મેઘરાજા મહેરબાન,બનાસકાંઠાના દાંતામાં 4 ઇંચ વરસાદ
બનાસકાંઠાના અનેક વિસ્તારોમાં વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી

ઠેર ઠેર જળબંબાકાર જેવી સ્થિતિ

ઠેર ઠેર જળબંબાકાર જેવી સ્થિતિ
વરસાદના લાંબા વિરામ બાદ ફરી ગુજરાતમાં મેઘરાજા મહેરબાન થયા છે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વહેલી સવારથી વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો હોય તેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે. બનાસકાંઠાના અનેક વિસ્તારોમાં વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી. સૌથી વધુ વરસાદએ બનાસકાંઠાના દાંતા તાલુકામાં વરસ્યો છે. આજે સવારે 6 થી 8 માં 4 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ઠેર ઠેર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી.
રાજ્યમાં આજ સવાર થી અત્યાર સુધીમાં 60 તાલુકાઓમાં મધ્યમ થી ભારે વરસાદ નોધાયો હતો જેમાં સૌથી વધારે વરસાદ બનાસકાંઠાના દાંતામાં 4.09 ઈંચ,લાખાની 2.64 ઈંચ, અમીરગઢ 2.48 ઈંચ,પાલનપુરમાં 2.36 ઈંચ, વેડગામમાં 1.5 ઈંચ, ભાભરમાં 1.5 ઈંચ, ધાનેરા 1.14 ઈંચ, ડીસામાં 0.94 ઈંચ, દીઓદર 0.91 ઈંચ,થરાદમાં 0.71 ઈંચ,દાંતીવાડામાં 0.47 ઈંચ,કાંકરેજમાં 0.47 ઈંચ,સુઈગામમાં 0.35 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે બીજા તાલુકાઓમાં પાટણના રાધનપુરમાં 1.46 ઈંચ,પાટણમાં 0.98 ઈંચ, સરસ્વતીમાં 0.71 ઈંચ,સિદ્ધપૂરમાં 0.55 ઈંચ,ચાણસ્મા 0.24 ઈંચ, હરજીમાં 0.16 ઈંચ,સાંતલપુરમાં 0.12 ઈંચ,સામીમાં 0.12 ઈંચ વરસાદ નોધાયો હતો. ત્યાર બાદ રાજ્યના અન્ય તાલુકાઓની વાત કરીએ તો 25 તાલુકાઓમાં 1 ઈંચ કરતા ઓછો વરસાદ નોધાયો હતો.સમગ્ર ગુજરાતમાં વરસાદ મનમૂકીને વરસ્યો.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં મેઘમહેર :
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 54 તાલુકાઓમાં મેઘમેહર જોવા મળી. જેમાં સૌથી વધારે વરસાદ દાહોદના ફતેપુરામાં 1.42 ઈંચ, બનાસકાંઠાના પાલનપૂરમાં 1.34 ઈંચ, દાંતામાં 1.26 ઈંચ, અમીરગઢમાં 1.3 ઈંચ, ધાનેરામાં 1.06 ઈંચ,ભાભરમાં 0.94 ઈંચ, ડીસામાં 0.9 ઈંચ વરસાદ નોધાયો હતો. સાબરકાંઠાના વિજયનગર 0.91 ઈંચ,પોશીનામાં 0.35 ઈંચ,ઈડરમાં 0.12 ઈંચ વરસાદ નોધાયો હતો. જ્યારે મહેસાણાના ખેરાલુમાં 0.6 ઈંચ,સતલાસણામાં 0.5 ઈંચ વરસાદ નોધાયો હતો.અરવલ્લીના માલપુરમાં 0.47 ઈંચ, અમદાવાદ શહેરમાં 0.43 ઈંચ,ગાંધીનગરના દેહગામમાં 0.4 ઈંચ વરસાદ નોધાયો હતો. આમ ગુજરાત રાજ્યના લગભગ બધા તાલુકાઓમાં મધ્યમ થી ભારે વરસાદ જોવા મળ્યો હતો.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!