બગોદરામાં મોડીરાત્રે સામૂહિક આપઘાત
ધોળકાના એક જ પરિવારના તમામ 5 સભ્યએ ઝેરી દવા ગટગટાવી

પતિ-પત્ની અને 3 માસૂમ બાળક મોતને ભેટ્યા, પોલીસ કાફલો ઘટનાસ્થળે

પતિ-પત્ની અને 3 માસૂમ બાળક મોતને ભેટ્યા, પોલીસ કાફલો ઘટનાસ્થળે
અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના બગોદરા ગામે મોડીરાત્રે એક અત્યંત હૃદય કંપાવનારી ઘટના બની છે. બગોદરા બસ સ્ટેશન પાસે આવેલા એક ભાડાના મકાનમાં એક જ પરિવારના પાંચ સભ્યએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પીને સામૂહિક આપઘાત કરી લીધો છે. આ ઘટનામાં પતિ-પત્ની અને તેમના ત્રણ માસૂમ બાળકના કરુણ મોત નિપજ્યાં છે.

મૃતકોની ઓળખમાં વિપુલભાઈ કાનજીભાઈ વાઘેલા (ઉંમર 32 વર્ષ), તેમની પત્ની સોનલબેન (ઉંમર 26 વર્ષ), પુત્રી સિમરનબેન (ઉંમર 11 વર્ષ), પુત્ર મયુરભાઈ (ઉંમર 8 વર્ષ) અને નાની પુત્રી પ્રીન્સીબેન (ઉંમર 5 વર્ષ) નો સમાવેશ થાય છે. આ પરિવાર મૂળ ધોળકાના દેવીપૂજક વાસ, બારકોઠા વિસ્તારનો વતની હતો. વિપુલભાઈ રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા અને બગોદરામાં ભાડાના મકાનમાં રહેતા હતા.
ઘટના અને પોલીસ તપાસપ્રાથમિક માહિતી અનુસાર, પરિવારના તમામ સભ્યોએ કોઈ અગમ્ય કારણોસર રાત્રિના સમયે ઝેરી દવા પી લીધી હતી, જેના પરિણામે ઘટનાસ્થળે જ તમામના મોત નીપજ્યાં હતા.
આ ઘટનાની જાણ થતાં જ બગોદરા પોલીસ અને 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. અમદાવાદ ગ્રામ્ય SOG, LCB, FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી) અને ધંધુકાના ASP સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર પહોંચી ગયા હતા અને તપાસ હાથ ધરી હતી. તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે બગોદરા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા છે.

પોલીસ આ સામૂહિક આપઘાત પાછળના કારણો જાણવા માટે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.
અમે સતત આ સમાચારને અપડેટ કરી રહ્યા છીએ….
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!