રાજ્યમાં આજ સવારથી ત્યાર સુધીમાં 22 તાલુકાઓમાં મધ્યમથી ભારે વરસાદ નોંધાયો જેમાં સૌથી વધારે દક્ષિણ ગુજરાતનાં વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં 1.46 ઇંચ વરસાદ નોંધાયો છે.જ્યારે વલસાડના ધર્મપૂર અને ઉમબેરગોન તાલુકામાં 0.16 ઇંચ વરસાદ નોંધાયો છે.વલસાડના પારડી તાલુકામાં 0.04 ઇંચ વરસાદ નોંધાયો હતો. ઉત્તર ગુજરાતનાં સાબરકાંઠા જિલ્લામાં વિજયનગર તાલુકામાં સવારે 6 થી 8 વાગ્યા સુધીમાં 0.55 ઇંચ વરસાદ નોંધાયો છે.

દક્ષિણ ગુજરાતનાં તાપી જિલ્લાના અનેક તાલુકાઓમાં પણ વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી. તાપીના ઉચ્છલ, સોનગઢ, વ્યારા તાલુકામાં 0.12 ઇંચ વરસાદ નોંધાયો હતો.તાપી જિલ્લાના નિઝર, વાલોડ, ડોલવાણ તાલુકામાં 0.08 ઇંચ અને કુકરમુંડા તાલુકામાં 0.04 ઇંચ જ્યારે મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં પણ 0.04 ઇંચ વરસાદ નોંધાયો હતો.

દક્ષિણ ગુજરાતના બીજા અનેક એવા જિલ્લાઓમાં પણ વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી છે. જેમાં સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં 0.2 ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે નવસારી જિલ્લાના ખેરગામ તાલુકામાં 0.2 ઇંચ વરસાદ અને ચિખલી તાલુકામાં 0.04 વરસાદ નોંધાયો હતો. ડાંગ જિલ્લામાં સુબીર તાલુકામાં 0.2 ઇંચ વરસાદ નોંધાયો હતો.ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વરસાદની વાત કરીએ તો પાટણમાં જિલ્લાના શંખેશ્વર તાલુકામાં 0.08 ઇંચ વરસાદ અને મધ્ય ગુજરાતમાં દાહોદ તાલુકામાં 0.04 ઇંચ વરસાદ નોંધાયો હતો.
આજના વરસાદની આગાહી :
રાજ્યમાં મેઘમહેર જામી છે ત્યારે ફરી એક વખત હવામાન વિભાગની આગાહી ને પગલે આજે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદને લઈ યલો એલર્ટ આપવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આગાહી કરાઇ છે.અમરેલી,ભાવનગર,સુરતમાં ભારે વરસાદની શક્યતા છે તો વલસાડ અને વડોદરામાં ભારે વરસાદ પણ પડી શકે છે.