હવામાન વિભાગ દ્વારા અગાઉ જ જાહેરાત કરી દેવાઇ છે કે, આ વર્ષે ગુજરાત માટે ચોમાસું ધમાકેદાર રહેવાનું છે. અત્યાર સુધીમાં એક જ સાર્વત્રિક વરસાદના કારણે રાજ્યનો 9 ટકા સરેરાશ વરસાદ વરસી ચુક્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વાર આગામી 5 દિવસ માટે આગાહી કરવામાં આવી હતી.રાજ્યમાં 16 જૂને થયેલી ચોમાસાની એન્ટ્રી બાદ મેઘરાજાએ આખા રાજ્યને કવર કરી લીધો છે ત્યારે આજે રાજ્યનાં 13 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ અને યલો એલર્ટ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યું છે.
હવામા વિભાગ દ્વારા આવતીકાલે 13 જિલ્લામાં ઓરેન્જ-યલો એલર્ટ અપાયું છે. કચ્છ, બનાસકાંઠા, જામનગર અને દેવભૂમિ દ્વારકામાં છુટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.જ્યારે પાટણ, સાબરકાંઠા, જુનાગઢ, ગીર સોમનાથ, દીવ, પોરબંદર, મોરબી, રાજકોટ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં છુટાછવાયા સ્થળોએ હળવા વરસાદને લઈને યલો એલર્ટ અપાયું છે.
આ સિવાય આજે 6 જિલ્લામાં રેડ એલર્ટ જ્યારે 10 જિલ્લામાં ઓરેન્જ અને 12 જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. કચ્છ, જામનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને રાજકોટમાં આજે ભારેથી અતિભારે વરસાદ વરસે તેવી આગાહી કરી છે. જેના પગલે આ જિલ્લામાં રેડ એલર્ટ અપાયું છે.