ગુજરાતમાં ચોમાસાની તૈયારી શરૂ, આ જિલ્લાઓમાં યલો એલર્ટ, ભારે વરસાદ અને પવનની આગાહી
ગુજરાતમાં ચોમાસું હજી 425 કિમી દૂર છે પણ દક્ષિણ ગુજરાત સહિત કેટલાંક વિસ્તારોમાં યલો એલર્ટ, ભારે વરસાદ અને પવનની શક્યતા છે.

અનેક જિલ્લાઓમાં યલો એલર્ટ

અનેક જિલ્લાઓમાં યલો એલર્ટ
ગુજરાતથી ચોમાસું હાલ આશરે 425 કિલોમીટર દૂર છે અને આગામી 3 દિવસમાં ચોમાસું મુંબઈ સુધી પહોંચવાની શકયતા છે. ચોમાસું શનિવારે કેરળમાં પ્રવેશી ગયું હતું અને આજે તે મહારાષ્ટ્ર પહોંચ્યું છે, જ્યાં આ વર્ષે 15 દિવસ વહેલું ચોમાસું પ્રવેશ્યું છે.
કેરળમાં ચોમાસું વહેલું આવ્યુ એનો મતલબ ગુજરાતમાં પણ વહેલું આવી જશે - આમ સમજવું યોગ્ય નથી. હવામાન વિશ્લેષક પરેશ ગોસ્વામીના જણાવ્યા મુજબ, સામાન્ય રીતે કેરળમાં ચોમાસું પહોંચ્યા પછી તે ગુજરાત પહોંચવા માટે 15 દિવસ જેટલો સમય લે છે. કેટલીક વખત આ અવધિ 2 થી 5 દિવસ આગળ કે પાછળ પણ થઈ શકે છે.
પરેશ ગોસ્વામી જણાવે છે કે, ચોમાસાને આગળ વધવા માટે અનુકૂળ હવામાન હોવું જરૂરી છે. ભૂતકાળમાં અનેકવાર એવું બન્યું છે કે, કેરળ પછી કોંકણ, ગોવા અને મહારાષ્ટ્રમાં ચોમાસું પહોંચ્યા બાદ હવામાન અનુકૂળ ન હોવાથી ચોમાસું નિષ્ક્રિય રહી ગયું હોય છે. હાલ ગુજરાતમાં જે વરસાદ થઈ રહ્યો છે, તે ચોમાસાનો વરસાદ નથી. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. રાજ્યભરમાં 40થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની અને ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે, ગુજરાત પરથી વાવાઝોડાનું જોખમ હવે ટળી ગયું છે. હવે દરિયામાં માત્ર કરંટ રહેશે, જેના કારણે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળી શકે છે. 28થી 31 મે દરમિયાન ‘ડીપ ડિપ્રેશન’ સર્જાવાની શક્યતા છે, જેના કારણે દક્ષિણ ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ અને પવન સાથેનું હવામાન રહેશે.
તેમણે વધુમાં જણાવ્યું કે, આ વર્ષે ચોમાસાની શરૂઆત ખૂબ જ સારી થવાની શક્યતા છે, જોકે, ભારે પવનના કારણે બાગાયતી પાકોને નુકસાન પહોંચે તેવી પણ શક્યતા રહેલી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?