મહેસાણા: 7 વર્ષની બાળકીનું કબાટમાં પુરાઈ જતાં મોત
રમતા રમતા કબાટમાં ફસાઈ બાળકી; શ્વાસ રૂંધાવાથી મોત

બાળકીનું કબાટમાં ગૂંગળામણથી મોત

બાળકીનું કબાટમાં ગૂંગળામણથી મોત
મહેસાણા જિલ્લામાં હચમચાવી નાખે તેવી ઘટના સામે આવી છે. આ ઘટનાથી પરિવારજનો માટે ચેતવણી સમાન છે. મહેસાણાના કડીના કરણનગર રોડ પર આવેલ શુકન બંગ્લોઝ વિસ્તારમાં 7 વર્ષની બાળકી રમતા રમતા કબાટમાં પુરાઈ જતાં તેનું શ્વાસ રૂંધાઈ જતાં મોત થયું હતું.
અહેવાલો અનુસાર બાળકીની માતા ધાબું સાફ કરી રહી હતી ત્યારે બાળકી ઘરમાં રમતા રમતા કબાટની અંદર ચડી ગઈ હતી, અને કબાટનો દરવાજો બંધ થઈ ગયો હતો. દરવાજો ન ખૂલતાં બાળકી કબાટમાં ફસાઈ ગઈ હતી. ત્યાર બાદ થોડા સમય બાદ માતા ધાબા પરથી આવતા ઘરમાં દીકરીને શોધતા ન મળતા અને બૂમ પડતાં કોઈ અવાજ ન આવતા માતાની ચિંતા વધી ગઈ હતી. અને ત્યાર બાદ કબાટ ખોલતા દીકરી બેભાન હાલતમાં જોવા મળી હતી.
બાળકીને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાયા :
પરિવાર તરફથી તાત્કાલિક બાળકીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું. પરંતુ ડોકટર દ્વારા બાળકીને મૃત જાહેર કરવામાં આવ્યું હતું. તપાસ કરતાં કબાટમાં ઓક્સિજનના અભાવના કારણે બાળકીનું મોત થયું તે જાણવામાં આવ્યું છે. આ ઘટના બનતા પરિવારજનોમાં શોકની લાગણી પ્રસરી હતી. નાની ઉમરમાં બાળકીનું મોત થતાં પાડોસીઓ અને સગા સબંધિયોમાં આશ્ચર્ય છવાઈ ગયું હતું.
અગાઉ નાના બાળકની શ્વાસ રૂંધાઈ જવાની ઘટનાઓ :
2024ના નવેમ્બર મહિનામાં ગુજરાતના અમરેલી જિલ્લામાં 2 થી 7 વર્ષની વયના ચાર બાળકો અકસ્માતે કારમાં બંધ થઈ ગયા બાદ ગૂંગળામણથી મૃત્યુ પામ્યા હતા. ઉપરાંત 2020માં પણ મહેસાણા જિલ્લામાં 9 અને 10 વર્ષની વયના બે બાળકો સ્લાઇડિંગ કબાટમાં બંધ થઈ જવાથી મૃત્યુ પામ્યા હતા.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?