રાજ્યના 132 તાલુકામાં વરસાદ, કપડવંજમાં 4.8 ઈંચ
ગઇકાલે સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકમાં રાજ્યના 132 તાલુકામાં વરસાદ નોંધાયો

ગુજરાતમાં વરસાદ

ગુજરાતમાં વરસાદ
ગુજરાત રાજ્યમાં ચોમાસાની બીજી ઇનિંગ શરૂ થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં, એટલે કે આજે સવારે 6 વાગ્યે પૂરા થયેલા સમયગાળા દરમિયાન, સમગ્ર રાજ્યમાં કુલ 132 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. વરસાદી માહોલ સાથે ફરીથી સાવધાન રહેવાની જરૂર છે, ખાસ કરીને ખેડૂતો અને માછીમારો માટે.
સૌથી વધુ વરસાદ થયેલા તાલુકાઓ
કપડવંજમાં સૌથી વધુ 4.8 ઈંચ વરસાદ નોંધાયો છે. ત્યારબાદ તળાજામાં 3.11 ઈંચ, તલોદમાં 2.7 ઈંચ, વઢવાણમાં 2.09 ઈંચ, નવસારીમાં 2.05 ઈંચ, દાંતીવાડામાં 1.77 ઈંચ, અંકલેશ્વરમાં 1.73 ઈંચ, ગઢડામાં 1.65 ઈંચ અને જલાલપોરમાં 1.46 ઈંચ વરસાદ પડ્યો છે.
વરસાદનું વિસ્તૃત વિતરણ
રાજ્યમાં 1 તાલુકામાં 4 ઈંચથી વધુ, 1 તાલુકામાં 3 ઈંચથી વધુ, 4 તાલુકામાં 2 ઈંચથી વધુ અને 13 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે 112 તાલુકાઓમાં 1 ઈંચથી ઓછો વરસાદ નોંધાયો છે, જે દર્શાવે છે કે, વરસાદ વ્યાપક પણ અલગ-અલગ માપમાં થયો છે.
મોસમી વરસાદના આંકડા
હાલ સુધીમાં રાજ્યમાં ચોમાસાનો કુલ વરસાદ 54.14 ટકાનોંધાયો છે. ઝોનવાઈઝ વાત કરીએ તો, કચ્છ ઝોનમાં 63.95 ટકા, દક્ષિણ ગુજરાતમાં 56.92%, ઉત્તર ગુજરાતમાં 53.73%, સૌરાષ્ટ્રમાં 53.48%, પૂર્વ મધ્ય ગુજરાતમાં 50.73% વરસાદ નોંધાયો છે.
આગામી 7 દિવસ હવામાન વિભાગની આગાહી
ગુજરાતમાં ચોમાસાનો બીજી રાઉન્ડ શરૂ થતાં હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને નીચેના જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, ખેડા, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, વલસાડ, નવસારી, તાપી, અમરેલી અને બોટાદમાં આગાહી કરી છે.
અમદાવાદ અને ગાંધીનગર માટે મધ્યમ વરસાદની આગાહી કરી છે.
ગાજવીજ સાથે વરસાદ
કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાનમાં મોન્સૂન ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા મોટા પાયે વરસાદ પડવાની આગાહી છે. આથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!