ગુજરાતમાં મેઘમહેર : 24 કલાકમાં 126 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો!
નવસારીના ખેરગામમાં 1.77 ઈંચ, વાંસદામાં 0.2 ઈંચ વરસાદ ખાબક્યો હતો

24 કલાકમાં તાપીના કુકરમુંડામાં 61 મીમી, નિજારમાં 52 મીમી વરસાદ નોંધાયો હતો.

24 કલાકમાં તાપીના કુકરમુંડામાં 61 મીમી, નિજારમાં 52 મીમી વરસાદ નોંધાયો હતો.
રાજ્યમાં આજ સવારથી અત્યાર સુધીમાં 16 તાલુકાઓમાં મધ્યમથી ભારે વરસાદ નોંધાયો જેમાં સૌથી વધારે વરસાદ નવસારીના ખેરગામમાં 1.77 ઈંચ, વાંસદામાં 0.2 ઈંચ, આજ સવારથી વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી. સવારના 6થી 8 વાગ્યા સુધીમાં કેટલાક તાલુકાઓમાં મધ્યમથી ભારે વરસાદ નોંધાયો. જેમાં વલસાડના ધરમપુરમાં 1.5 ઈંચ, વલસાડ શહેરમાં 0.12 ઈંચ, કપરાડામાં 0.12 ઈંચ, પારડીમાં 0.04 ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે સુરતના માંગરોળમાં 0.24 ઈંચ, મહુવામાં 0.16 ઈંચ અને ભરૂચના વાલિયામાં 0.16 ઈંચ, નેત્રંગમાં 0.04 ઈંચ, ડાંગના સુબીરમાં 0.08 ઈંચ, તાપીના સોનગઢમાં 0.04 ઈંચ, ડોળવાનમાં 0.04 ઈંચ વરસાદ નોંધાયો હતો. મધ્ય ગુજરાતના પણ કેટલાક જિલ્લોમાં મધ્યમ થી ભારે વરસાદ નોંધાયો હતો.સાબરકાંઠાના વિજયનગરમાં 0.16 ઈંચ, પંચમહાલના જાંબુઘોડા 0.16 ઈંચ વરસાદ નોંધાયો હતો. સમગ્ર ગુજરાતમાં વરસાદ માનમૂકીને વરસ્યો હતો.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં મેઘમહેર :
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 126 તાલુકાઓમાં મેઘમહેર જોવા મળી. જેમાં સૌથી વધારે તાપીના કુકરમુંડામાં 61 મીમી, નિજારમાં 52 મીમી વરસાદ નોંધાયો હતો. સુરતના ઉમેરપાડામાં 40 મીમી, નર્મદાના સાગબારામાં 37 મીમી, જામનગર શહેરમાં 27 મીમી, સુરેન્દ્રનગરના વઢવાણમાં 25 મીમી વરસાદ નોંધાયો હતો. આમ ગુજરાત રાજ્યના લગભગ બધા તાલુકાઓમાં મધ્યમ થી ભારે વરસાદ જોવા મળ્યો હતો.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!