અમદાવાદમાં સાબરમતી ડી કેબિન નજીક રેલ્વે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સંયુક્ત મહેનતથી રૂપિયા 13.83 કરોડ ખર્ચી બનાવવામાં આવેલા અંડરપાસમાં 6 મહિનાથી પાણીના નિકાલની વ્યવસ્થા જ કરવામાં આવી નથી. આ અંડરપાસમાં વરસાદી પાણી માટે કોઈ અલગ નિકાલ માર્ગ બનાવાયો નથી. આનાથી પાણી અંડરપાસમાં કલાકો સુધી અટકી રહે છે અને સાબરમતી, રાણીપ અને ચાંદખેડા જેવા વિસ્તારોના રહેવાસીઓને ભારે તકલીફ થાય છે.
અંડરસાદી પાણી અંડરપાસમાં જ ભરાઈ રહ્યું છે. હાલ, અંડરપાસમાં પાણી કાઢવા માટે પમ્પ મૂકવામાં આવ્યો છે, પરંતુ આ રપાસ બનાવતી વખતે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોઈ સમ્પ બનવીને પમ્પ બનાવવાની વ્યવસ્થા ન કરી હોવાથી વપાણી કઈ રીતે અને ક્યા નિકાલ કરવું તે અંગે કોઈ સ્પષ્ટ આયોજન કરવામાં આવ્યું નથી.
વોટર અને ડ્રેનેજ વિભાગના અધિકારીઓએ હવે આ પાણીની નિકાલ માટે અંડરપાસની બહાર કાળીગામ ગરનાળા સુધી લાઈન બાંધવાનું શરૂ કર્યું છે. આ લાઈન બાંધવાની કામગીરીના કારણે રોડ તોડફોડ થઈ રહી છે અને રસ્તા પર એક ફૂટ જેટલું દબાણ સર્જાય છે.
6 મહિના પહેલા કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી દ્વારા લોકાર્પણ કરાયેલા આ અંડરપાસમાં તાજેતરમાં જ તોડફોડ થઇ રહી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના બેદરકાર આચરણથી આસપાસના વિસ્તારોના રહેવાસીઓને સતત મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.