નિધિ અગ્રવાલ ફેન્સની ભીડમાં ફસાઈ, વીડિયો વાયરલ
'ધ રાજા સાબ' ના ગીત લોન્ચિંગ દરમિયાન સર્જાઈ ધાંધલ; સુરક્ષા વ્યવસ્થા પર ઉઠ્યા સવાલો

ભીડની ધક્કા-મુક્કીમાં ફસાઈ જાણીતી અભિનેત્રી

ભીડની ધક્કા-મુક્કીમાં ફસાઈ જાણીતી અભિનેત્રી
સાઉથ અને બોલિવૂડની જાણીતી અભિનેત્રી નિધિ અગ્રવાલ માટે બુધવારનો દિવસ એક બિહામણા સપના જેવો સાબિત થયો હતો. હૈદરાબાદમાં પોતાની આગામી ફિલ્મ 'ધ રાજા સાબ'ના ગીત લોન્ચિંગ ઈવેન્ટમાં પહોંચેલી નિધિને ફેન્સની એવી બેકાબૂ ભીડનો સામનો કરવો પડ્યો કે જેને જોઈને સોશિયલ મીડિયા પર લોકો આઘાતમાં સરી પડ્યા છે. આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ ફિલ્મ મેનેજમેન્ટની સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊઠી રહ્યા છે.
શું હતી સમગ્ર ઘટના? બુધવારે (૧૭ ડિસેમ્બર) હૈદરાબાદમાં ફિલ્મ 'ધ રાજા સાબ' માટે એક ભવ્ય મ્યુઝિક લોન્ચિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન બધું બરાબર રહ્યું હતું, પરંતુ જ્યારે કાર્યક્રમ પૂર્ણ થયા બાદ નિધિ અગ્રવાલ બહાર નીકળીને પોતાની કાર તરફ જઈ રહી હતી, ત્યારે અચાનક પરિસ્થિતિ વણસી હતી. તેની એક ઝલક મેળવવા અને સેલ્ફી લેવા માટે મોટી સંખ્યામાં ઉમટેલા ફેન્સ બેકાબૂ બની ગયા હતા.
ગભરાયેલી જોવા મળી અભિનેત્રી: વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે સેંકડો લોકોએ નિધિને ચારે બાજુથી ઘેરી લીધી હતી. ભીડમાં ભારે ધક્કા-મુક્કી શરૂ થઈ ગઈ હતી, જેમાં નિધિ ખરાબ રીતે ફસાઈ ગઈ હતી. આ ભીડ વચ્ચે નિધિના ચહેરા પર ગભરાટ અને અસ્વસ્થતા સ્પષ્ટપણે જોઈ શકાતી હતી. સ્થિતિ એટલી હદે વણસી હતી કે સુરક્ષા માટે તૈનાત બાઉન્સરો હોવા છતાં ભીડને નિયંત્રિત કરવી અશક્ય બની ગઈ હતી અને અભિનેત્રીને સુરક્ષિત રીતે કાર સુધી પહોંચાડવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી.
મેનેજમેન્ટની નિષ્ફળતા સામે રોષ: નિધિ અગ્રવાલ સાથે થયેલી આ ગેરવર્તણૂક બાદ સોશિયલ મીડિયા પર લોકો અને અન્ય સેલિબ્રિટીઓએ પોતાનો ભારે રોષ વ્યક્ત કર્યો છે. નેટીઝન્સ મેનેજમેન્ટની ટીકા કરતા કહી રહ્યા છે કે જ્યારે આટલો મોટો કાર્યક્રમ હોય અને હજારોની સંખ્યામાં ફેન્સ આવવાના હોય, તો પૂરતી સુરક્ષા વ્યવસ્થા કેમ કરવામાં આવી નહોતી?
યુઝર્સે આ ઘટનાને મેનેજમેન્ટની બેદરકારી ગણાવી છે. અનેક કલાકારોએ પણ સુરક્ષામાં રહેલી આ ખામીને ભયાનક ગણાવી છે અને કલાકારોની સુરક્ષા સાથે બાંધછોડ ન કરવાની અપીલ કરી છે. હાલ આ ઘટના ટોક ઓફ ધ ટાઉન બની છે અને ફેન્સના અયોગ્ય વર્તન સામે કડક પગલાંની માંગ કરવામાં આવી રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?

અમદાવાદ નજીક મંડળી ગરબા મહોત્સવમાં અચાનક બબાલ! સિક્યુરિટી ગાર્ડ્સ અને કેટલાક શખ્સો વચ્ચે અથડામણ, લાકડીઓ અને ખુલ્લી તલવારોનો વીડિયો વાયરલ થયો છે.