વડગામમાં મેઘતાંડવ: 7 ઈંચ વરસાદ, 1 ઓગસ્ટ સુધી આગાહી
વડગામમાં 7.52 ઈંચ વરસાદ ખાબક્યો

વરસાદ

વરસાદ
છેલ્લા 24 કલાકમાં ગુજરાતના કુલ 181 તાલુકાઓમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. જેમાં સૌથી વધુ વરસાદ બનાસકાંઠાના વડગામ તાલુકામાં નોધાયો છે, વડગામમાં 7.52 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે અન્ય રાજ્યોના 72 તાલુકાઓમાં એક ઈંચ કરતા વધુ વરસાદ નોધાયો છે. બીજી તરફ જોવા જઈએ તો આજે પણ મેઘરાજાની સવારથી ધમાકેદાર બેટિંગ કરતા સવારથી 6 થી 8 વાગ્યા દરમિયાન બે કલાકમાં 103 ધબધબાટી બોલાવી છે.
છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ નોધાયો :
અરવલ્લી જિલ્લાના મોડાસામાં 6.22 ઈંચ, તલોદમાં 5.31 ઈંચ, સિદ્ધપુરમાં 5.16 ઈંચ, કપરાડામાં 4.92 ઈંચ, દેહગામમાં 4.80 ઈંચ, કઠલાલમાં 4.17 ઈંચ, મહેસાણામાં 3.98 ઈંચ, ધરમપુરમાં 3.78 ઈંચ, પ્રાંતિજમાં 3.66 ઈંચ, કંડાણામાં 3.58 ઈંચ, ડીસામાં 3.58 ઈંચ, ધનસુરામાં 3.50 ઈંચ અને સતલાસણામાં 3.31 ઈંચ વરસાદ નોધાયો છે.
આગામી દિવસોમાં વરસાદની આગાહી :
હવામાન વિભાગ દ્વારા આગામી 1 ઓગસ્ટ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આથી ખેડૂતો અને સામાન્ય જનતાને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. રાજ્યભરમાં સારો વરસાદ થતા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
આજે ત્રણ જિલ્લામાં રેડ ઍલર્ટ :
હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં આજે સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં રેડ એલર્ટ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સુરેન્દ્રનગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, નવસારી, વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા, વડોદરા, ભરુચ, બોટાદ, ભાવનગર, અમરેલી, રાજકોટ, સુરત, તાપી, ડાંગ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે.
28મી જુલાઈની આગાહી :
28 જુલાઈએ બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ અને અન્ય 21 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે. જેમાં પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, ખેડા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરુચ, નર્મદા, નવસારી, વલસાડ, ભાવનગર, અમરેલી, રાજકોટ, બોટાદ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!