પાર્કિંગમાં લાગેલી આગ હોસ્પિટલ સુધી પ્રસરી
ભાવનગરમાં આગ હોસ્પિટસ સુધી પ્રસરતા દ્વારા તમામ દર્દીઓને સુરક્ષિત સ્થળે ખસેડ્યા

ભાવનગરમાં આગ

ભાવનગરમાં આગ
ભાવનગર સમીપ કોમ્પલેક્ષ આગકાંડ આજે સવારે ગંભીર સ્વરૂપ ધારે ગયો, જ્યારે કાળુભાર રોડ પર સ્થિત સમીપ કોમ્પલેક્ષના પાર્કિંગ વિસ્તારમાં અચાનક આગ ભભૂકી ઉઠી. આ પાર્કિંગમાં લાગેલી આગ થોડી જ વારમાં ઉપરના માળોમાં સ્થિત 10થી 12 જેટલી ખાનગી હોસ્પિટલો સુધી પ્રસરી જતા હોસ્પિટલોમાં દાખલ દર્દીઓ, તેમના સગાસંબંધીઓ અને સ્ટાફમાં ભારે ભયનો માહોલ સર્જાયો. ધુમાડાના ગોટેગોટા બિલ્ડિંગમાં ફેલાતા ઘણા દર્દીઓ પર ગંભીર અસર જણાતા તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી.
25થી 30 એમ્બ્યુલન્સ તૈનાત
આ ભાવનગર સમીપ કોમ્પલેક્ષ આગકાંડ દરમિયાન ફાયર બ્રિગેડની અનેક ટીમો તાત્કાલિક સ્થળે દોડી આવી અને આગને કાબૂમાં લેવા માટે યુદ્ધના જોરે કામગીરી ચાલુ કરી. આ ઘટનામાં દર્દીઓને સુરક્ષિત સ્થળે ખસેડવાની સૌથી મોટી પડકારરૂપ પરિસ્થિતિ ઊભી થઈ, જેને ધ્યાનમાં રાખીને 25થી 30 જેટલી એમ્બ્યુલન્સ તાત્કાલિક તૈનાત કરવામાં આવી. આ એમ્બ્યુલન્સ દ્વારા તમામ ઈજાગ્રસ્તો અને અન્ય દર્દીઓને નજીકની હોસ્પિટલોમાં તાત્કાલિક ખસેડવાની કામગીરી હાથ ધરાઈ રહી છે. ભાવનગર સમીપ કોમ્પલેક્ષ આગકાંડમાં સમયસર કરાયેલા રેસ્ક્યુ ઓપરેશનના કારણે મોટી જાનહાનિ ટળી હોવાનું ફાયર વિભાગે જણાવ્યું.
આ પણ વાંચો: અમદાવાદ: વિરાટનગર કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ધુમાડાના કારણે દર્દીઓને અસર
આ વચ્ચે, ભાવનગર મનપા કમિશનર એન.વી. મીનાએ જણાવ્યું કે કોમ્પલેક્ષના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા કચરામાંથી આગની શરૂઆત થઈ હોવાનું પ્રાથમિક તારણ છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, ધુમાડાના કારણે હોસ્પિટલના દર્દીઓને અસર થતાં તેમને તાત્કાલિક અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. કમિશનરે સ્પષ્ટ કર્યું કે, આગકાંડમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આગ કેવી રીતે લાગી તેની તપાસ શરૂ કરવામાં આવી છે અને જરૂરી પગલાં લેવામાં આવશે. તંત્ર દ્વારા આગને કાબૂમાં લેવા અને પરિસ્થિતિ સામાન્ય કરવા માટેની કામગીરી હજુ પણ ચાલુ છે.

અમદાવાદના વિક્ટોરિયા ગાર્ડન નજીક બંધ સિગ્નલ પર રિક્ષા રોકતા TRB જવાન પર હુમલો થયો. રિક્ષાચાલકે પોલીસકર્મીને પણ ધક્કો માર્યો; જીગર સોલંકીની ધરપકડ.

વડોદરાના ડભોઈના ભીલાપુર ગામમાં Facebook કોમેન્ટ બાદ ભાજપના બે જૂથો વચ્ચે મારામારી થઈ. જૂથ અથડામણમાં 4 લોકો ઈજાગ્રસ્ત થતાં SSG હોસ્પિટલ ખસેડાયા, જ્યારે ડભોઈ પોલીસે તપાસ શરૂ કરી છે.

ભાવનગરના માધવ બોય્ઝ હોસ્ટેલમાં ધોરણ-9ના વિદ્યાર્થી સાથે રેગિંગનો ગંભીર આરોપ, મારપીટ અને બળજબરીથી સિગારેટ પીવડાવ્યાના આક્ષેપ; CCTV વીડિયો સામે આવ્યા બાદ નિલમબાગ પોલીસે 4 વિદ્યાર્થીઓ અને 2 રેક્ટર સહિત 6 સામે ગુનો નોંધ્યો.