PhD માં ફી વધારો પરત ખેંચાવવા NSUI મેદાને
પીએચડીમાં 57%નો ફી વધારો પરત લેવા NSUIની માંગ, સુરક્ષા એજન્સીઓને બરખાસ્ત કરવા ચીમકી
યુનિવર્સિટીએ કર્યો 57% ફી વધારો
યુનિવર્સિટીએ કર્યો 57% ફી વધારો
ગુજરાતની સૌથી મોટી ગણાતી ગુજરાત યુનિવર્સિટી હવે ગરીબ અને મધ્યમવર્ગના વિદ્યાર્થીઓ માટે મોંઘી બની રહી છે. છેલ્લા બે વર્ષમાં યુનિવર્સિટી પ્રશાસન દ્વારા વિવિધ કોર્સમાં ફીનો સતત વધારો કરવામાં આવી રહ્યો છે, જેનો વિદ્યાર્થી સંગઠનો દ્વારા ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે. NSUI એ યુનિવર્સિટીના આ નિર્ણય સામે આંદોલન શરૂ કરવાની ચીમકી ઉચ્ચારી છે.
પીએચડીમાં 80%નો ફી વધારો: ગરીબ વિદ્યાર્થીઓ પર બોજ
NSUIના જણાવ્યા મુજબ, ગુજરાત યુનિવર્સિટીમાં પીએચડીની ફીમાં છેલ્લા બે વર્ષમાં લગભગ 80% જેટલો વધારો કરવામાં આવ્યો છે. 2023માં ફી ₹5500 થી વધારીને ₹7900 કરવામાં આવી હતી અને હવે 2025માં તેને ₹7900 થી વધારીને ₹12,400 કરી દેવામાં આવી છે. આ ₹4500 નો સીધો વધારો ગામડાના ગરીબ વિદ્યાર્થીઓ માટે એક મોટો બોજ છે. આ વિદ્યાર્થીઓ સારા પ્રોફેસર બનવાના સપના સાથે યુનિવર્સિટીમાં આવે છે, પરંતુ આ વધેલી ફી તેમના સપના પર પાણી ફેરવી રહી છે.

NSUI એ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે જે રીતે KS સ્કૂલમાં ફી વધારો પાછો ખેંચવામાં આવ્યો હતો, તેવી જ રીતે પીએચડીમાં પણ આ વધારો તાત્કાલિક પાછો લેવામાં આવે. જે વિદ્યાર્થીઓએ વધેલી ફી ભરી દીધી છે, તેમને તે રકમ તરત જ પરત કરવામાં આવે. જો આ માગણીઓ સંતોષવામાં નહીં આવે, તો NSUI આંદોલન ચાલુ રાખશે, જેની સંપૂર્ણ જવાબદારી યુનિવર્સિટી પ્રશાસનની રહેશે.
સુરક્ષા સામે સવાલો: સિક્યુરિટી એજન્સીઓને બરતરફ કરો!
ફી વધારા ઉપરાંત, યુનિવર્સિટીની સુરક્ષા વ્યવસ્થા પર પણ ગંભીર સવાલો ઉભા થયા છે. તાજેતરમાં બોટની ડિપાર્ટમેન્ટમાં એક પૂર્વ પટાવાળા દ્વારા કરવામાં આવેલી તોડફોડની ઘટનાએ સુરક્ષાની પોલ ખોલી નાખી છે. NSUI એ કુલપતિને સંબોધીને જણાવ્યું છે કે યુનિવર્સિટીએ પોતાના લાગતા-વળગતાઓને સાચવવા માટે ત્રણ-ત્રણ સિક્યુરિટી એજન્સીઓને કોન્ટ્રાક્ટ આપ્યો છે, પરંતુ સુરક્ષાના નામે કેમ્પસમાં શૂન્ય છે.

સંગઠને માગણી કરી છે કે આ તોડફોડની ઘટનામાં સામેલ આરોપી પર કાર્યવાહી કરવામાં આવે અને જવાબદાર ત્રણેય સિક્યુરિટી એજન્સીઓને તાત્કાલિક બરતરફ કરવામાં આવે. જો આજે તોડફોડ થઈ છે તો આવતીકાલે વિદ્યાર્થીઓ સાથે પણ કોઈ અનિશ્ચિત ઘટના બની શકે છે. તેથી, આ કોન્ટ્રાક્ટ રદ કરીને સરકારી સુરક્ષાની નિયુક્તિ કરવામાં આવે જેથી વિદ્યાર્થીઓ યુનિવર્સિટી કેમ્પસમાં સુરક્ષિત અનુભવી શકે. આ ઉપરાંત, યુનિવર્સિટી કેમ્પસમાં લાગેલા તમામ CCTV કેમેરા તાત્કાલિક ચાલુ કરવાની પણ માગણી કરવામાં આવી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

‘લોકશાહીની રક્ષા કાજે’ કાર્યક્રમમાં OBC, SC, ST અને લઘુમતી સમાજના અધિકારોથી લઈને મહિલાઓની ભૂમિકા સુધી અનેક મહત્વના મુદ્દા ચર્ચાયા

ચકાસણી માટે 1,776 અરજીઓ આવી હતી, જેમાંથી 619 પર કાર્યવાહી થઈ છે. હવે સવાલ એ છે કે નકલી પ્રમાણપત્રના આધારે સરકારી નોકરી કે અન્ય લાભ મેળવનારાઓનું શું થશે?

અમદાવાદથી ગાંધીનગર સુધી ખળભળાટ! 3 સ્કૂલો અને કોર્ટને અચાનક કેમ ખાલી કરાવ્યા? વાલીઓને તાત્કાલિક બાળકોને લેવા બોલાવાયા અને બોમ્બ સ્ક્વોડ-પોલીસની ટીમો પહોંચી ગઈ.