ગુજરાતમાં મેઘમહેર: 121 તાલુકાઓમાં વરસાદની ધમાકેદાર બેટિંગ,દાંતીવાડામાં 6.3 ઇંચ વરસાદ ખાબક્યો!
ભાવનગરના ઉમરાળામાં 2.95 ઈંચ, પાલીતાણામાં 2.87 ઈંચ, વલ્લભીપુરમાં 1.69 ઈંચ વરસાદ નોધાયો હતો

મધ્ય ગુજરાતના સાબરકાંઠાના પોશીના 1.1 ઈંચ વરસાદ નોધાયો હતો.

મધ્ય ગુજરાતના સાબરકાંઠાના પોશીના 1.1 ઈંચ વરસાદ નોધાયો હતો.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 121 તાલુકાઓમાં મેઘમહેર જોવા મળી. જેમાં સૌથી વધારે વરસાદ બનાસકાંઠાના દાંતીવાડામાં 6.3 ઈંચ, પાલનપુરમાં 4.6 ઈંચ,ડીસામાં 3.7 ઈંચ,વડગામમાં 2.5 ઈંચ,ભાવનગરના ઉમરાળામાં 2.95 ઈંચ, પાલીતાણામાં 2.87 ઈંચ, વલ્લભીપુરમાં 1.69 ઈંચ વરસાદ ખાબક્યો હતો. ત્યાર બાદ બીજા જિલ્લાઓમાં પણ વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી. ગીર સોમનાથના ઉનામાં 2.20 ઈંચ, સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં 2.0 ઈંચ,વલસાડના કપરાડામાં 1.89 ઈંચ, બોટાદના ગઢડામાં 1.89 ઈંચ,બરવાળામાં 1.38 ઈંચ,અમરેલીના બાબરામાં 1.77 ઈંચ, જુનાગઢ સિટીમાં 1.38 ઈંચ, જુનાગઢમાં 1.34 ઈંચ,માળિયા હાટીના 1.30 ઈંચ, કેશોદમાં 1.0 ઈંચ,રાજકોટના કોટડાસાંગાણીમાં 1.18 ઈંચ વરસાદ નોધાયો હતો.
દક્ષિણ ગુજરાતના પણ કેટલાક જિલ્લાઓમાં વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી. જેમાં સુરતના ઉમરપાડામાં 1.22 ઈંચ, નર્મદાના દેડિયાપાડામાં 1.14 ઈંચ, સાગબારા 0.98 ઈંચ, ડાંગના અહવામાં 1.14 ઈંચ, મહીસાગરના કડાના 1.1 ઈંચ વરસાદ નોધાયો હતો. મધ્ય ગુજરાતના સાબરકાંઠાના પોશીના 1.1 ઈંચ વરસાદ નોધાયો હતો. આમ,ગુજરાત રાજ્યના લગભગ બધા તાલુકાઓમાં વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!