સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનમાં પરિવારવાદનો વિવાદ
પરિવારવાદ અને નિયમભંગ મામલે ગુજરાત હાઈકોર્ટની કમિટીની તપાસથી મામલો ગરમાયો

AI જનરેટેડ

AI જનરેટેડ
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનમાં ચાલી રહેલાં આંતરિક વિખવાદ ફરી સપાટી પર આવ્યો છે. સુપ્રીમ કોર્ટનો સ્પષ્ટ આદેશ હોવા છતાં ક્રિકેટ એસોસિએશન પોતાની મનમાની ચલાવી રહ્યું હોવાના આરોપ થયા છે. પોરબંદર ક્રિકેટ એસોસિએશનની રજૂઆતના પગલે હાઈકોર્ટે તપાસ કમિટીની રચના કરતાં મામલો ગરમાયો છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનમાં સત્તા અને વગનો દુરુપયોગ કરી ચોક્કસ જૂથ શાસન ચલાવી રહ્યું હોવાના ગંભીર આક્ષેપો થતાં ગુજરાત હાઈકોર્ટે વિશેષ કમિટીની રચના કરી છે.
ક્રિકેટ બોર્ડ દ્વારા દર વર્ષે 100 કરોડથી વધુ રકમની ગ્રાન્ટ રમતના વિકાસ માટે મળતી હોય છે. છતાં ક્રિકેટના વિકાસ માટે કોઈ કામ થતા નથી. ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસિએશનના વિકાસ માટે નાણા ફાળવાતા નથી. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશનમા ડિસ્ટ્રિક્ટ એસોસિએશનમાંથી કોઈને પ્રતિનિધિત્વ અપાતુ નથી. જે ક્રિકેટ બોર્ડના નિયમોની વિરુદ્ધ છે.
પોરબંદર ક્રિકેટ એસોસિએશન તરફથી કિરીટ સવજાણી મીડિયા સમક્ષ આવ્યા હતા અને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના વહીવટ પર ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે વર્ષોથી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનમાં નવા સભ્યો બનાવવાની પ્રક્રિયા બંધ છે. જ્યારે બીજી તરફ વારસાઈ સભ્યપદ આપવામાં આવી રહ્યું છે.
કિરીટભાઈ સવજાણીએ જણાવ્યું કે, સૌરાષ્ટ્ર સાથે જોડાયેલા આશરે 20 ક્રિકેટ એસોસિએશનને સદસ્ય કેમ બનાવતા નથી. જે મોટો પ્રશ્ન છે. આ મુદ્દે આજે કમિટી સમક્ષ રજૂઆત કરવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું છે. તેમના કહેવા મુજબ SCA ક્રિકેટરોનું સંગઠન હોવું જોઈએ. પરંતુ હાલમાં તેનો વહીવટ શાહ, કામદાર અને દોશી પરિવાર ચલાવી રહ્યા છે.
એક જ પરિવારની ઈજારાશાહી
આ સમગ્ર વિવાદ પાછળ એસોસિએશનમાં ચાલતો પરિવારવાદ મુખ્ય કારણ છે. સંસ્થામાં એક જ પરિવારના સભ્યો વર્ષોથી પ્રભુત્વ ભોગવી રહ્યો હોવાનો આક્ષેપ છે. જેની સામે સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ થઈ હતી. સુપ્રીમકોર્ટના હુકમનો અનાદર થતાં ગુજરાત હાઈકોર્ટે આકરું વલણ અપનાવ્યું છે. હાઈકોર્ટે તાત્કાલિક પગલાં ભરીને સુપ્રીમકોર્ટના નિવૃત્ત જજની આગેવાની હેઠળ એક ઉચ્ચ સ્તરીય તપાસ કમિટીની રચના કરી દીધી છે.
કમિટી બે દિવસ સુધી સુનાવણી કરશે
હાઈકોર્ટે નીમેલી વિશેષ તપાસ સમિતિ રાજકોટની મુલાકાતે આવી રહી છે. રાજકોટમાં આ સમિતિ બે દિવસ સુધી રોકાશે અને સમગ્ર મામલાની તપાસ કરશે. કમિટી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સાથે સંલગ્ન તમામ જિલ્લાના એસોસિયેશન મેમ્બર્સને રૂબરૂ મળશે. તમામ જિલ્લાના સભ્યોને રજૂઆતો અને મહત્વના સૂચનો આપવા માટે સત્તાવાર રીતે બોલાવવામાં આવ્યા છે. વિશેષ તપાસ કમિટી સમક્ષ શરૂ થનારી સુનાવણીમાં તમામ સભ્યોની દલીલો સાંભળવામાં આવશે.
SCA માં એક જ પરિવારનો દબદબો
એસોસિએસનના સભ્યોની યાદી જોતાં ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનમાં 498 મેમ્બર્સ નોંધાયેલા છે. જેમાંથી મોટા ભાગના સભ્યો માત્ર એક જ પરિવાર સાથે સીધો સંબંધ ધરાવે છે. આ રમત સંસ્થામાં લાંબા સમયથી એક જ પરિવારની ઈજારાશાહી ચાલતી હોવાના આક્ષેપ છે. ભૂતકાળમાં પણ આ ક્રિકેટ એસોસિએશન પોતાના આંતરિક પરિવારવાદ અને સત્તાના દુરુપયોગના લીધે અવારનવાર મોટા વિવાદોમાં આવી ચૂક્યું છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

14.9%થી 13.3%... ગુજરાતના શિક્ષણ બજેટમાં આખરે શું બદલાયું?

ખાંડ રૂ.37થી રૂ.84, ડુંગળી રૂ.23થી રૂ.84 અને દાળ-તેલના ભાવમાં પણ મોટો ઉછાળો...

2023માં 4, 2024માં 19 અને 2025માં 5 કેસ... ગુજરાતમાં ગર્ભસ્થ શિશુનું લિંગ ગેરકાયદેસર રીતે જાણવા મામલે આ આંકડા શું કહી રહ્યા છે?