જામનગરના રાજવી જામસાહેબની બહેન મુકુંદ કુમારીનું યુ.કે.માં અવસાન
જામનગરના રાજવી શત્રુશલ્યસિંહજીની વહેણ મુકુંદ કુમારીનું UKમાં નિધન થયું, જામસાહેબે શોક વ્યક્ત કરીને શ્રદ્ધાંજલિ આપી.

મુકુંદ કુમારી

મુકુંદ કુમારી
જામનગરના રાજવી જામસાહેબ શત્રુશલ્યસિંહજીની વહેણ મુકુંદ કુમારીનું દુઃખદ અવસાન યૂનાઇટેડ કિંગડમ (યુ.કે.)માં થયું છે. તેમના અવસાન પર જામસાહેબે ભાવુક શ્રદ્ધાંજલિ આપતા જણાવ્યું કે, "હું ખૂબ જ વ્યથા અને ભાંગેલા હ્રદય સાથે મારા શુભચિંતકોને જણાવી રહ્યો છું કે, મારી વચેટ બહેન મુકુંદ કુમારી હવે આપણી વચ્ચે રહી નથી. તેમનું દુઃખદ અવસાન વિલાયતમાં થયું છે."
જામસાહેબે વધુમાં જણાવ્યું કે, મુકુંદ કુમારી એક અસરકારક, વિશેષતાસભર અને ખૂબ જ બહાદુર વ્યક્તિત્વ ધરાવતા વ્યક્તિ હતા. "મને તેમના માટે ખૂબ ગૌરવ અનુભવાય છે. કુળદેવી માતાજી તેમના આત્માને શાશ્વત શાંતિ આપે એવી હું પ્રાર્થના કરું છું."
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?