અરવલ્લીમાં મેઘમહેર: મોડાસાનો ડામર રોડ ધોવાયો,ગ્રામજનોને હાલાકી!
ગામમાંથી આવતા પશુ ચરાવતા પશુપાલકોના પશુ પણ આ મસમોટા ભૂવામાં પડી જવાની ઘટના બની છે.

અધિકારીઓ ખેડૂતોનો અવાજ દબાવી પોતાની મનમાની કરી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો છે.

અધિકારીઓ ખેડૂતોનો અવાજ દબાવી પોતાની મનમાની કરી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો છે.
અરવલ્લી જિલ્લામાં 15 દિવસમાં વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી.ત્યારે મોડાસાના નવીન સબયાર્ડની બાજુમાંથી પસાર થતો ડામરનો રોડ વરસાદમાં ધોવાઈ ગયું છે.મંદાપૂરકંપા, મહાદેવગ્રામ તરફ જતાં વાહનચાલકો માટે રસ્તો બંધ થતાં રિપેરિંગ કરવાની માંગણી ઉઠી છે. મોડાસા તાલુકામાં અને પંથકમાં છેલ્લા 15 દિવસમાં 10 ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો.
જેના કારણે મોડાસા પાસે આવેલા મદાપુરકંપાના ગ્રામજનોને મુશ્કેલી સહન કરવી પડે છે. અનેક જગ્યા માસમોટા ભૂવા પડી જતાં માત્ર બાઈક ચાલક જ ત્યારથી પસાર થઈ શકે છે. તેના કારણે ગામમાંથી આવતા પશુ ચરાવતા પશુપાલકોના પશુ પણ આ મસમોટા ભૂવામાં પડી જવાની ઘટના બની છે. મદાપુરકંપાથી હાઈવે તરફના ટુંકા રસ્તા પર આવેલા સબયાર્ડ જવા માટે ખેડૂતોનો મહત્વનો માર્ગ છે. રખિયાલ, મહાદેવગ્રામ આસપાસના ગામડાઓ સહિતના લોકોને હાલ હાઈવે પર આવવા માટે મોડાસા શહેર તરફ જઈને શામળાજી હાઈવે પર આવવું પડે છે.
ગ્રામજનો જણાવી રહ્યા છે કે, પંચાયતના માર્ગ અને મકાન રજૂઆત કર્યા બાદ પણ તંત્ર સાંભળતું નથી.અધિકારીઓ ખેડૂતોનો અવાજ દબાવી પોતાની મનમાની કરી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો છે. જો આવનાર સમયમાં રસ્તો રીપેર નહિ થાય તો ગામના લોકો આંદોલન કરશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!