ICUમાં દીકરીનું એક જ રટણ- 'મારી મા ક્યાં છે?'
પતિના આડાસંબંધો અને સાસુના ઝઘડાથી કંટાળી મહિલાએ ભર્યું આત્મઘાતી પગલું
સુરત સામૂહિક આપઘાતમાં માતા અને બાળકનું મોત
સુરત સામૂહિક આપઘાતમાં માતા અને બાળકનું મોત
સુરત રેલવે સ્ટેશન પર એક હૃદયદ્રાવક ઘટના બની, જ્યાં એક પરિણીત મહિલાએ પોતાના બે માસૂમ બાળકો સાથે માલગાડીની નીચે પડતું મૂકીને સામૂહિક આત્મહત્યાનો પ્રયાસ કર્યો. આ દુર્ઘટનામાં માતાનું ઘટનાસ્થળે જ મોત થયું, જ્યારે ત્રણ વર્ષના પુત્રનું સારવાર દરમિયાન મોત થયું. પાંચ વર્ષની દીકરી ગંભીર હાલતમાં હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, જેલમાં બંધ પતિના અનૈતિક સંબંધો અને સાસુ સાથે નાની-નાની બાબતોમાં ઝઘડાઓને કારણે ઉદ્ભવેલા પારિવારિક તણાવે આ મહિલાને આ ભયંકર પગલું ભરવા મજબૂર કરી. ICUમાં દાખલ માસૂમ દીકરી, ભાનમાં આવતાં જ, "મારી મા ક્યાં છે?" એવું એક જ સવાલ પૂછી રહી છે, જેનાથી આસપાસના બધા હચમચી ગયા છે.

મૃતક મહિલા, 29 વર્ષીય જયશ્રીબેન હિતેશ પ્રજાપતિ, સુમુલ ડેરીના ચીઝ પ્લાન્ટમાં નોકરી કરતાં હતાં. મૂળ ભાવનગર જિલ્લાના અને સુરતના ડભોલી વિસ્તારમાં આવેલી યોગી સોસાયટીમાં તેઓ પોતાના પરિવાર સાથે રહેતાં હતાં. પરિવારમાં તેમના પતિ, સાસુ, નણંદ, પાંચ વર્ષની દીકરી વેદાંશી અને ત્રણ વર્ષનો પુત્ર નક્ષ હતો. તેમના પતિ, હિતેશ પ્રજાપતિ, વડોદરામાં RTO એજન્ટ તરીકે કામ કરતા હતા.
12 ઓગસ્ટની સવારે જયશ્રીબેનનો તેમની સાસુ સાથે કોઈ કારણસર ઝઘડો થયો. આથી તેઓ બંને બાળકોને લઈને ડભોલીમાં આવેલા પોતાના માતા-પિતાના ઘરે ચાલી ગયાં. ત્યાં પિયરના લોકોએ તેમને સમજાવીને બપોરે પાછા સાસરે મોકલ્યાં. પરંતુ, જયશ્રીબેન સાસરે જવાને બદલે બંને બાળકોને લઈને સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 2 પાસે પહોંચ્યાં અને આત્મહત્યાના ઇરાદે માલગાડીની નીચે પડતું મૂક્યું.
જયશ્રીબેનનું શરીર બે ભાગમાં વહેરાઈ જતાં ઘટનાસ્થળે જ તેમનું કરુણ મોત થયું. આ ઘટનાથી મુસાફરો અને રેલવે સ્ટાફ સહિતના લોકોની ભીડ એકઠી થઈ, અને ઘટનાસ્થળનું દૃશ્ય જોઈને બધા સ્તબ્ધ થઈ ગયા. બંને બાળકોને ગંભીર ઈજાઓ સાથે 108 એમ્બ્યુલન્સ દ્વારા સ્મીમેર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં. જેમાં ત્રણ વર્ષના નક્ષનું સારવાર દરમિયાન મોત થયું, જ્યારે પાંચ વર્ષની વેદાંશી ICUમાં દાખલ છે.
જયશ્રીબેનના માતા પુષ્પાબેને સાસરી પક્ષ પર સીધા આરોપ લગાવ્યા છે. તેમણે જણાવ્યું કે, હિતેશના કોઈ બીજી સ્ત્રી સાથેના સંબંધોને કારણે ઝઘડા થતા હતા, અને સાસુ પણ નાની-નાની બાબતોમાં ઝઘડતી હતી. સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 2 નજીક માલગાડીની નીચે પડતું મૂકનાર માતા અને પુત્રનું મોત થયું છે, જ્યારે પાંચ વર્ષની દીકરી વેદાંશી ICUમાં દાખલ છે અને તેની હાલત સ્થિર છે. દીકરી ભાનમાં આવતાં જ પોતાના દાદાને માતા વિશે સવાલ કરે છે, "મારી મા ક્યાં છે?" અને દાદા એક જ જવાબ આપે છે, "તારી મા થોરું થોડું આવશે."
જયશ્રીબેનના પતિ હિતેશ પ્રજાપતિ છેલ્લા ત્રણ મહિનાથી વડોદરા જેલમાં બંધ છે. તેમની એક ગંભીર ગુનામાં સંડોવણી હોવાનું બહાર આવ્યું છે, જેમાં તેમના ભાઈ સાથે હત્યાના કેસમાં હરણી પોલીસે તેમની ધરપકડ કરી હતી. રેલવે પોલીસે આ ઘટના અંગે તપાસ શરૂ કરી છે.

રાજ્યમાં 500 નવા અત્યાધુનિક જનરક્ષક વાહનો જોડાતા હવે કુલ 1,000 વાહનો 24 કલાક ઇમરજન્સી સેવા આપશે. રિસ્પોન્સ ટાઈમ પણ 27 મિનિટથી ઘટીને 10:49 મિનિટ થયો છે.

અમદાવાદના વિક્ટોરિયા ગાર્ડન નજીક બંધ સિગ્નલ પર રિક્ષા રોકતા TRB જવાન પર હુમલો થયો. રિક્ષાચાલકે પોલીસકર્મીને પણ ધક્કો માર્યો; જીગર સોલંકીની ધરપકડ.

વડોદરાના ડભોઈના ભીલાપુર ગામમાં Facebook કોમેન્ટ બાદ ભાજપના બે જૂથો વચ્ચે મારામારી થઈ. જૂથ અથડામણમાં 4 લોકો ઈજાગ્રસ્ત થતાં SSG હોસ્પિટલ ખસેડાયા, જ્યારે ડભોઈ પોલીસે તપાસ શરૂ કરી છે.