રાજ્યના વહીવટીતંત્રમાં મોટો ફેરફાર, 72 IASની બદલી
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ કલેક્ટરથી લઈ કમિશનર સુધી સામુહિક બદલી કરવામાં આવી

AI જનરેટેડ

AI જનરેટેડ
ગુજરાત સરકાર દ્વારા રાજ્યના વહીવટી તંત્રમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ રાજ્ય સરકારે એકસાથે 72 IAS અધિકારીઓની બદલી અને નવી નિમણૂકનો આદેશ જાહેર કર્યો છે. આ ફેરફારોમાં જિલ્લા કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર, જિલ્લા વિકાસ અધિકારી અને વિવિધ સરકારી વિભાગોના ટોચના અધિકારીઓનો સમાવેશ થાય છે.
રાજ્ય સરકારે અનેક જિલ્લાઓને નવા કલેક્ટર મળ્યા છે જ્યારે અનેક અધિકારીઓને મહત્વપૂર્ણ વિભાગોની જવાબદારી સોંપવામાં આવી છે. કચ્છ કલેક્ટર આનંદ પટેલને ગાંધીનગર ખાતે શાળા કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. અમદાવાદના કલેક્ટર સુજીત કુમારને રાજ્ય કર વિભાગમાં વિશેષ કમિશનર તરીકે મોકલવામાં આવ્યા છે. સુરત કલેક્ટર ડૉ. સૌરભ પારઘીને નાગરિક પુરવઠા વિભાગમાં મહત્વપૂર્ણ જવાબદારી સોંપાઈ છે.
વલસાડના કલેક્ટર ભવ્ય વર્માને અમદાવાદના કલેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. મોરબીના કલેક્ટર કિરણ ઝવેરીને નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર બનાવાયા છે. તાપી-વ્યારા કલેક્ટર ડૉ. વિપિન ગર્ગને ગુજરાત ટુરિઝમ કોર્પોરેશનના મેનેજિંગ ડિરેક્ટર નિયુક્ત કરવામાં આવ્યા છે.
નવસારી, દાહોદ, અરવલ્લી, ભરૂચ, ગીર-સોમનાથ, નર્મદા, બોટાદ સહિતના જિલ્લાઓમાં કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીઓની બદલી કરી નવી નિમણૂકો કરવામાં આવી છે. આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર અને ગાંધીધામ મહાનગરપાલિકાઓમાં મ્યુનિસિપલ કમિશનરોની બદલી કરવામાં આવી છે.
જામનગર જિલ્લા વિકાસ અધિકારી IAS અંકિત પન્નુની બદલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન, IAS ડી.એન. મોદીને ગાંધીનગરના કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જયારે IAS શ્રી કે.એલ. બચાણીને વધારાના ચાર્જથી મુક્ત કરવામાં આવ્યા છે.
IAS અધિકારીઓની બદલી અને નિમણૂકની યાદી
ડી.એન. મોદી, IAS: મ્યુનિસિપલ કમિશનર, જામનગરથી બદલી કરીને વિકાસ કમિશનર, ગાંધીનગર તરીકે નિમણૂક કરવામાં આવી છે.
આનંદ પટેલ, IAS: કલેક્ટર, કચ્છ-ભુજથી બદલી કરીને કમિશનર ઓફ સ્કૂલ્સ, ગાંધીનગર તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેઓ કમિશનર (PM-POSHAN યોજના) અને ડાયરેક્ટર (GCERT) નો વધારાનો હવાલો પણ સંભાળશે.
સુજીત કુમાર, IAS: કલેક્ટર, અમદાવાદથી બદલી કરીને સ્પેશિયલ કમિશનર ઓફ સ્ટેટ ટેક્સ, અમદાવાદ તરીકે નિમણૂક કરવામાં આવી છે.
