બાંધકામ સાઇટ પર RERA બોર્ડ લગાવવું ફરજિયાત
QR કોડ સાથે પ્રોજેક્ટ વિગતો દર્શાવતું બોર્ડ આજથી દરેક બાંધકામ સાઇટ પર ફરજિયાત બન્યું

ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી(RERA)એ આજથી તેનો અમલ કરવા સૂચના આપી

ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી(RERA)એ આજથી તેનો અમલ કરવા સૂચના આપી
ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (RERA)એ મિલકત ખરીદનારા ગ્રાહકોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આજથી એટલે કે 1 ડિસેમ્બરથી રાજ્યની તમામ બાંધકામ સાઇટ પર બિલ્ડરે પ્રોજેક્ટને લગતી તમામ માહિતી દર્શાવતું બોર્ડ ક્વિક-રિસ્પોન્સ (QR) કોડ સાથે લગાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે. નાગરિકોને મકાન કે દુકાન ખરીદતી વખતે પ્રોજેક્ટના બાંધકામની માહિતી સરળતાથી મળી રહે તે માટે નિર્ણય કરાયો છે. બિલ્ડર કે ડેવલોપર નિયમોનું ઉલ્લંઘન કરશે તો નિયમાનુસાર દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.
RERAએ નવા નિયમમાં શું જોગવાઈ કરી છે?
RERAએ નવા નિયમ હેઠળ હુકમ કર્યો છે કે, બોર્ડ અથવા બેનરની લઘુત્તમ પહોળાઇ 1.20 મીટર અને લઘુત્તમ ઊંચાઈ 2 મીટર રાખવાની રહેશે. આ બોર્ડ પ્રોજેક્ટના મુખ્ય પ્રવેશદ્વાર પાસે અથવા મુખ્ય રસ્તા ઉપરથી જોઈ શકાય તે રીતે 1.50 મીટરથી 2 મીટરની ઊંચાઈએ મૂકવાનું રહેશે. પારદર્શિતા જાળવવા માટે RERA રજિસ્ટ્રેશન નંબર અને પ્રોજેક્ટના RERA કલેક્શન બેંક એકાઉન્ટની વિગતો લાલ રંગથી દર્શાવવાની રહેશે. જ્યારે બોર્ડનું બેક ગ્રાઉન્ડ સફેદ અથવા પીળા રંગનું રાખવાનું ફરજિયાત છે. QR કોડ ઓછામાં ઓછો 15 X 15 સેમીનો અને મોબાઇલ ફોન વડે સરળતાથી સ્કેન કરી શકાય તેટલો સ્પષ્ટ હોવો જરૂરી છે. તેના દ્વારા ગ્રાહકો RERA વેબસાઇટ પર પ્રોજેક્ટની વિગતો મેળવી શકશે.
બિલ્ડર અને ડેવલપરની જવાબદારી નક્કી કરવા માટે પ્રોજેક્ટના સ્થળે પ્રદર્શિત કરેલા બોર્ડ/બેનરનો જિયો-ટેગવાળો ફોટોગ્રાફ (Latitude અને Longitude સાથે) હવે પછી ભરવાના થતાં તમામ ત્રિમાસિક પ્રગતિ અહેવાલ (OPR) માં અપલોડ કરવો પડશે. RERAની પહેલથી એલોટી (ફાળવણી કરનાર) અને સંભવિત ગ્રાહકોને પ્રોજેક્ટ પ્લાન, લેઆઉટ, સરકારી મંજૂરીઓ અને બાંધકામની ગુણવત્તા જેવી માહિતી સ્થળ પર જ ઉપલબ્ધ થશે. જે રિયલ એસ્ટેટ (રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ) એક્ટ-2016 મુજબ ગ્રાહક સુરક્ષાને મજબૂત બનાવશે.
RERA એટલે શું?
રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી અથવા RERA, રિયલ એસ્ટેટ (રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ) એક્ટ 2016 હેઠળ રિયલ એસ્ટેટ ક્ષેત્રનું નિયમન કરવા અને ઘર ખરીદનારાઓની સમસ્યાઓના નિરાકરણ માટે સ્થાપના કરવામાં આવી છે. RERA એક્ટની સ્થાપના થયાના એક વર્ષ પછી મહારાષ્ટ્ર રાજ્યએ પણ એનું મહારેરા નામનું સંસ્કરણ બનાવ્યું છે. ત્યારબાદ હિમાચલ પ્રદેશ, ચંદીગઢ, ત્રિપુરા સહિતનાં ઘણાં રાજ્યોએ તેનું અનુકરણ કર્યું છે.
RERA મંજૂરીથી ઘણા ફાયદા છે. ફાળવણી કરનારાઓને કોઈપણ નાના વધારા અથવા ફેરફારોની જાણ કરવામાં આવે છે. કોઈપણ અન્ય વધારા અથવા ફેરફારો માટે ફાળવણીના બે તૃતિયાંશની મંજૂરી જરૂરી છે. RERA રજિસ્ટ્રેશન પહેલાં કોઈ જાહેરાત કરવામાં આવતી નથી. બહુમતી અધિકારોને તૃતીય પક્ષને સ્થાનાંતરિત કરવા માટે બે તૃતીયાંશ ફાળવણીની સંમતિ જરૂરી છે. પ્રોજેક્ટ પ્લાન, લેઆઉટ, સરકારી મંજૂરીઓ, જમીનના શીર્ષકની સ્થિતિ અને પેટા- કોન્ટ્રેક્ટરો વિશે સંપૂર્ણ પારદર્શિતા સાથે માહિતી શેર કરવામાં આવે છે. પ્રોજેક્ટ પૂર્ણ કરવા અને ગ્રાહકોને સમયસર ડિલિવરી પર ભાર મૂકવામાં આવ્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?