ગુજરાતમાં મેઘમહેર: 24 કલાકમાં 92 તાલુકાઓમાં વરસાદ નોધાયો!
તાપીના ડોલવાનમાં 0.67 ઈંચ, સોનગઢમાં 0.08 ઈંચ, વ્યારામાં 0.04 ઈંચ વરસાદ નોધાયો હતો

ભાવનગરના ગારીયાધાર તાલુકામાં 2.13 ઈંચ, શિહોરમાં 1.81 ઈંચ,ભાવનગર શહેરમાં 0.67 વરસાદ ખાબક્યો હતો

ભાવનગરના ગારીયાધાર તાલુકામાં 2.13 ઈંચ, શિહોરમાં 1.81 ઈંચ,ભાવનગર શહેરમાં 0.67 વરસાદ ખાબક્યો હતો
રાજ્યમાં આજ સવારથી અત્યાર સુધીમાં 23 તાલુકાઓમાં મધ્યમથી ભારે વરસાદ નોધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ તાપીના ડોલવાનમાં 0.67 ઈંચ, સોનગઢમાં 0.08 ઈંચ, વ્યારામાં 0.04 ઈંચ વરસાદ નોધાયો હતો.સવારના 6 થી 8 વાગ્યા સુધીમાં કેટલાક તાલુકાઓમાં મધ્યમથી ભારે વરસાદ નોધાયો.જેમાં સુરતના ઉમરપાડામાં 0.28 ઈંચ,મહુવામાં 0.08 ઈંચ, વડોદરાના વાઘોડિયામાં 0.08 ઈંચ, ભરૂચ શહેરમાં 0.04 ઈંચ, અંકલેશ્વરમાં 0.04 ઈંચ, વલસાડના પારડીમાં 0.04 ઈંચ વરસાદ નોધાયો હતો. જ્યારે જુનાગઢના વંથાલીમાં 0.31 ઈંચ, ભેસાણમાં 0.16 ઈંચ,જૂનાગઢ શહેરમાં 0.12 ઈંચ, જુનાગઢ સિટીમાં 0.12 ઈંચ, માનાવદર 0.04 ઈંચ,ગીર સોમનાથના તલાલામાં 0.08 ઈંચ વરસાદ નોધાયો હતો. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના પણ કેટલાક તાલુકાઓમાં વરસાદ નોધાયો હતો. મહીસાગરના ખાનપુરમાં 0.16 ઈંચ, પંચમહાલના ઘોઘામબામાં 0.12 ઈંચ, બનાસકાંઠાના ધાનેરામાં 0.08 ઈંચ, કચ્છના મુન્દ્રામાં 0.08 ઈંચ વરસાદ નોધાયો હતો.
ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર:
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 92 તાલુકાઓમાં મેઘમહેર જોવા મળી. જેમાં સૌથી વધારે ભાવનગરના ગારીયાધાર તાલુકામાં 2.13 ઈંચ, શિહોરમાં 1.81 ઈંચ,ભાવનગર શહેરમાં 0.67 વરસાદ ખાબક્યો હતો.ત્યાર બાદ છોટા ઉદેપુરના સંખેડામાં 0.71 ઈંચ, બોડેલી 0.47 ઈંચ ખાબક્યો હતો. તાપીના વ્યારામાં 0.51 ઈંચ, કચ્છના મુન્દ્રામાં 0.47 ઈંચ વરસાદ નોધાયો. આમ રાજ્યના લગભગ બધા તાલુકામાં મધ્યમ થી ભારે વરસાદ જોવા મળ્યો હતો.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!