અજય પ્રકાશ, IAS: ડાયરેક્ટર (GEDA), ગાંધીનગરથી બદલી કરીને મેનેજિંગ ડાયરેક્ટર, ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિ. (GETCO), વડોદરા તરીકે નિમણૂક કરવામાં આવી છે.
ડો. સૌરભ ઝમસિંગ પારધી, IAS: કલેક્ટર, સુરતથી બદલી કરીને ડાયરેક્ટર, સિવિલ સપ્લાય, ગાંધીનગર તરીકે નિમણૂક કરવામાં આવી છે.
ગૌરાંગ એચ. મકવાણા, IAS: કલેક્ટર, ભરૂચથી બદલી કરીને ડાયરેક્ટર, ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી (GEDA), ગાંધીનગર તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેઓ GPCL અને UGVCL ના મેનેજિંગ ડાયરેક્ટરનો વધારાનો હવાલો પણ સંભાળશે.
સંજય કે. મોદી, IAS: કલેક્ટર, નર્મદા-રાજપીપળાથી બદલી કરીને એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર, ગુજરાત સ્ટેટ ટ્રાઈબલ ડેવલપમેન્ટ રેસિડેન્શિયલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન સોસાયટી (GSTDREIS), ગાંધીનગર તરીકે નિમણૂક કરવામાં આવી છે.
કિરણ બી. ઝવેરી, IAS: કલેક્ટર, મોરબીથી બદલી કરીને મ્યુનિસિપલ કમિશનર, નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરીકે નિમણૂક કરવામાં આવી છે.
ક્ષિપ્રા સૂર્યકાંતરાવ અગ્રે, IAS: કલેક્ટર, નવસારીથી બદલી કરીને કમિશનર, MSME, ગાંધીનગર તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેઓ કમિશનર ઓફ સર્વિસીસનો વધારાનો હવાલો પણ સંભાળશે.
યોગેશ નિરગુડે, IAS: કલેક્ટર, દાહોદથી બદલી કરીને એડિશનલ ડેવલપમેન્ટ કમિશનર, ગાંધીનગર તરીકે નિમણૂક કરવામાં આવી છે.
અમિત પ્રકાશ યાદવ, IAS: કલેક્ટર, ખેડા-નડિયાદથી બદલી કરીને એડિશનલ કમિશનર ઓફ ઈન્ડસ્ટ્રીઝ, ગાંધીનગર તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેઓ INDEXTb ના જોઈન્ટ મેનેજિંગ ડાયરેક્ટરનો વધારાનો હવાલો પણ સંભાળશે.
એન.વી. ઉપાધ્યાય, IAS: કલેક્ટર, ગીર-સોમનાથથી બદલી કરીને કલેક્ટર, ખેડા-નડિયાદ તરીકે નિમણૂક કરવામાં આવી છે.
પ્રભવ જોષી, IAS: મેનેજિંગ ડાયરેક્ટર, ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિ.થી બદલી કરીને મ્યુનિસિપલ કમિશનર, જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન તરીકે નિમણૂક કરવામાં આવી છે.
પ્રશસ્તિ પારીક, IAS: કલેક્ટર, અરવલ્લી-મોડાસાથી બદલી કરીને મેનેજિંગ ડાયરેક્ટર, ગુજરાત લાઈવલીહૂડ પ્રમોશન કંપની લિ., ગાંધીનગર તરીકે નિમણૂક કરવામાં આવી છે.
ડો. જિન્સી રોય, IAS: કલેક્ટર, બોટાદથી બદલી કરીને મેનેજિંગ ડાયરેક્ટર, ગુજરાત ઈન્ફોર્મેટિક્સ લિ., ગાંધીનગર તરીકે નિમણૂક કરવામાં આવી છે.
અનિલકુમાર રણવાસિયા, IAS: કલેક્ટર, જૂનાગઢથી બદલી કરીને કલેક્ટર, કચ્છ-ભુજ તરીકે નિમણૂક કરવામાં આવી છે.
