ગુજરાતમાં મેઘરાજાનું આગમન: ધોધમાર વરસાદથી શહેરો જળમગ્ન
રાજ્યમાં ચોમાસાની વિધિવત શરૂઆત થઈ છે, અમદાવાદ સહિત અનેક શહેરોમાં ધોધમાર વરસાદ સાથે પાણી ભરાયા.

વરસાદની આગાહી

વરસાદની આગાહી
રાજ્યમાં ચોમાસાની સત્તાવાર એન્ટ્રી થઈ ગઈ છે. જેના પગલે સમગ્ર ગુજરાતમાં મેઘરાજાએ જમાવટ કરી છે. ખાસ કરીને અમદાવાદમાં મોડી રાતે ધોધમાર વરસાદ પડતાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. નિકોલ, સાબરમતી, બોપલ, ઘુમા અને મેઘાણીનગર જેવા વિસ્તારો ખાસ અસરગ્રસ્ત રહ્યા છે.
અમદાવાદમાં વરસાદ
મધરાતે 1 વાગ્યા પછી ભારે વરસાદ શરૂ થયો હતો જે સવારે 4 વાગ્યા સુધી ચાલુ રહ્યો હતો. સતત વરસાદના કારણે અંડરબ્રિજ જેવી જગ્યાઓમાં પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ કરવો પડ્યો હતો. અખબારનગર અને સાબરમતી ડીકેબીન અંડરપાસ બંધ કરાયા હતા. નિકોલના મધુમાલતી આવાસમાં 3 ફૂટથી વધુ પાણી ભરાયું હતું. બોપલની સ્ટર્લિંગ સિટીમાં પણ 1થી 2 ફૂટ પાણી ભરાઈ ગયા છે, જ્યાં વિદ્યાર્થીઓ માટે પરીક્ષા કેન્દ્ર આવેલું છે, જેને લીધે વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો.
અન્ય શહેરો અને જિલ્લામાં સ્થિતિ
સુરત, વડોદરા, દાહોદ, નવસારી સહિતના જિલ્લાઓમાં વહેલી સવારથી સતત વરસાદ વરસી રહ્યો છે. નવસારીના વાંસદા તાલુકામાં 160 મિમી (6.66 ઇંચ), ખેરગામમાં 121 મિમી, ચીખલીએ 75 મિમી વરસાદ નોંધાયો. ચીખલીમાં માત્ર 4 કલાકમાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

તહેવારો પહેલાં ગુજરાતના વીજ ગ્રાહકોને ઝટકો? FPPAS ચાર્જમાં 3.99% વધારાના અહેવાલ વચ્ચે આગામી વીજ બિલમાં યુનિટ દીઠ 30થી 45 પૈસા સુધીનો વધારાનો બોજ પડી શકે છે!

મોરબી ખેડૂત આંદોલનમાં મોટો વળાંક? 24માંથી 21 મુદ્દાઓ પર સહમતી બાદ બાકી 3 માંગણીઓ પર સરકાર શું નિર્ણય લેશે?

દ્વારકાનાં દર્શન બાદ દીકરીને મળવા જઈ રહ્યો હતો સોની પરિવાર… પરંતુ રસ્તામાં જ ખુશી માતમમાં ફેરવાઈ! પાટણના ગોચનાદ નજીક સ્વિફ્ટ કાર અને ટ્રકની ટક્કરમાં માતા-પુત્રનાં મોત