1 દિવસની નવજાત બાળકીને ત્યજી દેનારી સગીરાની ધરપકડ!
ટ્રેન ટોઇલેટમાં સગીર માંએ બાળકીને ત્યજ્યા બાદ પોલીસે 2 જ દિવસમાં મામલો ઉકેલ્યો..

બાળકીને ત્યજી દેનારી સગીરાની ધરપકડ

બાળકીને ત્યજી દેનારી સગીરાની ધરપકડ
વલસાડ રેલવે સ્ટેશન પર 2 દિવસ પહેલાં એક ઘટનાએ ચકચાર મચાવી હતી. ટ્રેનના ટોયલેટમાંથી એક દિવસની નવજાત બાળકી મળી આવવાના માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી હતી, પરંતુ રેલવે પોલીસે ગણતરીના કલાકોમાં જ આ સમગ્ર મામલો ઉકેલી નાખ્યો છે.
તપાસમાં ખુલાસો થયો છે કે બાળકીની માતા પોતે એક સગીરા છે, અને બાળકીને ત્યજી દેવાના ષડયંત્રમાં તેના પિતા અને બે માસીઓ સહિત કુલ ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે.
8 ડિસેમ્બરની રાત્રે, વલસાડ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પર ઊભેલી ટ્રેન નંબર 59050 વડોદરા-વલસાડ પેસેન્જરના કોચ નંબર D/1ના શૌચાલયમાંથી સફેદ થેલીમાં લપેટેલી જીવિત નવજાત બાળકી મળી આવી હતી. સ્ટેશન માસ્તર અને RPF સ્ટાફની જાણ થતાં પોલીસે તાત્કાલિક બાળકીનો બચાવ કરીને 108 એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે મોકલી આપી હતી
શરૂઆતમાં પોલીસે અજાણી મહિલા વિરુદ્ધ IPCની લાગુ પડતી કલમો હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી. રેલવે પોલીસે ટ્રેન અને સ્ટેશનના CCTV ફૂટેજનું સઘન વિશ્લેષણ કર્યું હતું, જેના આધારે તેઓ આરોપીઓ સુધી પહોંચવામાં સફળ રહ્યા.
પોલીસ તપાસમાં સામે આવ્યું કે, ઝડપાયેલી સગીરાએ જ નવજાત બાળકીને જન્મ આપ્યો હતો. પરિવારના અન્ય સભ્યો - બાળકીના નાના (સગીરાના પિતા) અને બે માસીઓ સાથે મળીને સગીરાએ બાળકીની દેખભાળ અને ભરણપોષણ ટાળવા માટે તેને ત્યજી દેવાનો પ્લાન બનાવ્યો હતો. આ પ્લાન મુજબ, તેઓએ બાળકીને વલસાડ પેસેન્જર ટ્રેનના ટોયલેટમાં મૂકીને ત્યાંથી ચૂપચાપ નીકળી ગયા હતા.
રેલવે પોલીસે હવે આ જઘન્ય કૃત્ય આચરવા બદલ સગીરા સહિત ચારેય આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કિસ્સાએ સમાજમાં રોષ પેદા કર્યો છે અને બાળ સુરક્ષા તેમજ સામાજિક જવાબદારી અંગે ફરી એકવાર મોટા પ્રશ્નો ઊભા કર્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?