BZ પોન્ઝી સ્કીમ કૌભાંડમાં નવો વળાંકઃ રોકાણકારોએ ભૂપેન્દ્ર ઝાલાની મુક્તિ માટે કરી માંગ
સચિવાલય પહોંચી ભૂપેન્દ્ર ઝાલાને વચગાળાના જામીન આપવા મુખ્યમંત્રીને કરી રજૂઆત

ભૂપેન્દ્ર ઝાલા જેલમાં હોવાથી રોકાણકારોનું વળતર બંધ થયું હોવાનો રોકાણકારોનો દાવો

ભૂપેન્દ્ર ઝાલા જેલમાં હોવાથી રોકાણકારોનું વળતર બંધ થયું હોવાનો રોકાણકારોનો દાવો
સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં પોન્ઝી સ્કીમ ચલાવીને અંદાજે રૂપિયા 6 હજાર કરોડનું કૌભાંડ હેઠળ ભૂપેન્દ્ર ઝાલા હાલ જેલમાં છે. ગુજરાત પોલીસે ભૂપેન્દ્ર ઝાલાની મિલકતો ટાંચમાં લઈ કાર્યવાહી શરૂ કરી છે. તેવામાં આ કૌભાંડમાં નવો વળાંક આવ્યો છે. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં જાહેરસભાઓ કર્યા બાદ રોકાણકારો હવે સચિવાલય પહોંચ્યા છે. BZ પોન્ઝી સ્કીમમાં રોકાણ કરનાર રોકાણકારોએ મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી વચગાળાના જામીન આપવા માંગ કરી છે. રોકાણકારોને નાણાં પરત મળે તે માટે ભૂપેન્દ્ર ઝાલાને વચગાળાના જામીન ઉપર મુક્ત કરવાની રજૂઆત કરી છે.
સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના રોકાણકારો સામાજીક કાર્યકર અતુલ દવેની આગેવાની હેઠળ સચિવાલયમાં પહોંચ્યા હતા. મુખ્યમંત્રી કાર્યાલયમાં આવેદન આપી ભૂપેન્દ્ર ઝાલાને વચગાળાના જામીન આપવા કરી રજૂઆત કરી હતી. ભૂપેન્દ્ર ઝાલાએ છેતરપિંડી કરી નહી હોવાનો દાવો કરી રોકાણકારોએ ભૂપેન્દ્ર ઝાલાને મુકિતિ આપવા માંગ કરી હતી. BZ પોન્ઝી સ્કીમના સીઈઓ ભૂપેન્દ્ર ઝાલા સામે ફરિયાદ દાખલ થઈ ત્યારથી રોકાણકારોને વળતર મળતું બંધ થયું હોવાનો તેમણે દાવો કર્યો હતો. ભૂપેન્દ્ર ઝાલાને વચગાળાના જામીન પર મુક્ત કરવામાં આવે તો ફ્રીઝ થયેલા બેંક ખાતા ખોલવાથી રોકાણકારોને રૂપિયા પરત મળી શકે તેમ હોવાનું રોકાણકારોએ જણાવ્યુ હતુ.
શું હતો સમગ્ર મામલો?
સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર સહિતના જિલ્લાઓમાં BZ પોન્ઝી સ્કીમની ઓફિસો ખોલી વિવિધ લોભામણી સ્કીમો મૂકી રોકાણકારો પાસેથી રોકાણ મેળવ્યુ હતુ. BZ પોન્ઝી સ્કીમના સીઈઓ તરીકે ભૂપેન્દ્ર ઝાલા હતા. આ કૌભાંડ સંદર્ભે રજૂઆત થતાં સીઆઈડી ક્રાઈમ દ્વારા ફરિયાદ નોંધી હતા. સીઆઈડી ક્રાઈમની તપાસ બાદ ભૂપેન્દ્ર ઝાલાની પાંચ મહિના અગાઉ ધરપકડ કરવામાં આવી હતી. આ સ્કીમમાં 6 હજાર કરોડના કૌભાંડની આશંકા સેવાઈ હતી. ફરિયાદ નોંધાયા બાદ એક મહિના સુધી ફરાર ભૂપેન્દ્ર ઝાલા મહેસાણાના દવાડા ગામના ફાર્મ હાઉસમાંથી પકડાયો હતો. BZ પોન્ઝી સ્કીમની 18 શાખાઓ ખોલવામાં આવી હતી. ભૂપેન્દ્ર ઝાલાએ 8 જેટલી કંપનીઓ બનાવી રોકાણકારો પાસેથી રોકાણ મેળવ્યુ હતુ. પોન્ઝી સ્કીમ શરૂ કર્યા બાદ ભૂપેન્દ્ર ઝાલાએ એક વર્ષ દરમિયાન 17 મિલકતો પણ ખરીદી હોવાનું સીઆઈડી ક્રાઈમની તપાસ દરમિયાન વિગતો પ્રકાશમાં આવી હતી. આ કૌભાંડમાં ભૂપેન્દ્ર ઝાલા સાથે અન્ય 6 શખ્સોની પણ ધરપકડ કરી જેલ હવાલે કરવામાં આવ્ય હતા.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરાના તાંદલજા વિસ્તારમાં યુસુફ પઠાણના 978 ચો.મી.ના પ્લોટ વિવાદમાં મોટો વળાંક આવ્યો છે. પ્રસ્તાવ મુજબ 500 ચો.મી. જમીન મફત અને બાકીની જમીન પર 45% ડિસ્કાઉન્ટની જોગવાઈ છે. હવે આ મામલે VMCની મંજૂરી સહિતની આગળની પ્રક્રિયા પર સૌની નજર છે.

વિજયાદશમીના પર્વે અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા પોલીસ દ્વારા શસ્ત્ર પૂજન કરાયું. હથિયારો, પેટ્રોલિંગ વાહનો, અશ્વ અને ડોગ સ્ક્વોડની પૂજા સાથે પોલીસ જવાનોએ નાગરિકોની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!