મહેસાણામાં નકલી GST અધિકારીઓ ઝડપાયા, 2 મહિલા સહિત 3 શખ્સો સામે નોંધાઈ ફરિયાદ
મહેસાણાના જોટાણામાં 3 શખ્સોએ નકલી GST અધિકારીઓ બની વેપારી પાસેથી રૂપિયા 5 લાખની ખંડણી માગી, સાંથલ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી.

નકલી GST અધિકારી

નકલી GST અધિકારી
મહેસાણા જિલ્લાના જોટાણામાંથી નકલી GST અધિકારીઓની એક ટીમ ઝડપાઈ છે. આ 3 શખ્સોમાં બે2 મહિલાઓનો પણ સમાવેશ થાય છે. આરોપીઓમાં સિદ્ધિ દવે, શર્મિલા પટેલ અને કિરણ પટેલના નામ સામે આવ્યા છે. તેઓ પોતે GST અધિકારી હોવાનું જણાવીને ‘ન્યૂ બેસ્ટ પ્રાઈઝ’ નામની દુકાનમાં તપાસના બહાને પ્રવેશ કર્યો હતો.
આ ત્રણે નકલી અધિકારીઓએ દુકાનના માલિક ઈલિયાસ મલિકને ધમકી આપી અને કાયદેસર કાર્યવાહી ન કરવા માટે રૂપિયા 5 લાખની ખંડણીની માંગણી કરી હતી. ઈલિયાસ મલિકે તુરંત આ બનાવની જાણ કરીને પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદના આધારે સાંથલ પોલીસ તાત્કાલિક કાર્યવાહી કરી અને ત્રણેય આરોપીઓને ઝડપી લીધા હતા. તપાસ દરમિયાન શર્મિલા પટેલ પાસેથી એક "વિકલી પેપર"નું આઈકાર્ડ પણ મળ્યું હતું, જેના આધારે તેની ખોટી ઓળખનો ખુલાસો થયો હતો. પોલીસે તમામ આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરાઈ છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતના 4 જિલ્લામાં ઓછા વરસાદથી ચિંતા, ભૂપેન્દ્ર પટેલ સરકારના રાહત પગલાંમાં શું છે ખાસ? ખેડૂતોને હેક્ટરદીઠ ₹8,500ની સહાય, પશુપાલકોને માત્ર ₹2માં ઘાસચારો અને ગ્રામ્ય લોકોને 150 માનવદિવસની રોજગારીનો નિર્ણય!

ગુજરાતના પેન્શનરો માટે મોટા સમાચાર! મોંઘવારી રાહત 443% થતાં ₹10,000ના મૂળ પેન્શન પર દર મહિને ₹6,200નો તફાવત કેવી રીતે થાય છે?

તહેવારો પહેલાં ગુજરાતના વીજ ગ્રાહકોને ઝટકો? FPPAS ચાર્જમાં 3.99% વધારાના અહેવાલ વચ્ચે આગામી વીજ બિલમાં યુનિટ દીઠ 30થી 45 પૈસા સુધીનો વધારાનો બોજ પડી શકે છે!