મયુર કે. મહેતા, IAS: ડાયરેક્ટર, સિવિલ સપ્લાયથી બદલી કરીને કલેક્ટર, વાવ-થરાદ તરીકે નિમણૂક કરવામાં આવી છે.
જીતેન્દ્ર એન. વાઘેલા, IAS: મ્યુનિસિપલ કમિશનર, ગાંધીનગરથી બદલી કરીને કલેક્ટર, ગીર-સોમનાથ તરીકે નિમણૂક કરવામાં આવી છે.
જે. એસ. પ્રજાપતિ, IAS: કલેક્ટર, વાવ-થરાદથી બદલી કરીને મ્યુનિસિપલ કમિશનર, ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન તરીકે નિમણૂક કરવામાં આવી છે.
એચ.એમ. વોરા, IAS: ડી.ડી.ઓ., સાબરકાંઠા-હિંમતનગરથી બદલી કરીને કલેક્ટર, બોટાદ તરીકે નિમણૂક કરવામાં આવી છે.
ડો. વિપિન ગર્ગ, IAS: કલેક્ટર, તાપી-વ્યારાથી બદલી કરીને મેનેજિંગ ડાયરેક્ટર, ગુજરાત ટુરિઝમ કોર્પોરેશન લિ., ગાંધીનગર તરીકે નિમણૂક કરવામાં આવી છે.
શાલિની દુહન, IAS: કલેક્ટર, ડાંગ-આહવાથી બદલી કરીને મ્યુનિસિપલ કમિશનર, મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશન તરીકે નિમણૂક કરવામાં આવી છે.
ભવ્ય વર્મા, IAS: કલેક્ટર, વલસાડથી બદલી કરીને કલેક્ટર,અમદાવાદ તરીકે નિમણૂક કરવામાં આવી છે.
નિતિન વી. સાંગવાન, IAS: ડાયરેક્ટર ઓફ એમ્પ્લોયમેન્ટ એન્ડ ટ્રેનિંગ, ગાંધીનગરથી બદલી કરીને કલેક્ટર, વલસાડ તરીકે નિમણૂક કરવામાં આવી છે.
તેજસ પરમાર, IAS: મ્યુનિસિપલ કમિશનર, જૂનાગઢથી બદલી કરીને કલેક્ટર, સુરત તરીકે નિમણૂક કરવામાં આવી છે.
યોગેશ ચૌધરી, IAS: મ્યુનિસિપલ કમિશનર, વાપીથી બદલી કરીને કલેક્ટર, જૂનાગઢ તરીકે નિમણૂક કરવામાં આવી છે.
દેવ ચૌધરી, IAS: મ્યુનિસિપલ કમિશનર, નવસારીથી બદલી કરીને કલેક્ટર, તાપી-વ્યારા તરીકે નિમણૂક કરવામાં આવી છે.
ડો. નવનાથ ગવહાણે, IAS: મ્યુનિસિપલ કમિશનર, સુરેન્દ્રનગરથી બદલી કરીને કલેક્ટર, ભરૂચ તરીકે નિમણૂક કરવામાં આવી છે.
મનીષ ગુરવાની, IAS: મ્યુનિસિપલ કમિશનર, ગાંધીધામથી બદલી કરીને કલેક્ટર, નવસારી તરીકે નિમણૂક કરવામાં આવી છે.
સ્વપ્નિલ ખરે, IAS: મ્યુનિસિપલ કમિશનર, મોરબીથી બદલી કરીને કલેક્ટર, મોરબી તરીકે નિમણૂક કરવામાં આવી છે.
ગૌરવ રમેશ, IAS: ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, સુરતથી બદલી કરીને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરીકે નિમણૂક કરવામાં આવી છે.
મિરાંત પરીખ, IAS: ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, અમદાવાદથી બદલી કરીને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (AUDA), અમદાવાદ તરીકે નિમણૂક કરવામાં આવી છે.
ગંગા સિંઘ, IAS: ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, વડોદરાથી બદલી કરીને કલેક્ટર, નર્મદા-રાજપીપળા તરીકે નિમણૂક કરવામાં આવી છે.
