ઈસનપુર તળાવ પર મેગા ડિમોલિશન, મોટો કાફલો તૈનાત
ચંડોળા બાદ ઈસનપુર તળાવ નજીક 40 વર્ષ જૂના 1000થી વધુ ગેરકાયદે દબાણો દૂર

20 JCB અને 500 કર્મચારીઓ કામે લાગ્યા

20 JCB અને 500 કર્મચારીઓ કામે લાગ્યા
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા ઈસનપુર તળાવ નજીક સોમવારે (24 નવેમ્બર) સવારથી મોટું ડિમોલિશન ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. ચંડોળા તળાવ પછીનું આ બીજું સૌથી મોટું ડિમોલિશન છે. છેલ્લા ચાર દાયકાથી તળાવ નજીક થયેલા 1000થી વધુ ગેરકાયદે દબાણોને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ઘટનાસ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
bulldoz ઈસનપુર તળાવ બ્યુટીફિકેશન માટે દબાણ હટાવાયુંઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા હાલમાં શહેરના તળાવોના બ્યુટીફિકેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કામગીરીના ભાગરૂપે, દાયકાઓથી તળાવની જમીન પર બાંધવામાં આવેલા દબાણોને હટાવવા જરૂરી બન્યા છે.
કામગીરીનો વ્યાપ: ડિમોલિશન માટે 20 જેટલા જેસીબી મશીન કામે લગાડવામાં આવ્યા છે.
સંપૂર્ણ તૈયારી: 500થી વધુ AMC કર્મચારીઓ અને શ્રમિકોની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે દબાણો દૂર કરી રહી છે.
નોંધનીય છે કે AMC દ્વારા આ પહેલાં અમદાવાદના ચંડોળા તળાવ પાસે બે તબક્કામાં મેગા ડિમોલિશનની કામગીરી કરવામાં આવી હતી, જે 29 એપ્રિલ, 2025થી શરૂ થઈ હતી.
ચંડોળા ડિમોલિશન: આ કાર્યવાહીમાં અંદાજે 40થી 50 બુલડોઝરનો ઉપયોગ કરીને ઘરો અને ગેરકાયદે ધાર્મિક માળખાં સહિત કુલ 12,500 કાચા-પાકા બાંધકામો દૂર કરાયા હતા.
જમીન ખાલી કરાઈ: ચંડોળા ખાતેના બે તબક્કાના ડિમોલિશન દ્વારા કુલ 2.50 લાખ સ્ક્વેર મીટર જેટલી જમીન ખાલી કરાવવામાં આવી હતી.
ચંડોળાની જેમ જ ઈસનપુર તળાવ નજીકથી પણ દબાણો દૂર થતાં હવે આ વિસ્તારમાં તળાવના બ્યુટીફિકેશનનો માર્ગ મોકળો બન્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?