ભુજના કુનરીયા ગામના વિકાસના નિર્ણયમાં માત્ર ગ્રામજનો જ "કિંગ"
આ પ્રક્રિયામાં ગામજનોએ ગામનો નકશો બનાવ્યો અને મેટ્રો શહેરોને પણ ટક્કર આપે તેવું આયોજન કર્યુ

ભુજના કુનરીયા ગામના વિકાસના નિર્ણયમાં માત્ર ગ્રામજનો જ "કિંગ"

ભુજના કુનરીયા ગામના વિકાસના નિર્ણયમાં માત્ર ગ્રામજનો જ "કિંગ"
ભુજ તાલુકાનું કુનરીયા ગામ આદર્શ ગામ તરીકે જાણીતું છે. હાલમાં આ ગામ સહભાગી ગ્રામીણ મૂલ્યાંકન (PRA) દ્વારા વિસ્તૃત અને ટકાઉ વિકાસની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. આ પ્રક્રિયા સમાજના દરેક વર્ગને સાથે લઈને, ગામના ભવિષ્ય માટે એક મજબૂત અને સમાવેશી ધોરણ સ્થાપિત કરે છે અને અન્ય ગામો માટે પ્રેરણારૂપ બને છે.આ પ્રક્રિયામાં ગામજનોએ ગામનો નકશો બનાવ્યો હતો.મોટા મોટા મેટ્રો શહેરોને પણ ટક્કર આપે તેવું આયોજન કરાયું
PRA એટલે કેવિકાસ માટેનું એક નવું દ્રષ્ટિકોણ છે, જે તમે જે ઇચ્છો તે નહીં, પણ જે જરૂરી છે તે કરોના સિદ્ધાંત પર આધારિત છે. કુનરીયા ગામમાં આ અભિગમ દ્વારા ગામના પ્રાથમિક પડકારો જેવા કે સફાઈ, વિકાસના અપૂરતા માળખાં અને બહેનોની રોજગારીના અભાવ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. ગામમાં ઉપલબ્ધ માનવ, ભૌતિક અને કુદરતી સંસાધનોની ઓળખ પણ કરવામાં આવી હતી. આ પ્રક્રિયામાં ગામજનોએ ગામનો નકશો બનાવ્યો હતો.મોટા મોટા મેટ્રો શહેરોને પણ ટક્કર આપે તેવું આયોજન કરાયું છે.ભુજ તાલુકાના કુનરિયા ગામના લોકોએ એક નકશો બનાવ્યો હતો. જેમાં ઉભેલા લોકો પ્રજાના પ્રતિનિધિઓ છે.જે સામાન્ય રીતે સરપંચ સિવાય ગ્રામ્યસ્તરે લોકો હાંસિયામાં ધકેલાઈ જતા હોય છે અથવા તો નામ માત્રના હોય છે. પરંતુ આ ગામમાં આવા લોકોને અગ્રીમ પ્રાધાન્ય આપવામાં આવે છે.
ભુજ તાલુકાનું કુનરિયા ગામ કે જ્યાં અંદાજિત 3500 જેટલી વસ્તી છે. આ ગામ અન્ય ગામો માટે પ્રેરણારૂપ બની રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ગામના 358 ઘરોમાંથી 150 ઘરોમાં લખપતિ દીદી છે, કે જેમની વાર્ષિક 1 લાખથી વધુ છે. હાલમાં જ ગામ પાસેના રક્ષકવનમાં સોવેનિયર શોપ અને કેન્ટીનના સંચાલન થકી 22 મહિલાઓને રોજગારી આપવામાં આવી છે...
કુનરિયામાં સહભાગી ગ્રામીણ મૂલ્યાંકન, PRA પદ્ધતિનું અમલીકરણ કરવામાં આવ્યું છે, જે ગ્રામીણ વિસ્તારોમાં વિકાસ પ્રોજેક્ટના આયોજન અને સંચાલનમાં સ્થાનિક લોકોને પણ સામેલ કરે છે. જે મુજબ ગામના 10 વોર્ડના પ્રતિનિધિઓને ગામનો નકશો બનાવી ઉભા રાખવામાં આવ્યા હતા. જેનું મૂલ્યાંકન તલાટી વિમલ ગોસ્વામીથી લઈને રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અને સ્વચ્છ ભારત મિશનના જિલ્લાના વડાએ ઉપસ્થિત રહીને સ્થિતિનું મૂલ્યાંકન કર્યું હતું.
ગામના વિકાસ પ્રોજેક્ટના આયોજન અને સંચાલનમાં સ્થાનિક લોકોને પણ સામેલ કરવામાં આવતું હોવાથી અહીં વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ, પંચાયતના પ્રતિનિધિઓ, શિક્ષકો, ખેડૂતો, મહિલાઓ અને યુવાનો દ્વારા કરાયેલી ભલામણો અને સુચનોએ ગામના વિકાસ માટે નવી રાહ દેખાડી છે. ગ્રામજનો દ્વારા નક્કી કરાયેલા નિર્ણયોમાં ગ્રામજનોને ભાગીદાર બનાવીને તેમને ગામની વિકાસયાત્રામાં સહભાગી બનાવવામાં આવ્યા છે . જેમાં પાણી વિતરણ, સફાઈ, રોજગારી પ્રોત્સાહન, આવાસ અને પર્યાવરણ સંરક્ષણ જેવા મુદ્દાઓ પર પણ પગલાં લેવામાં આવ્યા હતા...
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોંઘવારી ભથ્થામાં 2% વધારાને મંજૂરી આપી છે. જૂનમાં 3% વધારા બાદ હવે કર્મચારીઓને 60% DA મળશે. સાથે એરિયર્સની ચુકવણીનો પણ મુદ્દો મહત્વનો છે.