MSUની વિદ્યાર્થિનીઓ બીમાર, ભોજન પછી હાહાકાર
પનીરનું શાક અને ખીર ખાધા બાદ 80થી વધુ વિદ્યાર્થિનીઓ હોસ્પિટલમાં ખસેડાઈ

80થી વધુ વિદ્યાર્થિનીઓને ફૂડ પોઈઝનીંગ

80થી વધુ વિદ્યાર્થિનીઓને ફૂડ પોઈઝનીંગ
વડોદરામાં આવેલી MS યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનીંગ થતાં દોડઘામ મચવા પામી હતી. યુનિવર્સિટીમાં આવેલી ગર્લ્સ હોસ્ટેલમાં મંગળવારે રાત્રે વિદ્યાર્થીનીઓમાં ફૂડ પોઈઝનીંગના લક્ષણો જોવા મળ્યા હતા. સાંજના ભોજન બાદ વિદ્યાર્થીનીઓમાં ઝાડા-ઉલટી અને પેટમાં દુખાવાના લક્ષણો જોવા મળ્યા હતા.
મધરાતે હોસ્ટેલની 80થી વધુ વિદ્યાર્થીનીઓને જીપ, એમ્બ્યુલન્સ, ખાનગી વાહનો અને રિક્ષાઓ દ્વારા સયાજી હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. ઘટનાની જાણ થતા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર અને ચીફ વોર્ડન સહીતના લોકો સયાજી હોસ્પિટલમાં દોડી ગયા હતા.
અચાનક શું બન્યું?:
મળતી માહિતી મુજબ મોટાભાગની MS યુનિવર્સિટીની વિધાર્થિનીઓ હોસ્ટેલના એસ.ડી હોલમાં રહે છે. તેમણે મંગળવારે સાંજે ભોજનમાં પનીરનું શાક, રોટલી અને ખીર ખાધી હતી. રાત્રે 11 વાગ્યા બાદ વિધાર્થિનીઓને પેટમાં દુખાવો અને ઉલટી થતા હોસ્ટેલમાં વોર્ડનને આ બાબતની જાણ કરાઈ હતી. ત્યારબાદ એક પછી એક એમ ઘણી વિદ્યાર્થીનીઓમાં એકસરખી અસર જોવા મળી હતી. એક જ સાથે અસર જોવા મળતા મેસ કોન્ટ્રાકટરની બેદરકારી ઉપર સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. ભોજનમાં વાસી કે બગડેલી વાનગીઓ વપરાઇ હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે.
મેસમાં ચેકિંગ શરૂ:
MS યુનિવર્સિટીમાં બનેલ ફૂડ પોઝનિંગની ચોંકાવનારી ઘટના બાદ આજે (બુધવારે) વહેલી સવારે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. ચેકિંગ દરમિયાન મેસના રસોડામાંથી હલકી કક્ષાના બટાકા અને ડુંગળી મળી આવ્યા હતા. આ અંગે ફૂડ સેફ્ટી અધિકારીએ જણાવ્યું કે,આરોગ્ય વિભાગની ટીમને મેસની તપાસ દરમિયાન સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો હતો. જેથી આરોગ્ય વિભાગ તેના પર નોટીસ ફટકારશે. ત્રણ જેટલા ફૂડ ઇન્સ્પેક્ટર તપાસ કરી રહ્યા છે વિવિધ નમૂના લેવામાં આવી રહ્યા છે. આ સાથે FSLની ટીમ પણ સાથે જોડાઇ છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!