ખ્યાતિ કાંડમાં મિલિંદ પટેલના જામીન ફગાવાયા
મિલિંદ પટેલ ખ્યાતિ હોસ્પિટલના માર્કેટિંગ એક્ઝિક્યુટિવ, PMJAY કૌભાંડમાં થઈ હતી ધરપકડ

ખ્યાતિ હોસ્પિટલ, અમદાવાદ

ખ્યાતિ હોસ્પિટલ, અમદાવાદ
ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં આરોપી સિનિયર માર્કેટિંગ એક્ઝિક્યુટિવ મિલિંદ પટેલને જામીન મળ્યા નથી. અમદાવાદ ગ્રામ્ય કોર્ટે તેમની જામીન અરજી ફગાવી છે. આ કેસમાં સરકારે નિમેલી ડોક્ટરોની કમિટીએ વસ્ત્રાપુર પોલીસ મથકે હોસ્પિટલના ડિરેક્ટર અને સ્ટાફ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે તપાસ બાદ અનેક લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
અરજદાર મિલિંદ પટેલના વકીલ તરફથી દલીલ કરવામાં આવી હતી કે, તપાસ પૂર્ણ થઈ ચૂકી છે અને ચાર્જશીટ ફાઈલ થઈ છે. તેઓ માત્ર હોસ્પિટલમાં માર્કેટિંગ એક્ઝિક્યુટિવ તરીકે કામ કરતા હતા અને મેડિકલ કેમ્પનું આયોજન કર્યું હતું, પરંતુ કોઈપણ દર્દીને સારવાર માટે દબાણ કર્યું નહોતું. તેમ છતાં કોર્ટે મિલિંદ પટેલના વકીલની દલીલ માન્ય રાખી નહોતી.
સરકારી વકીલના જણાવ્યા મુજબ, આરોપી ગામડાઓમાં મફત મેડિકલ કેમ્પનું આયોજન કરી લોકો પાસે સરકારી યોજનામાં મફત સારવાર અને આયુષ્યમાન કાર્ડ આપવાની લાલચ આપતા હતા. તેઓ દર્દીઓને ખ્યાતિ હોસ્પિટલ સુધી લાવી કમિશન આધારિત વ્યવહાર કરતા હતા. દર્દીઓને ગંભીર બીમારી બતાવી એન્જિયોગ્રાફી અને સ્ટેન્ટ મૂકાવવા માટે સમજાવ્યા હતા.
કોર્ટના અવલોકનમાં આરોપીની ભૂમિકા ‘કેમ્પથી ઓપરેશન થિયેટર સુધી’ સક્રિય રહી હતી. તેમણે પટેલ જ્ઞાતિના લોકોને જાતિનો વિશ્વાસ બતાવી ભોળવ્યા હતા. અરજદારની જામીન અરજી સ્વીકારવામાં આવે તો ટ્રાયલ પર અસર થઈ શકે તેમ હોવાથી કોર્ટે જામીન આપવાનો ઈનકાર કર્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!