી

રાષ્ટ્રવિરોધી અને સૈન્યનું મનોબળ તૂટે તેવી પોસ્ટ કરનાર લોકો સામે વોચ રાખવામાં આવી હતી
ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ પરિસ્થિતિ વચ્ચે ભારતીય સૈન્ય દ્વારા શરૂ કરાયેલા ઓપરેશન સિંદૂર દરમિયાન સોશિયલ મીડિયા પર રાષ્ટ્રવિરોધી, નકારાત્મક અને સૈન્યનું મનોબળ તોડનારી પોસ્ટ કરનાર 14 વ્યક્તિઓ સામે ગુજરાત પોલીસે ગુનો નોંધી કડક કાર્યવાહી હાથ ધરી છે.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ દેશવિરોધી અને વૈમનસ્ય ફેલાવનારી પોસ્ટ કરનાર તત્વો સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપી હતી. આ ઉપરાંત રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે સોશિયલ મીડિયા પર રાષ્ટ્ર વિરોધી, નકારાત્મક અને સૈન્યનું મનોબળ તોડનારી ખોટી માહિતી, અફવાઓ કે સૈન્યની સુરક્ષાને જોખમમાં મૂકનારી પોસ્ટનું નિરીક્ષણ કરી તાત્કાલિક ગુનો દાખલ કરવા અને આવા તત્વો સામે ત્વરિત કડક કાર્યવાહી કરવા પોલીસને સૂચના આપી હતી.
ગુજરાત પોલીસની ઇન્ટેલિજન્સ શાખા અને સોશિયલ મીડિયા મોનિટરિંગ યુનિટ દ્વારા રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ પર વોચ રાખવામાં આવી હતી. આ વોચ દરમિયાન 14 વ્યક્તિઓએ દેશવિરોધી, લોકોમાં વૈમનસ્ય ફેલાય અને સૈન્યનું મનોબળ તોડે તેવા લખાણો પોસ્ટ કર્યા હોવાનું ધ્યાને આવતા તેમની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ખેડા અને કચ્છ જિલ્લામાં 2-2 તેમજ જામનગર, જૂનાગઢ, વાપી, બનાસકાંઠા, આણંદ, અમદાવાદ, સુરત શહેર, વડોદરા, પાટણ અને ગોધરા જિલ્લામાં 1-1 મળી કુલ 14 વ્યક્તિઓ સામે ગુનો દાખલ કરી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?