ગુજરાતમાં મેઘમહેર: 6 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
15 જિલ્લામાં માધ્યમથી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરતા યલો એલર્ટ

206 જળાશયોમાં સરેરાશ જળસ્તર 59.16 ટકા પાણી છે.

206 જળાશયોમાં સરેરાશ જળસ્તર 59.16 ટકા પાણી છે.
ગુજરાતમાં વરસાદની ફરી એક વાર ધમાકેદાર બેટિંગ જોવા મળવાની છે. હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાકમાં રાજ્યના 6 જિલ્લોઓમાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે બીજા 15 જિલ્લોઓમાં માધ્યમથી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરતા યલો એલર્ટ જારી કર્યું છે. આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદ વરસવાની સંભાવના છે. સ્થાનિક તંત્રને એલર્ટ રહેવા સુચના આપી છે.
24 કલાકમાં 62 તાલુકાઓમાં મેઘમહેર :
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 62 તાલુકાઓમાં વરસાદ નોધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ મહીસાગરના કડાણામાં 3.50 ઈંચ, પાલનપૂરમાં અઢી ઈંચ, નવસારીના વાંસદામાં પોણા બે ઈંચ અને મહીસાગરના લુણાવાડામાં પોણા બે ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે બીજા તાલુકોઓમાં દોઢ ઈંચથી ઓછો વરસાદ નોધાયો હતો.
રાજ્યમાં 6 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ :
અમદાવાદ,આણંદ,છોટા ઉદેપુર, વડોદરા, દાહોદ અને પંચમહાલ જિલ્લોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
રાજ્યમાં 15 જિલ્લોમાં યલો એલર્ટ :
ઉત્તર ગુજરાતના બનાસકાંઠા,મધ્ય ગુજરાતના સાબરકાંઠા, ગાંધીનગર,અરવલ્લી,ખેડા,મહીસાગર,ભાવનગર,ભરૂચ,નર્મદા,સુરત,તાપી,નવસારી,વલસાડ,ડાંગ,અને નર્મદા સહીત 15 જિલ્લોમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
સિઝનનો સરેરાશ 51 ટકા વરસાદ નોધાયો :
ગુજરાતમાં અત્યાર સુધીમાં 17 ઈંચ સાથે સિઝનનો 51 ટકા વરસાદ નોધાયો છે. જેની સરખામણીમાં ગત વર્ષ કરતા 15 જુલાઈ સુધીમાં સરેરાશ 10 ઈંચ સાથે 30 ટકા વરસાદ નોધાયો હતો.
કચ્છમાં સૌથી વધુ 58.46 ટકા વરસાદ નોધાયો :
સિઝનમાં અત્યાર સુધીમાં પડેલા વરસાદનો રીજીયન જોઈએ તો કચ્છમાં 6.65 ઈંચ સાથે સીઝનનો 58.46 ટકા,ઉત્તર ગુજરાતમાં 13.40 ઈંચ સાથે સિઝનનો 47.38 ટકા અને પૂર્વ મધ્ય ગુજરાતમાં 15.50 ઈંચ સાથે 48.85 ટકા જ્યારે સૌરાષ્ટ્રમાં 14.50 ઈંચ સાથે 50 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 32.20 ઈંચ સાથે 55 ટકા વરસાદ નોધાયો છે.
ગુજરાતમાં જળાશયોની સ્થિતિ :
ગુજરાતમાં 25 જળાશયો 100 ટકા અને 57 જળાશયો 70 ટકાથી 100 ટકા જ્યારે 42 જળાશયો 25 ટકાથી 50 ટકા ભરાયેલા જોવા મળી રહ્યા છે. ત્યાર બાદ 40 જળાશયો 25 ટકાથી નીચે ભરેલા છે. હાલ 39 જળાશયો હાઈ એલર્ટમાં છે. જ્યારે 206 જળાશયોમાં સરેરાશ જળસ્તર 59.16 ટકા પાણી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!