સુરભી ગૌતમ, IAS: રીઝનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝ, વડોદરાથી બદલી કરીને કલેક્ટર, દાહોદ તરીકે નિમણૂક કરવામાં આવી છે.
ડો. પ્રશાંત જીલોવા, IAS: રીઝનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝ, અમદાવાદથી બદલી કરીને કલેક્ટર, પાટણ તરીકે નિમણૂક કરવામાં આવી છે.
મિલિંદ બાપના, IAS: મ્યુનિસિપલ કમિશનર, આણંદથી બદલી કરીને કલેક્ટર, અરવલ્લી-મોડાસા તરીકે નિમણૂક કરવામાં આવી છે.
બી.સી. પરમાર, IAS: OSD, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનથી બદલી કરીને જિલ્લા વિકાસ અધિકારી (DDO), બોટાદ તરીકે નિમણૂક કરવામાં આવી છે.
શિવાની ગોયલ, IAS: ડી.ડી.ઓ., સુરતથી બદલી કરીને મેનેજિંગ ડાયરેક્ટર, મધ્ય ગુજરાત વીજ કંપની લિ. (MGVCL), વડોદરા તરીકે નિમણૂક કરવામાં આવી છે.
મમતા હીરપરા, IAS: ડી.ડી.ઓ., વડોદરાથી બદલી કરીને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરીકે નિમણૂક કરવામાં આવી છે.
અંકિત પન્નુ, IAS: ડી.ડી.ઓ., જામનગરથી બદલી કરીને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરીકે નિમણૂક કરવામાં આવી છે.
પુષ્પ લતા, IAS: ડી.ડી.ઓ., નવસારીથી બદલી કરીને રીઝનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝ, અમદાવાદ તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેઓ મિશન ડાયરેક્ટર (સ્વચ્છ ભારત મિશન - અર્બન) નો વધારાનો હવાલો પણ સંભાળશે.
અક્ષય બુદાનિયા, IAS: ડી.ડી.ઓ., બોટાદથી બદલી કરીને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેઓ રીઝનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝ, વડોદરાનો વધારાનો હવાલો પણ સંભાળશે.
જાસ્મિન હસરત, IAS: ડી.ડી.ઓ., મહેસાણાથી બદલી કરીને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, ગાંધીનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (GUDA), ગાંધીનગર તરીકે નિમણૂક કરવામાં આવી છે.
દીપેશ કેડિયા, IAS: ડી.ડી.ઓ., અરવલ્લી-મોડાસાથી બદલી કરીને મ્યુનિસિપલ કમિશનર, જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન તરીકે નિમણૂક કરવામાં આવી છે.
મહેશ જાની, IAS: રીઝનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝ, રાજકોટથી બદલી કરીને ચેરમેન, ગુજરાત સ્ટેટ સોશિયલ વેલ્ફેર બોર્ડ, અમદાવાદ તરીકે નિમણૂક કરવામાં આવી છે.
સંગીતા રાયાણી, IAS: મિશન ડાયરેક્ટર, ગુજરાત અર્બન લાઈવલીહૂડ મિશનથી બદલી કરીને મ્યુનિસિપલ કમિશનર, મોરબી મ્યુનિસિપલ કોર્પોરેશન તરીકે નિમણૂક કરવામાં આવી છે.
આર.એન. ડોડિયા, IAS: એડિશનલ કમિશનર ઓફ ઈન્ડસ્ટ્રીઝથી બદલી કરીને મ્યુનિસિપલ કમિશનર, આણંદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરીકે નિમણૂક કરવામાં આવી છે.
જીવની કાર્તિક , IAS: ડી.ડી.ઓ., વાવ-થરાદથી બદલી કરીને જિલ્લા વિકાસ અધિકારી (DDO), નવસારી તરીકે નિમણૂક કરવામાં આવી છે.
જયંત સિંઘ રાઠોડ, IAS: પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર, ટ્રાઈબલ એરિયા સબ પ્લાન, સોનગઢથી બદલી કરીને જિલ્લા વિકાસ અધિકારી (DDO), જૂનાગઢ તરીકે નિમણૂક કરવામાં આવી છે.
પ્રણવ વિજયવર્ગીય, IAS: પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર, ટ્રાઈબલ એરિયા સબ પ્લાન, વાંસદાથી બદલી કરીને જિલ્લા વિકાસ અધિકારી (DDO), પંચમહાલ-ગોધરા તરીકે નિમણૂક કરવામાં આવી છે.
કલ્પેશ કુમાર શર્મા, IAS: પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર, ટ્રાઈબલ એરિયા સબ પ્લાન, છોટાઉદેપુરથી બદલી કરીને જિલ્લા વિકાસ અધિકારી (DDO), વાવ-થરાદ તરીકે નિમણૂક કરવામાં આવી છે.
નિશા, IAS: પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર, ટ્રાઈબલ એરિયા સબ પ્લાન, ભરૂચથી બદલી કરીને જિલ્લા વિકાસ અધિકારી (DDO), જામનગર તરીકે નિમણૂક કરવામાં આવી છે.
અંચુ વિલ્સન, IAS: પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર, ટ્રાઈબલ એરિયા સબ પ્લાન, રાજપીપળાથી બદલી કરીને જિલ્લા વિકાસ અધિકારી (DDO), મહેસાણા તરીકે નિમણૂક કરવામાં આવી છે.
સુનીલ, IAS: પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર, ટ્રાઈબલ એરિયા સબ પ્લાન, માંડવીથી બદલી કરીને રીઝનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝ, ભાવનગર નિમણૂક કરવામાં આવી છે.
પાટીલ આનંદ અશોક, IAS: પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર, ટ્રાઈબલ એરિયા સબ પ્લાન, ડાંગ-આહવાથી બદલી કરીને જિલ્લા વિકાસ અધિકારી (DDO), વડોદરા તરીકે નિમણૂક કરવામાં આવી છે.
દેવેન્દ્ર પ્રકાશ મીના, IAS: પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર, ટ્રાઈબલ એરિયા સબ પ્લાન, દાહોદથી બદલી કરીને જિલ્લા વિકાસ અધિકારી (DDO), સુરત તરીકે નિમણૂક કરવામાં આવી છે.
નવીન એફ. ચૌધરી, IAS: મેનેજિંગ ડાયરેક્ટર, UGVCL, મહેસાણાથી બદલી કરીને મ્યુનિસિપલ કમિશનર, વાપી મ્યુનિસિપલ કોર્પોરેશન તરીકે નિમણૂક કરવામાં આવી છે.
એચ.પી. પટેલ, IAS: ડી.ડી.ઓ., જૂનાગઢથી બદલી કરીને જિલ્લા વિકાસ અધિકારી (DDO), સાબરકાંઠા-હિંમતનગર તરીકે નિમણૂક કરવામાં આવી છે.
એન. ડી. પરમાર, IAS: જોઈન્ટ ઇલેક્શન કમિશનર, SECથી બદલી કરીને કલેક્ટર, ડાંગ-આહવા તરીકે નિમણૂક કરવામાં આવી છે.
જે.કે. જાદવ, IAS: એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર (GSTDREIS) થી બદલી કરીને મ્યુનિસિપલ કમિશનર, સુરેન્દ્રનગર મ્યુનિસિપલ કોર્પોરેશન તરીકે નિમણૂક કરવામાં આવી છે.
બી.ડી. દવેરા, IAS: ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, વડોદરા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીથી બદલી કરીને મ્યુનિસિપલ કમિશનર, ગાંધીધામ મ્યુનિસિપલ કોર્પોરેશન તરીકે નિમણૂક કરવામાં આવી છે.
જયેશ બી. ઉપાધ્યાય, IAS: ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, અમદાવાદથી બદલી કરીને મ્યુનિસિપલ કમિશનર, નવસારી મ્યુનિસિપલ કોર્પોરેશન તરીકે નિમણૂક કરવામાં આવી છે.
ડી. કે. પંડ્યા, IAS: રીઝનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝ, ભાવનગરથી બદલી કરીને એડિશનલ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (GSDMA), ગાંધીનગર તરીકે નિમણૂક કરવામાં આવી છે.
મહેક જૈન, IAS: આસિસ્ટન્ટ કલેક્ટર, રાજકોટથી બદલી કરીને જિલ્લા વિકાસ અધિકારી (DDO), અરવલ્લી-મોડાસા તરીકે નિમણૂક કરવામાં આવી છે.
વિદ્યાસાગર, IAS: આસિસ્ટન્ટ કલેક્ટર, ધંધુકાથી બદલી કરીને જિલ્લા વિકાસ અધિકારી (DDO), મોરબી તરીકે નિમણૂક કરવામાં આવી છે.
વંદના મીના, IAS: આસિસ્ટન્ટ કલેક્ટર, કેશોદથી બદલી કરીને પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર, ટ્રાઈબલ એરિયા સબ પ્લાન (TASP), મહીસાગર તરીકે નિમણૂક કરવામાં આવી છે.
હિરેન જીતેન્દ્રભાઈ બારોટ, IAS: આસિસ્ટન્ટ કલેક્ટર, પેટલાદથી બદલી કરીને પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર, ટ્રાઈબલ એરિયા સબ પ્લાન (TASP), અરવલ્લી-મોડાસા તરીકે નિમણૂક કરવામાં આવી છે.
રાજેશ કુમાર મૌર્ય, IAS: આસિસ્ટન્ટ કલેક્ટર, રાધનપુરથી બદલી કરીને પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર, ટ્રાઈબલ એરિયા સબ પ્લાન (TASP), સોનગઢ તરીકે નિમણૂક કરવામાં આવી છે.
સ્વપ્નિલ મહાદેવ સિસલે, IAS: આસિસ્ટન્ટ કલેક્ટર, ધ્રોલથી બદલી કરીને પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર, ટ્રાઈબલ એરિયા સબ પ્લાન (TASP), વાંસદા તરીકે નિમણૂક કરવામાં આવી છે.
ઓમકાર રાજેન્દ્ર શિંદે, IAS: આસિસ્ટન્ટ કલેક્ટર, નિઝરથી બદલી કરીને પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર, ટ્રાઈબલ એરિયા સબ પ્લાન (TASP), છોટાઉદેપુર તરીકે નિમણૂક કરવામાં આવી છે.
લેફ્ટનન્ટ કર્નલ આવટે અમોલ શાંતારામ, IAS: આસિસ્ટન્ટ કલેક્ટર, દ્વારકાથી બદલી કરીને પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર, ટ્રાઈબલ એરિયા સબ પ્લાન (TASP), રાજપીપળા તરીકે નિમણૂક કરવામાં આવી છે.
પ્રતીક જૈન, IAS: આસિસ્ટન્ટ કલેક્ટર, મેંદરડાથી બદલી કરીને પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર, ટ્રાઈબલ એરિયા સબ પ્લાન (TASP), દાહોદ તરીકે નિમણૂક કરવામાં આવી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

14.9%થી 13.3%... ગુજરાતના શિક્ષણ બજેટમાં આખરે શું બદલાયું?

ખાંડ રૂ.37થી રૂ.84, ડુંગળી રૂ.23થી રૂ.84 અને દાળ-તેલના ભાવમાં પણ મોટો ઉછાળો...

2023માં 4, 2024માં 19 અને 2025માં 5 કેસ... ગુજરાતમાં ગર્ભસ્થ શિશુનું લિંગ ગેરકાયદેસર રીતે જાણવા મામલે આ આંકડા શું કહી રહ્યા છે?